ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં લાગી આગ, સ્ટ્રોંગ રૂમ સલામત હોવાનો કરાયો દાવો
ગાંધીનગરમાં આવેલા કર્મચારી સેવા પસંગી મંડળની ઓફિસમાં આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આગ લાગતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના કારણે ર્મચારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર, શોર્ટ સર્કિટ થવાના કારણે ગૌણ સેવા પસંદગી ભવનની ઓફિસમાં આગ લાગી હતી. આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ હાલ આગ કાબૂમાં લઈ લેવામાં આવી છે. અને આ ઘટનામાં મોટી જાનહાનિ થવાની કોઈ જાણકારી પણ સામે આવી નથી.
આ ઉપરાંત ઉત્તરવહીઓને કોઇ પણ પ્રકારનું નુકસાન નહી થયું હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જેથી જે પરિક્ષાઓનું આયોજન જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઇ હતી તેની તમામ ઉત્તરવહીઓ અને સામાન સુરક્ષીત હોવાનો દાવો ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ચાલ્યું દાદાનું બુલડોઝર, થલતેજમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા