Ambaji : અંબાજી મંદિર ખાતે પ્રક્ષાલન વિધિ યોજાઈ
અહેવાલ---શકિતસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખ સંપન્ન...
Advertisement
અહેવાલ---શકિતસિંહ રાજપુત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે,ત્યારે ભાદરવી મહામેળા બાદ અંબાજી મંદિર ખાતે પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે અને આ વિધિના પગલે બપોર બાદ અંબાજી મંદિર બંધ રહેતું હોય છે .આ સમયગાળા દરમિયાન માઇ ભક્તો માતાજીના દર્શન કરી શકતા નથી અને રાત્રે 9:00 વાગે માતાજીની આરતી કરવામાં આવે છે.મંદિરની સાફ-સફાઈ કર્યા બાદ સમગ્ર મંદિર પરિસરને પાણી વડે ધોવામાં આવે છે.
સોની પરીવાર દ્વારા સાફ સફાઇ કરવામાં આવે છે
અંબાજી મંદિર ખાતે આ વિધિમાં માતાજીની તમામ સવારીઓ,માતાજીના હાર સહીતના સોના ચાંદીના આભૂષણ ગર્ભગૃહ થી બહાર લાવીને સોની પરીવાર દ્વારા સાફ સફાઇ કરવામાં આવે છે. આ પ્રસંગે અંબાજી મંદિરના ચેરમેન, વહીવટદાર,જીલ્લા પોલીસ વડા સહિત અંબાજી મંદિરના વહીવટદાર હાજર રહ્યા હતા. આ વિધિ વર્ષમાં એક વખત યોજાય છે જેમા અંબાજી મંદિર બપોર બાદ દર્શન માટે બંધ રાખવામાં આવે છે. રાત્રે 9 વાગે માતાજીની આરતી કરવામાં આવી હતી.માતાજીના યંત્રના દર્શન કરવા માટે વીઆઇપી મોટી સંખ્યામાં આવ્યા હતા.
સોની પરીવાર દ્વારા 20,501 કિંમતની સોનાની પૂતળી દાન પેટે અપાય છે
અંબાજી મંદિર ખાતે ભાદરવી મહાકુંભ પૂર્ણ થયા બાદ લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે અને અંબાજી આવેલાં ભક્તો પૈકી કોઇક ભક્તો દ્વારા પવિત્રતા ન જળવાઈ હોય તેના માટે મહામેળો પૂર્ણ થયા બાદ આ પ્રક્ષાલન વિધિ યોજાય છે. વર્ષોથી આ વિધી મેળો 7 દિવસનો પૂર્ણ થયા બાદ યોજાય છે જેમા મંદિરનાં ગર્ભગૃહ થી લઇને સમગ્ર મંદિર પરિસર ને ધોવામાં આવે છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજના આગેવાનીમાં આ વિધી યોજાય છે, જેમા સોની પરીવાર વર્ષોથી આ વિધિમાં ખાસ અમદાવાદથી અંબાજી આવી માતાજીના સોના ચાંદીના આભૂષણો સહિતની વસ્તુઓની સાફ સફાઇ કરે છે અને સોની પરીવાર દ્વારા 20,501 કિંમતની સોનાની પૂતળી દાન પેટે અપાય છે. અંબાજી મંદીરની આ વિધિમાં સ્વયં સેવકો, મંદિર સ્ટાફ અને અંબાજી ગામના લોકો મંદિર સાફ સફાઇ કરવા આવતા હોય છે. સોની પરીવાર પણ આ દીવસે અચૂક અંબાજી મંદિર ખાતે આવે છે. આજે મંદિર બંધ હોવાથી આખુ મંદિર પરિસર ખાલી ખાલી જોવા મળ્યું હતુ.
9 વાગે સાંજની આરતી કરવામાં આવી
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રક્ષાલન વિધિ યોજાઇ હતી અને બપોર બાદ માતાજીનું મંદિર બંધ રહેવા પામ્યું હતું અને રાત્રે 9 વાગે માતાજીની આરતી કરવામાં આવી હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને પ્રસાદ માટે લાઇનો લાગી હતી.
2 ઓક્ટોબરથી દર્શન સમય રાબેતા મુજબ
ભાદરવી મેળાના કારણે મંદિરનો દર્શન સમય વધારવામાં આવ્યો હતો. હવે 2/10/23 થી અંબાજી મંદિર નો દર્શન સમય રાબેતા મુજબનો રહેશે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તન્મય ઠાકરે પ્રક્ષાલન વિધિ વિશે જણાવ્યું કે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અમદાવાદનો સોની પરીવાર આ વિધીમાં જોડાય છે.