Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat :  હરિયાળ GIDCમાં મોડી સાંજે યાર્ન કંપનીમાં ભીષણ આગ 

અહેવાલ---ઉદય જાદવ, સુરત  સુરત જિલ્લામાં  માંડવી તાલુકાના હરિયાળ જીઆઈડીસીમાં યાર્ન તેમજ ધાગા બનાવતી એક કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી.આગની ઘટનાને પગલે ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતોઅને આગમાં કાબૂમાં લેવાના પ્રયાસો હાથ...
surat    હરિયાળ gidcમાં મોડી સાંજે યાર્ન કંપનીમાં ભીષણ આગ 
અહેવાલ---ઉદય જાદવ, સુરત 
સુરત જિલ્લામાં  માંડવી તાલુકાના હરિયાળ જીઆઈડીસીમાં યાર્ન તેમજ ધાગા બનાવતી એક કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી.આગની ઘટનાને પગલે ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતોઅને આગમાં કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
 ચોકસી ટેકશોલી નામની કંપનીમાં મોડી સાંજે આગ
સુરત જિલ્લામાં વધુ એક કંપનીમાં આગની ઘટના બની છે.માંડવી તાલુકાના હરીયાલ GIDC માં યાર્ન બનાવતી ચોકસી ટેકશોલી નામની કંપનીમાં મોડી સાંજે આગ લાગતા અફરા તફરી મચી ગઇ.કંપની ની બાજુમાં રહેતા રહીશો ગભરાઈ ગયા હતા અને કંપનીથી દૂર ચાલ્યા ગયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કંપનીમાં રહેલ યાર્નનો જથ્થો આગની લપેટમાં આવી ગયો.
આગને કાબૂમાં લેવાના પ્રયાસો
ઘટના ને પગલે હાલ માંડવી પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો છે.ત્યારે હાલ તો આ આગની ઘટનામાં કંપની માલિકને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આગની ઘટનાને લઈ 5 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે અને બેકાબૂ બનેલી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.