Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP : PM MODI ના ફોટા વાળો નવો ખેસ લોન્ચ કરાયો 

ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI)  મંગળવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી તે ખુલ્લી જીપ દ્વારા નજીકમાં બનાવાયેલા સભાસ્થળે પહોંચ્યા હતા. તાજેતરમાં સંસદમાં મહિલા અનામત બિલ પાસ થતાં મહિલાઓ દ્વારા તેમને સન્માનવાનો...
bjp   pm modi ના ફોટા વાળો નવો ખેસ લોન્ચ કરાયો 
ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI)  મંગળવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી તે ખુલ્લી જીપ દ્વારા નજીકમાં બનાવાયેલા સભાસ્થળે પહોંચ્યા હતા. તાજેતરમાં સંસદમાં મહિલા અનામત બિલ પાસ થતાં મહિલાઓ દ્વારા તેમને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
ભાજપે નવો ખેસ લોન્ચ કર્યો
નારી શક્તિ વંદન નામના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પહોંચ્યા છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ છે. આ કાર્યક્રમમાં ભાજપે નવો ખેસ લોન્ચ કર્યો છે. આ ખેસની ખાસિયત એ છે કે તેની પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવેલો છે અને બીજી તરફ પક્ષનું ચિન્હ કમળનો ફોટો છે અને બીજેપી લખવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવો ખેસ પહેરાવી તેમનું અભિવાદન કર્યું
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવો ખેસ પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું. ભાજપ અવાર નવાર આ પ્રકારના પ્રયોગો કરતું રહે છે. વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપે ટોપી લોન્ચ કરી હતી. હવે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી તથા લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીના ફોટા વાળો નવો ખેસ લોન્ચ કર્યો છે.
Advertisement
Tags :
Advertisement

.