Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM MODI ના જન્મદિનની ઉજવણીની તૈયારી માટે કમલમમાં ખાસ બેઠક યોજાઇ

અહેવાલ---રીમા દોશી, અમદાવાદ આગામી 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi)નો જન્મદિન છે. વડાપ્રધાનના જન્મદિનને ધામધૂમપુર્વક ઉજવવા માટે ભાજપ (bjp) દ્વારા તડામાર તૈયારીઓ શરું કરી દેવાઇ છે. ગાંધીનગર કમલમ ખાતે આ માટે યુવા મોરચાની મહત્વની બેઠક મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર...
pm modi ના જન્મદિનની ઉજવણીની તૈયારી માટે કમલમમાં ખાસ બેઠક યોજાઇ
અહેવાલ---રીમા દોશી, અમદાવાદ
આગામી 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi)નો જન્મદિન છે. વડાપ્રધાનના જન્મદિનને ધામધૂમપુર્વક ઉજવવા માટે ભાજપ (bjp) દ્વારા તડામાર તૈયારીઓ શરું કરી દેવાઇ છે. ગાંધીનગર કમલમ ખાતે આ માટે યુવા મોરચાની મહત્વની બેઠક મળી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિના કારણે  સફળતા મળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં પોતાના સુશાસનના 9 વર્ષ પૂર્ણ કર્યા છે અને વિવિધ ક્ષેત્રોમાં તેમની ઉપલબ્ધીઓના કારણે સામાન્ય વ્યક્તિને લાભ થયો છે. તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી G-20 બેઠકને ખુબ જ સફળતા મળી છે. આ બેઠકમાં ભારતની રાજદ્વારી જીત થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિના કારણે આ સફળતા મળી છે અને વિશ્વમાં તેની પ્રશંસા પણ થઇ રહી છે.
કમલમ ખાતે ખાસ બેઠક યોજવામાં આવી 
આગામી 17મી સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિન આવી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમના જન્મદિનને ધામધૂમપુર્વક ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારી શરુ કરાઇ છે. રાજ્યના ભાજપ યુવા મોરચા દ્વારા આ માટે કમલમ ખાતે ખાસ બેઠક યોજવામાં આવી હતી.
 બ્લડ ડોનેશન કેમ્પથી લઇ મેડિકલ કેમ્પનું આયોજન 
પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  આગામી દિવસોમાં યોજાનાર કાર્યકમોની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં તમામ જિલ્લા અને મહાનગરોના પ્રમુખ હાજર રહ્યા હતા અને  PM મોદીના જન્મદિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું. પીએમના જન્મદિને  બ્લડ ડોનેશન કેમ્પથી લઇ મેડિકલ કેમ્પનું આયોજન કરાશે તથા દરેક તાલુકા અને ગ્રામ્ય સ્તર પર વિવિધ રીતે ઉજવણી કરવામાં આવશે.
સોશિયલ મીડિયા મીટનું આયોજન 
બ્લડ ડોનેશન કેમ્પમાં  50 હજારથી વધુ રક્ત એકત્ર કરવાનું યુવા મોરચાનું આયોજન છે. ખાસ કરીને  સોશિયલ મીડિયાના યુગમાં આગામી સમયમાં મહત્વની મીટીંગનું આયોજન પણ કરવાનું નક્કી કરાયું છે. સંગઠનના કાર્યકર્તાઓ સાથે સોશિયલ મીડિયા મીટનું આયોજન કરાશે.
Advertisement
Tags :
Advertisement

.