Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદનો વિચિત્ર કિસ્સો! NRI હોવાનું કહી વેપારીને દેખાડ્યા ડોલર,અને પછી આંખો સામે..

અમદાવાદના બોપલ પાસેના મણિપુર ગામમાં એક વેપારી સાથે અજીબોગરીબ રીતે ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. બપોરના સમયે એક કપલ નાની બાળકી સાથે આવ્યા હતા અને વેપારીને હિપનોટાઈઝ કરીને રૂપિયાની ચોરી કરી. વેપારીને હિપનોટાઈઝ કરીને દુકાનના ગલ્લા માથી 23 હજાર રૂપિયા...
08:54 PM Jun 01, 2023 IST | Hiren Dave
અમદાવાદના બોપલ પાસેના મણિપુર ગામમાં એક વેપારી સાથે અજીબોગરીબ રીતે ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. બપોરના સમયે એક કપલ નાની બાળકી સાથે આવ્યા હતા અને વેપારીને હિપનોટાઈઝ કરીને રૂપિયાની ચોરી કરી. વેપારીને હિપનોટાઈઝ કરીને દુકાનના ગલ્લા માથી 23 હજાર રૂપિયા લઈને ફરાર થયા...
આ ઘટના છે અમદાવાદના બોપલ પાસે આવેલી મણિપુર ગામની.. મણિપુર ગામમાં મીની મોલ ચલાવતા અશોકભાઈ બલદેવ બપોરના સમયે દુકાન પર બેઠા હતા ત્યારે એક સ્ત્રી, પુરુષ એક બાળકી સાથે આવ્યા હતા અને દુકાન માંથી છાશ અને કોલ્ડ્રિંકસ ખરીદી હતી. જે બાદ ખરીદી કરેલી વસ્તુના રૂપિયા આપ્યા હતા અને વેપારીને જણાવ્યું કે અને લોકો NRI છીએ જેથી અમારી પાસે ભારતીય ચલણી નોટો નથી જો તમે વસ્તુના બદલે ડોલર સ્વીકારો તો અમે બીજી વસ્તુની ખરીદી કરીએ. જે બાદમાં તે વ્યક્તિએ પોતાના પર્સમાં પડેલા ડોલર વેપારીને બતાવ્યા અને બાદમાં જાણેકે વેપારીને કોઈ વાતનો ખ્યાલ જ નો હોય તેમ NRIની ઓળખ આપનાર વ્યક્તિ ગલ્લા પાસે પહોંચી ગયો અને ગલ્લા માંથી રૂપિયાની ચોરી કરી.
સમગ્ર ઘટના CCTV  કેદ 
જોકે અજાણ્યો વ્યક્તિ ગલ્લા માંથી રૂપિયા પોતાના પર્સમાં રાખ્યા ત્યારે દુકાનમાં કામ કરી રહેલી છોકરો ત્યાં આવી પહોંચ્યા અજાણ્યા સ્ત્રી, પુરુષ અને બાળકી ત્યાંથી નાસી ગયા હતાં. જે બાદ દુકાનના માણસે વેપારીને પૂછતા વેપારીને કઈ પણ ખ્યાલ નહિ હોવાનું જણાવ્યું હતું. વેપારીને શંકા જતા તેને દુકાનના CCTV ચકાસતા સમગ્ર હકીકત સામે આવી હતી.
વેપારીની નજર સામે જ ગલ્લામાં હાથ નાખી રોકડા રૂપિયા ચોરી લીધા
વેપારીના જણાવ્યા મુજબ અજાણ્યા પુરુષે વેપારીને પોતાના પર્સમાં ડોલર બતાવ્યા બાદ વેપારીને કોઈ પણ વસ્તુનો ખ્યાલ રહ્યો નો હતો. જોકે ગલ્લા સુધી અજાણ્યો વ્યક્તિ પહોચ્યો અને વેપારીની નજર સામે જ ગલ્લામાં હાથ નાખી રોકડા રૂપિયા ચોરી લીધા હતા. હાલતો વેપારીની ફરિયાદને આધારે બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ આ મામલાને વેપારીની નજર ચૂકવી ચોરી કરી હોવાની ઘટના બતાવી રહી છે. ત્યારે હવે ખરેખર હકીકત શું છે તે આરોપી પકડાયાં બાદ જ ખ્યાલ આવશે.
અહેવાલ -પ્રદિપ કચિયા,અમદાવાદ
આપણ  વાંચો -અમદાવાદમાં રિક્ષા ચાલકની દાદાગીરી, મુસાફરને માર મારીને બળજબરીથી પૈસા પડાવ્યા
Tags :
AhmedabadBhopalbusinessmancheatedGujaratManipur Village
Next Article