Saputama ઘાટમાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી, 70 જેટલા પ્રવાસીઓ...
Saputara Ghat: સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી હોવાના સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો સાપુતારા (Saputara) પોલીસ અને 108 ની ટીમ દ્વારા બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ લક્ઝરી બસમાં 70 જેટલાં પ્રવાસીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે સમગ્ર ઘટનામાં કેટલાક પ્રવાસીઓ ઇજાગ્રસ્થ થયાના સમાચાર પણ સામે આવ્યા છે.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા
નોંધનીય છે કે, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા છે. અહીં હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહીં છે. મળતી વિગતો પ્રમાણે સુરતથી સાપુતારા (Saputara) પ્રવાસીઓ લઈને આવેલ બસ ખીણમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ બસ સાપુતારાથી પરત સુરત જતા સમયે ઘટના બની છે. અકસ્માતમાં ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતમાં બે બાળકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બસના ડ્રાઇવરને ગંભીર ઇજા છે. આ સાથે સાથે દુઃખની વાત એ છે કે, અકસ્માતમાં બે બાળકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. બસમાં સવાર તમામને બહાર કઢાયા હતા. નોંધનીય છે કે, સાપુતારા (Saputara) પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં બે બાળકોના મોત થતા અત્યારે પંથકમાં શોકનો માહોલ છે.
વિગતે વાત કરવામાં આવે તો આ ઘટનામાં બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ દીવાલ કૂદીને ખીણમાં ખાબકી હતી. નોંધનીય છે કે, અત્યારે બસને JCB અને ક્રેનનની મદદથી ઘાટમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.