Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rath Yatra : નિજ મંદિરમાં ભગવાન શ્રી જગન્નાથનું અમી છાંટણા સાથે થયું ભવ્ય સ્વાગત

147th Rath Yatra : આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147 મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપી અત્યારે નિજ મંદિર પધાર્યો છે.  નિજ મંદિર ખાતે વરસાદે અમી છાંટણા સાથે ભગવાન...
rath yatra   નિજ મંદિરમાં ભગવાન શ્રી જગન્નાથનું અમી છાંટણા સાથે થયું ભવ્ય સ્વાગત
Advertisement

147th Rath Yatra : આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147 મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપી અત્યારે નિજ મંદિર પધાર્યો છે.  નિજ મંદિર ખાતે વરસાદે અમી છાંટણા સાથે ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત કર્યું છે. નોંધનીય છે કે, દર વખતે શ્રી પ્રભુનું વરસાદ અમી છાંટણા સાથે સ્વાગત કરે છે. તે નિત્ય ક્રમ આ વખતે પણ સચવાઈ રહ્યો છે.

Advertisement

રથયાત્રાના રૂટ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી

રથયાત્રાને લઈ ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રથયાત્રાના રૂટ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. નોંધનીય છે કે, દૂર-દૂરથી લોકો ભગવાન જગન્નાથનાં દર્શન કરવા માટે વહેલી સવારથી મંદિરે રાહ જોઈ રહ્યા હતા. ભગવાનનાં અલૌકિક સ્વરૂપનાં દર્શનમાત્ર થાય તેવી અભિલાષા ભક્તોમાં જોવા મળી રહી છે.

Advertisement

Advertisement

દેશભરમાંથી 2 હજાથી વધુ સાધુ-સંતો પધાર્યા

આ વર્ષે 147 મી રથયાત્રામાં (147RathYatra) 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા અને 18 ભજન મંડળી જોડાયા છે. સાથે જ ભગવાનના રથ ખેંચવા માટે 1 હજારથી 1200 જેટલા ખલાસીભાઈઓ પણ છે. દેશભરમાંથી 2 હજાથી વધુ સાધુ-સંતો પધાર્યા છે. સુરક્ષાની વાત કરીએ તો DG, ADG, IG, DIG સહિતના 5 અધિકારી તેમ જ 12 હજારથી વધુ પોલીસકર્મીઓ ઉપરાંત વિવિધ ટીમના 23,600 જવાનો ખડેપગે છે. રથયાત્રાના (147RathYatra) રૂટની વાત કરીએ તો નિજ મંદિરથી ભગવાનની નગરચર્ચાનો પ્રારંભ થશે. ત્યાર બાદ જમાલપુર દરવાજા, AMC, ઢાળની પોળ, ખાડીયા, કાલુપુર, સરસપુર, કાલુપુર, પ્રેમ દરવાજા, દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, ઘી કાંટા, પાનકોર નાકા, માણેકચોક અને ત્યાર બાદ નિજ મંદિર પરત ફરશે.

આ પણ વાંચો: Saputama ઘાટમાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી, 70 જેટલા પ્રવાસીઓ…

આ પણ વાંચો: Botad : અષાઢી બીજ પર્વે કષ્ટભંજન હનુમાનજીને 500 કિલો જાંબુના અન્નકૂટ સાથે વિશેષ શણગાર

આ પણ વાંચો: Rathyatra2024: કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah એ કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી

Tags :
Advertisement

Trending News

.

×