Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kolkata Doctor Murder Case માં ચોંકાવનારું અપડેટ..!

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ટ્રેઇની ડોક્ટર કેસ વધુ એક મોટું અપડેટ સામે આવ્યું કોલેજ અને હોસ્પિટલને જ ઉડાવી દેવાનો પ્રયાસ હોસ્પિટલ નજીક એક શંકાસ્પદ ત્યજી દેવાયેલી બેગ મળી Kolkata Doctor Murder Case : કોલકાતાની આરજી કાર...
02:51 PM Sep 12, 2024 IST | Vipul Pandya
Kolkata Doctor Murder Case

Kolkata Doctor Murder Case : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ કરીને નિર્દયતાથી કરાયેલી બાદ હત્યા કેસ (Kolkata Doctor Murder Case)માં સતત અપડેટ્સ સામે આવી રહ્યા છે. આ કેસમાં સીબીઆઈ તપાસ પણ ચાલી રહી છે અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી સંજય રોય અને પૂર્વ આચાર્ય સંદીપ ઘોષની ધરપકડ કરવામાં આવી છે. હવે આ મામલે વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલને જ ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલ નજીક એક શંકાસ્પદ ત્યજી દેવાયેલી બેગ મળી

ગુરુવારે સવારે, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ નજીક એક શંકાસ્પદ ત્યજી દેવાયેલી બેગ મળી આવી હતી. આ બેગ અચાનક મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આ બેગ દેખાવકારો દ્વારા વિરોધ પ્રદર્શન માટે ઉભા કરાયેલા વિરોધ પ્લેટફોર્મ પાસે મળી આવી હતી. માહિતી બાદ બોમ્બ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી હતી.

આ પણ વાંચો---Kolkata Case: સંજય રોય તો લુચ્ચો નિકળ્યો..પોલીગ્રાફ ટેસ્ટમાં...

લોકોના અનેક તર્ક

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હજુ સુધી આ મામલે કોઈ પરિણામ આવ્યું નથી. ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં શક્ય છે કે ન્યાયના હિતમાં આ કોલેજ કે હોસ્પિટલને જ ઉડાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવે. અથવા એવું પણ બની શકે કે બોમ્બ પ્લાન્ટ કરનારનો હેતુ આ કેસમાં ફરી એકવાર ઝડપી ન્યાય તરફ ધ્યાન દોરવાનો હતો.

ED દ્વારા પણ મોટી કાર્યવાહી

કોલકાતાની આરજી કાર મેડિકલ એન્ડ હોસ્પિટલ સતત હેડલાઇન્સમાં છે. અહીં ટ્રેઇની ડોક્ટરની હત્યા થઇ છે ત્યારથી કોલેજ અને હોસ્પિટલ સાથે જોડાયેલા સમાચાર સતત હેડલાઇન્સમાં રહે છે. અહીંના પૂર્વ આચાર્ય સામે પણ નાણાકીય ગેરરીતિઓની તપાસ ચાલી રહી છે. આ મામલે ED દ્વારા પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

રોજ સતત ચોંકાવનારા ખુલાસા

તમને જણાવી દઈએ કે ટ્રેઈની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. એક દિવસ પહેલા જ પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉભા થયા હતા. વાસ્તવમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાંજ પછી થતો નથી. પરંતુ પોલીસે આ કેસમાં રિપોર્ટ સંબંધિત કોઈ કાર્યવાહી કરી ન હતી. મતલબ કે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર પણ સવાલ ઉઠ્યા છે. આ કેસમાં દોષિતોને બચાવવાના પ્રયાસો અંગે સતત પુરાવા પણ મળી રહ્યા છે.

આ પણ વાંચો---Kolkata rape નો આરોપી સંજય કોર્ટ સમક્ષ કરગરવા.....

Tags :
Kolkata doctor murder caseKolkata PoliceKOLKATA RAPE CASEKolkata's RG Kar Medical College and Hospitalsuspicious bag
Next Article