Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીનમાં બોટ ફેસ્ટિવલની ઉજવણી વચ્ચે રેસ્ટોરન્ટમાં ભયંકર બ્લાસ્ટ, 31 લોકોનાં મોત

ચીનમાં એક રેસ્ટોરન્ટમાં LPG લીક થવાને કારણે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા હોવાના અહેવાલ આવ્યા છે. આ ઘટના ચીનના ઉત્તર-પશ્ચિમ શહેર યિનચુઆનમાં બની હતી. અહેવાલ અનુસાર LPG ગેસ લીક થવાને કારણે આ વિસ્ફોટ થયો છે. આ...
ચીનમાં બોટ ફેસ્ટિવલની ઉજવણી વચ્ચે રેસ્ટોરન્ટમાં ભયંકર બ્લાસ્ટ  31 લોકોનાં મોત
ચીનમાં એક રેસ્ટોરન્ટમાં LPG લીક થવાને કારણે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા હોવાના અહેવાલ આવ્યા છે. આ ઘટના ચીનના ઉત્તર-પશ્ચિમ શહેર યિનચુઆનમાં બની હતી. અહેવાલ અનુસાર LPG ગેસ લીક થવાને કારણે આ વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં સાત લોકો ઘાયલ થયા છે જેમાંથી એકની હાલત ગંભીર છે.
તસ્વીરોમાં જોઈ શકાય છે કે, બ્લાસ્ટ બાદ રેસ્ટોરન્ટ અને આસપાસની દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. તેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ સ્થળ પર હાજર છે. રેસ્ટોરન્ટમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ચીની પ્રશાસને આગના કારણની તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 38 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
અકસ્માત સમયે આ વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી હતી. અહીં ડ્રેગન બોટ ફેસ્ટિવલની તૈયારીઓ ચાલી રહી હતી. યિનચુઆન શહેર 'નિંગજિયા' નામના સ્વાયત્ત પ્રાંતની રાજધાની છે. આ પ્રાંતની વસતિ 68 લાખ છે, આમાંથી 36% લોકો મુસ્લિમ છે.
ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે પહેલા રેસ્ટોરાંમાં બ્લાસ્ટ થયો હતો. આ પછી આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તે ઝડપથી ફેલાઈ ગઈ હતી. જો કે ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
આ પહેલા ચીનની એક કંપનીના ખાનગી પ્લાન્ટમાં આગ લાગવાના સમાચાર પણ સામે આવ્યા હતા. આ અકસ્માતમાં 38 લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત બે ગુમ હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. પોલીસને શંકા છે કે પ્લાન્ટને જાણીજોઈને કોઈ ષડયંત્ર હેઠળ આગ લગાડવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે 7 લોકોની અટકાયત કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.