OMG: બોસ..! ગઇ કાલે આપણે બચી ગયા...વાંચો..શું થયું...
આપણી પૃથ્વી (Earth) એક મોટી ઘટનામાંથી બચી ગઈ છે. ગઇ કાલે 13મી સપ્ટેમ્બરે મોટી દુર્ઘટના થવાની હતી, પરંતુ સદનસીબે આ મોટી ઘટના ટળી ગઇ હતી. આ જાણકારી ખુદ અમેરિકન સ્પેસ એજન્સી 'નાસા' દ્વારા આપવામાં આવી છે. નાસાએ જણાવ્યું કે 13...
04:21 PM Sep 14, 2023 IST
|
Vipul Pandya
આપણી પૃથ્વી (Earth) એક મોટી ઘટનામાંથી બચી ગઈ છે. ગઇ કાલે 13મી સપ્ટેમ્બરે મોટી દુર્ઘટના થવાની હતી, પરંતુ સદનસીબે આ મોટી ઘટના ટળી ગઇ હતી. આ જાણકારી ખુદ અમેરિકન સ્પેસ એજન્સી 'નાસા' દ્વારા આપવામાં આવી છે. નાસાએ જણાવ્યું કે 13 સપ્ટેમ્બર, બુધવારે આપણી પૃથ્વીની નજીકથી લગભગ 180 ફૂટ લાંબો સ્પેસ રોક (ઉલ્કા) પસાર થયો. તેમણે કહ્યું કે તેને એસ્ટરોઇડ 2023 RH2 નામ આપવામાં આવ્યું છે, તે પહેલાથી જ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો હતો. આ ઉલ્કા સૂર્યની આસપાસ તેની ભ્રમણકક્ષામાં 77 હજાર 303 કિમી પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરી રહી છે. તે પૃથ્વીના લગભગ 4.3 મિલિયન કિલોમીટરના અંતરેથી પસાર થઇ હતી. સદનસીબે તે ધરતી સાથે અથડાઇ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
અડધા અબજ એસ્ટરોઇડ્સ સૂર્યની પરિક્રમા કરી રહ્યા છે
નાસાના જણાવ્યા અનુસાર, અવકાશમાંથી દરરોજ કોઈને કોઈ ખતરાના સંકેત પૃથ્વી પર આવે છે. ક્યારેક એસ્ટરોઇડ અને ક્યારેક ઉલ્કાઓ આપણી પૃથ્વીની નજીકથી દરરોજ પસાર થતા રહે છે. ક્યારેક તેઓ કદમાં મોટા હોય છે તો ક્યારેક તેઓ કદમાં નાના હોય છે. પરંતુ જો ઉલ્કાપિંડનો કોઈ ભાગ ધરતી પર પડે તો તે મોટો વિનાશ સર્જી શકે છે. એસ્ટરોઇડને લઘુગ્રહ પણ કહેવાય છે. આ આપણા સૌરમંડળની રચના પછી બચેલા ખડકાળ ટુકડાઓ છે જે સૂર્યની આસપાસ ફરે છે. આપણા સૌરમંડળમાં 4 મીટરથી વધુ વ્યાસ ધરાવતા લગભગ અડધા અબજ એસ્ટરોઇડ્સ સૂર્યની પરિક્રમા કરી રહ્યા છે.
એસ્ટરોઇડનું કદ લગભગ 180 ફૂટ હતું
નાસાએ કહ્યું છે કે એસ્ટરોઇડનું કદ લગભગ 180 ફૂટ હતું. તેને મોટા એરોપ્લેનની સમકક્ષ ગણી શકાય. પરંતુ તે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું હતું. જો તે પૃથ્વી સાથે અથડાયુ હોત તો ભારે વિનાશ સર્જ્યો હોત. વૈજ્ઞાનિકોએ કહ્યું કે જો આટલો મોટો એસ્ટરોઇડ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં પડ્યો તો તેને ભારે નુકસાન થઈ શકે છે. નાસા સહિત અન્ય અવકાશ એજન્સીઓ વિવિધ ટેલિસ્કોપની મદદથી એસ્ટરોઇડનું નિરીક્ષણ કરે છે અને તેમના વિશે ચેતવણીઓ જારી કરે છે. આ એસ્ટરોઇડ મુખ્યત્વે ગુરુ અને મંગળની ભ્રમણકક્ષા વચ્ચે સ્થિત એસ્ટરોઇડ પટ્ટામાં જોવા મળે છે.
Next Article