Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જુનાગઢ ખાતે રાજ્યકક્ષાનો ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો, રાજયપાલ આચાર્ય દેવવ્રત દ્વારા લહેરાવાયો તિરંગો

રાજ્યકક્ષાનો ધ્વજારોહણનો કાર્યક્રમ : આજે ભારતભરમાં લોકો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે. ભારતના તીરંગાને સલામી આપીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં રાજ્યકક્ષાના પ્રોગ્રામની ઉજવણી જુનાગઢ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ...
12:31 PM Jan 26, 2024 IST | Harsh Bhatt

રાજ્યકક્ષાનો ધ્વજારોહણનો કાર્યક્રમ : આજે ભારતભરમાં લોકો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે. ભારતના તીરંગાને સલામી આપીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં રાજ્યકક્ષાના પ્રોગ્રામની ઉજવણી જુનાગઢ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા.

ગુજરાતના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં રાષ્ટ્રવીર શ્રી છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, પોલીસ પરેડ ગ્રાઉન્ડ બિલખા રોડ ખાતે  થઈ રહી છે. આચાર્ય દેવવ્રત દ્વારા અહી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારે મુખ્યમંત્રી પણ આ ક્ષણે હાજર રહ્યા હતા.

ધ્વજારોહણના કાર્યક્રમ અંતર્ગત હેલીકોપ્ટરથી ફૂલ વરસાવવામાં આવ્યા

ધ્વજારોહણ કાર્યક્રમ

આ ધ્વજારોહણના કાર્યક્રમના દરમિયાન ફૂલ પણ હેલીકોપ્ટર દ્વારા વરસાવવામાં આવ્યા હતા. આચાર્ય દેવવ્રત દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યા હતા.

પરેડ બની આકર્ષણનું કેન્દ્ર

આ ધ્વંજવંદનના કાર્યક્રમ બાદ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. તો સાથે ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા દિલધડક બાઈક સ્ટંટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ધ્વજારોહણ કાર્યક્રમ ( બાઇક સ્ટંટ )

 

આ ઉપરાંત  અશ્વ શો, ડોગ શો, બાઈક સ્ટંટ શો યોજવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત પોલીસના 256 જવાનો 512 મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ગઈકાલે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો

પ્રજાસત્તાક પર્વ અગાઉ પ્રજાસત્તાક સંધ્યાએ જૂનાગઢ ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો.આ સાથે કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય સાંસ્કૃતિક‘સોરઠ ધરા સોહામણી’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને એક જ દિવસે 781 કરોડના 617 કામોની ભેટ આપી હતી. આ સાથે મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગર, જિલ્લાના નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે અઢી-અઢી કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત પણ કરી હતી.

સી આર પાટીલે ગાંધીનગર કમલમ્ ખાતે ધ્વજારોહણ કર્યું 

ગુજરાતના મુખ્યમંત્રીએ જ્યારે જુનાગઢ ખાતે ધ્વજારોહણ કર્યું હતું ત્યારે બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગાંધીનગર કમલમ ખાતેથી ધ્વજારોહણ કર્યું હતું અને આ ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમના ઉપક્રમે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો -- ગણતંત્ર દિવસ પર ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ કહ્યું – 22 જાન્યુઆરી 500 વર્ષના ત્યાગનું પરિણામ

Tags :
26 janaacharya devvratBhupendra PatelCM GujaratGujaratJunagadhrajyapalRepublic Day
Next Article