Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Hemil: ભારતીય યુવકનું યુક્રેન મિસાઈલ હુમલામાં મોત, રશિયન સેનામાં કરતો હતો કામ

Hemil: રશિયા અને યુક્રેનમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યારે રશિયા સતત યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન રશિયામાં એક 23 વર્ષીય ભારતીય યુવકનું યુક્રેન મિસાઈલ હુમલામાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે આ 23...
03:46 PM Feb 25, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarati young man Hemil

Hemil: રશિયા અને યુક્રેનમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યારે રશિયા સતત યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન રશિયામાં એક 23 વર્ષીય ભારતીય યુવકનું યુક્રેન મિસાઈલ હુમલામાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે આ 23 વર્ષનો યુવક ગુજરાતનો રહેવાસી હતો. ઉલ્લેખનીય છે કે, તે સુરક્ષા હેલ્પર તરીકે રશિયન સેનામાં સામેલ હતો. આ હુમલામાં બચી ગયેલા એક ભારતીય કર્મચારીએ જણાવ્યું કે, 21 ફેબ્રુઆરીએ યુક્રેને કરેલા હુમલા કરવામાં આવતા રશિયન સેનામાં જોડાયેલો આ ગુજરાતી યુવક મૃત્યું પામ્યો હતો.

હેમિલ રશિયન સેનામાં થોડા સમય પહેલા જ થયો હતો

મીડિયા એજન્સી દ્વારા મળતી વિગતો પ્રમામે વાત કરવામાં આવે તો, જે ભારતીય યુવકનું મિસાઈલ હુમલામાં મોત થયું છે, તે રશિયા-યુક્રેન બોર્ડર પર આવેલા ડોનેત્સ્ક વિસ્તારમાં તૈનાત હતો. આ સાથે તેના ફાયરિંગની તાલીમ પણ આપવામાં આવી હતીં. મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો, ગુજરાતના સુરત જિલ્લાના રહેવાસી હેમિલ અશ્વિનભાઈ મંગુકિયા ડિસેમ્બર 2023માં રશિયા ગયો હતો અને ત્યાર પછી તે રશિયન આર્મીમાં જોડાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ મહિલાની શરૂઆતમાં હેમિલના પિતા ભારતીય વિદેશ મંત્રાલયના પત્ર લખીને તેને ઘરે પાછો લાવવા માટે મદદ માંગી હતી. આ સાથે સાથે રશિયન સેના સાથે જોડાયેલા કેટલાક ભારતીયોએ પણ ભારતીય દુતાવાસનો સંપર્ક કર્યો હતો.

હેમિલનું મિસાઈલ હુમલામાં મોત થયું

મળતી વિગતો પ્રમાણે હેમિલના પિતાએ જણાવ્યું કે, 20 ફેબ્રુઆરીએ તેમની હેમિલ સાથે વાત થઈ હતી. તેના એક જ દિવસ બાદ હેમિલનું મિસાઈલ હુમલામાં મોત થયું હતું. આ સાથે વધુ વિગતે વાત કરીએ તો, હેમિલ 150 મીટર દુર સુધી ફાયરિંગ કરવાની અને મિસાઈલ હુમલો કરવાનો પ્રેક્ટિસ કરતો હતો. ત્યાં અચાનક હુમલો થયો અને તેનું મોત થયું હતું.

ભારતના 100 થી વધારે યુવાનો રશિયન સેનામા જોડાયા હતાં

થોયા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતાં કે, નેપાળ અને ભારતના કેટલાક લોકો રશિયન સેનામાં ભરતી થયા હતાં. ભારતીય વિદેશ મંત્રાલયે પણ કહ્યું હતું કે, રશિયાની સેનામાં મદદ કરતા ભારતીય નાગરિકોને ઝડપથી ત્યાંથી નીકળી દેવામાં આવશે, જેના પર અત્યારે કામ પણ ચાલી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે રશિયાની સેનામાં ભારતના 100 થી વધારે યુવાનો જોડાયા હતાં.

આ પણ વાંચો: BSP : PM MODI સાથે લંચ કરનારા સાંસદ BJP માં જોડાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
india russia newsIndia-RussiaInternational NewsRussia Ukraine Crisisrussia ukraine newsRussia Ukraine TensionVimal Prajapati
Next Article