Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

અમદાવાદના પીરાણા નજીક પીપડ રોડ પર બાલાજી પેટ્રોલ પંપ પાસે સ્પંચ કંપનીમાં ભીષણ આગ લાગી છે. ફાયરબ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. આગ એટલી વિકરાળ છે ક 5થી કિલોમીટર દૂર સુધી આગની અસર...
12:28 PM Apr 22, 2023 IST | Hiren Dave

અમદાવાદના પીરાણા નજીક પીપડ રોડ પર બાલાજી પેટ્રોલ પંપ પાસે સ્પંચ કંપનીમાં ભીષણ આગ લાગી છે. ફાયરબ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. આગ એટલી વિકરાળ છે ક 5થી કિલોમીટર દૂર સુધી આગની અસર જોવા મળી રહી છે. ફાયર વિભાગે આગ બુજાવવાની કામગીરી હાથ ધરી છે

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/04/VBMM9ZLS5ur6TXSV.mp4

જો કે હજુ સુધી આગમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. આ આગ ક્યા કારણોસર લાગી તે પણ અકબંધ છે. હાલ આગને બુજાવવાની કામગીરી ચાલી રહી છે. આગ લાગી એ સમયે કેટલાક લોકો કંપનીમાં અંદર હતા જો કે સદ્દનસીબે તેઓ સમયસર બહાર નીકળી જતા તેઓ હાલ સલામત છે. સ્પંચ નામની કંપનીમાં પ્લાસ્ટિકના જથ્થામાં આગ લાગી હતી.

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ  કર્યો

શરૂઆતમાં બેથી ત્રણ ફાયર વિભાગની ગાડીઓ મોકલવામાં આવી હતી પરંતુ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગની અન્ય ગાડીઓ પણ બોલાવાઈ હતી. આગના સ્થળેથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ફેલાયા છે. ઘટનાને ગંભીરતાને જોતા ફાયર વિભાગના અધિકારીઓ તાત્કાલિક દોડી ગયા હતા અને 17  જેટલા ફાયર ટેન્ડર આગ બુજાવવામાં લાગેલા છે. ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કર્યો છે.

સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. સાથોસાથ 108 ઈમરજન્સી ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. જેથી કરીને જો કોઈ વ્યક્તિ દાજે કે ફસાય તો તેમને તાત્કાલિક સારવાર આપી શકાય તે માટેની તૈયારી પણ રાખવામાં આવી છે. હાલ 50 ટકા જેટલી આગ કાબુમાં આવી ચુકી છે પરંતુ હજુ પણ આગ ચાલુ હોવાથી ફેલાઈ પણ રહી છે

 

આપણ  વાંચો - અમિત ચાવડાએ કર્યા ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું- ખોટી ફરિયાદો કરી યુવરાજસિંહને જેલમાં મોકલ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AhmedabadFactory fireFire Brigade Major ColPirana-Pipalaj Road
Next Article