Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LOC ના છેલ્લા ગામને ભારતીય સેનાની અમૂલ્ય ભેટ, સેનાએ દર્શાવી પ્રતિબદ્ધતા..

આજે સ્વતંત્રતા દિવસના અવસરે  ભારતીય સેના (Indian Army)એ નિયંત્રણ રેખા (એલઓસી) (LOC) પરના છેલ્લા ગામને એક અમૂલ્ય ભેટ આપી છે. ભારતીય સેનાએ ઉત્તર કુપવાડા જિલ્લાના મચ્છલ સેક્ટરના ડન્ના ગામના સ્થાનિક લોકોને મચ્છલ નાલા પરનો પુલ સમર્પિત કરીને "સ્વતંત્રતા દિવસની ભેટ"...
06:03 PM Aug 15, 2023 IST | Vipul Pandya
આજે સ્વતંત્રતા દિવસના અવસરે  ભારતીય સેના (Indian Army)એ નિયંત્રણ રેખા (એલઓસી) (LOC) પરના છેલ્લા ગામને એક અમૂલ્ય ભેટ આપી છે. ભારતીય સેનાએ ઉત્તર કુપવાડા જિલ્લાના મચ્છલ સેક્ટરના ડન્ના ગામના સ્થાનિક લોકોને મચ્છલ નાલા પરનો પુલ સમર્પિત કરીને "સ્વતંત્રતા દિવસની ભેટ" આપી છે. આ ગામ નિયંત્રણ રેખા પરનું છેલ્લું ગામ છે. આ ગામ પછી તુરત પાકિસ્તાન છે.
115 ફૂટ લાંબા પુલને ભગત બ્રિજ નામ આપવામાં આવ્યું
સેનાના તરફથી જણાવાયું હતું કે, "વીર ચક્ર સ્વ. મેજર ભગત સિંહની યાદમાં 115 ફૂટ લાંબા પુલને ભગત બ્રિજ નામ આપવામાં આવ્યું છે. સ્વર્ગીય મેજર ભગત સિંહે 1965ના યુદ્ધમાં આ વિસ્તારની રક્ષા કરતા પોતાનો જીવ આપી દીધો હતો." તેમણે કહ્યું કે ભારતના આ બહાદુર સપૂતની યાદમાં દન્ના ગામને ભગત ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભૂતપૂર્વ સૈનિકે પુલની રિબીન કાપી
ભારતીય સેનાના એક ભૂતપૂર્વ સૈનિકે પુલને ગ્રામજનોને સમર્પિત કરવા માટે રિબીન કાપી હતી. ભારતીય સેના ઉપરાંત, 90 વર્ષીય 1971ના યુદ્ધના અનુભવી સિપાહી મિયાં ગુલ ખાને અન્ય સ્થાનિક મહાનુભાવોની હાજરીમાં રિબન કાપી હતી. મિયાં ગુલ ખાન આ વિસ્તારના રહેવાસી છે.
ભારતીય સેનાના એન્જિનિયરોના અથાગ પ્રયત્નો
ભારતીય સેનાના એન્જિનિયરોના અથાગ પ્રયત્નોથી આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. મચ્છલ નાળા પર રોડ અને પુલના અભાવને લગતી મુશ્કેલીઓમાંથી સ્થાનિક લોકોને રાહત આપવા માટે સેનાએ સતત વરસાદ અને અત્યંત કપરી પરિસ્થિતિ છતાં બે મહિના સુધી અથાક મહેનત કરી. આ પુલ જમ્મુ અને કાશ્મીરના લોકો પ્રત્યે ભારતીય સેનાની પ્રતિબદ્ધતાનો સાક્ષી છે, પછી તે સરહદોની રક્ષા કરે અથવા તેમને સમૃદ્ધ અને શાંતિપૂર્ણ કાશ્મીરના નિર્માણમાં સમર્થન આપે. આ કાર્યક્રમમાં સાત ગામોના બાળકો, મહિલાઓ અને વડીલોએ ભાગ લીધો હતો. આ પુલના નિર્માણથી આ પ્રાચીન વિસ્તારમાં પ્રવાસીઓ પણ પુષ્કળ પ્રમાણમાં આવશે.

આ પણ વાંચો----અલવિદા: સલામત અને સસ્તી ટોયલેટ ટેકનોલોજી વિકસાવનાર બિંદેશ્વર પાઠક માટે રસ્તો આસાન ન હતો
Tags :
Indian-ArmyLOCMachhal Nalaprecious gift
Next Article