Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગ્રેટર નોઈડામાં ભરબપોરે સરાજાહેર નિવૃત્ત ગૃહ મંત્રાલયના અધિકારીનું કરાયું મર્ડર

એક વૃદ્ધને ગોળી મારીને હત્યા કરવામાં આવી મૃતકની ઓળખ ગૃહ મંત્રાલયના નિવૃત્ત અધિકારી હતાં મૃતકની ઓળખ હરિ પ્રસાદ તરીકે થઈ છે Greater noida Murder: આજરોજ ગ્રેટર નોઈડાના ગ્રેનો વેસ્ટમાં બિસરાખ Police Station વિસ્તારમાં સ્ટેલર જીવન સોસાયટી નજીક બપોરે એક...
ગ્રેટર નોઈડામાં ભરબપોરે સરાજાહેર નિવૃત્ત ગૃહ મંત્રાલયના અધિકારીનું કરાયું મર્ડર
  • એક વૃદ્ધને ગોળી મારીને હત્યા કરવામાં આવી

  • મૃતકની ઓળખ ગૃહ મંત્રાલયના નિવૃત્ત અધિકારી હતાં

  • મૃતકની ઓળખ હરિ પ્રસાદ તરીકે થઈ છે

Greater noida Murder: આજરોજ ગ્રેટર નોઈડાના ગ્રેનો વેસ્ટમાં બિસરાખ Police Station વિસ્તારમાં સ્ટેલર જીવન સોસાયટી નજીક બપોરે એક વૃદ્ધને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુનેગારોએ હત્યા કરી ત્યારે વૃદ્ધા ગ્રીન બેલ્ટમાં બેંચ પર બેઠો હતો. જ્યારે પરિવારને વૃદ્ધના મૃતદેહ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં. ત્યારે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનાને લઈ એક અનોખી માહિતી સામે આવી છે.

Advertisement

મૃતકની ઓળખ ગૃહ મંત્રાલયના નિવૃત્ત અધિકારી હતાં

ત્યારે મૃતકની ઓળખ ગૃહ મંત્રાલયના નિવૃત્ત અધિકારી હરિ પ્રસાદ તરીકે થઈ છે. મૃતદેહની માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે વ્યક્તિને માથામાં વાર કરવામાં આવ્યો છે. Police એ જણાવ્યું કે ઈજાનું કારણ શું છે, આ માહિતી હજુ સુધી સામે આવી નથી. પરંતુ માથામાં ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હોય તેવું લાગી રહ્યું છે. લોકોનું કહેવું છે કે વૃદ્ધને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. Police એ ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને Postmortem માટે મોકલી આપ્યો દીધો છે.

Advertisement

મૃતકની ઓળખ હરિ પ્રસાદ તરીકે થઈ છે

ડીસીપી સેન્ટ્રલ નોઈડા સુનિતિએ જણાવ્યું હતું કે ગ્રેટર નોઈડા પશ્ચિમમાં બિસરાખ Police Station વિસ્તાર હેઠળ સ્ટેલર જીવન સોસાયટી પાસે ગ્રીન બેલ્ટમાં એક વૃદ્ધ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે વ્યક્તિને માથામાં ઈજા હતી. Postmortem રિપોર્ટ આવ્યા બાદ જ ઈજાના કારણની પુષ્ટિ થશે. ડીસીપીએ જણાવ્યું કે મૃતકની ઓળખ હરિ પ્રસાદ તરીકે થઈ છે. જે સ્ટેલર જીવન સોસાયટીમાં રહેતા હતાં. મૃતકના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે અને તેઓ ઘટનાસ્થળે હાજર છે.

આ પણ વાંચો: Paris Olympic 2024 : કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ વિનેશ ફોગાટના કેસમાં ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો

Advertisement

Tags :
Advertisement

.