Dubai: યુપીની શહેઝાદીને ફાંસી અપાશે, વાંચો સમગ્ર કેસ....
- યુનાઈટેડ આરબ અમીરાતના દુબઈમાં ઉત્તર પ્રદેશના બાંદાની યુવતી શહેઝાદીને ફાંસી અપાશે
- દુબઇના દંપતીના બાળકનું મોત થતાં શહેઝાદી પર લાગ્યો આરોપ
- દુબઈની કોર્ટે ચાર મહિના પહેલા બાળકની હત્યા કરવા બદલ શહેઝાદીને ફાંસીની સજા સંભળાવી
Dubai : યુનાઈટેડ આરબ અમીરાતના દુબઈમાં ઉત્તર પ્રદેશના બાંદાની યુવતીને ફાંસી આપવામાં આવનાર છે. યુવતી હાલ દુબઈની જેલમાં બંધ છે. આ સમાચાર મળતાં જ યુવતીના માતા-પિતાની હાલત ખરાબ છે. પિતાના કહેવા મુજબ તેમને દુબઈથી ફોન આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમારી પુત્રી જેલમાં છે. તેને 20 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ફાંસી આપવામાં આવી શકે છે. દુબઈમાં ફસાયેલી બાંદાની આ યુવતીનું નામ શહેઝાદી છે.
વાલીઓએ સરકારને અપીલ કરી
માતા-પિતાનું કહેવું છે કે તેમની પુત્રી નિર્દોષ છે. તેમણે સરકારને તેમની પુત્રીને દેશમાં પરત લાવવાની અપીલ કરી છે. આઠ વર્ષની ઉંમરે રસોઈ બનાવતી વખતે શેહઝાદીનો ચહેરો ખરાબ રીતે દાઝી ગયો હતો. તે રોટી બેંકમાં નોકરી કરતી હતી. આ દરમિયાન ફેસબુક દ્વારા તે આગ્રાની રહેવાસી ઉઝૈરના સંપર્કમાં આવી હતી. શહેઝાદી તેના પ્રેમની જાળમાં ફસાઈ ગઈ. આ પછી તેણે શહેઝાદીને આગ્રા બોલાવી હતી.
આ પણ વાંચો----Kim Jong: આને કહેવાય તાનાશાહ...એક સાથે 30 અધિકારીને આપી ફાંસી....
ઉઝૈરે તેને છેતરપિંડી કરીને દુબઈ મોકલી
માતા-પિતાના જણાવ્યા અનુસાર, ઉઝૈરે શહેઝાદીને કહ્યું કે તેના ચહેરાની સારવાર દુબઈમાં કરવામાં આવશે. આ બહાના હેઠળ તેણે શહેઝાદીને દુબઈમાં રહેતા ફૈઝ અને નાદિયા દંપતીને વેચી દીધી હતી. અહીં શહેઝાદી ઘરનું કામ કરતી હતી. ઘણી વખત તેને હેરાનગતિનો પણ સામનો કરવો પડ્યો હતો.
આ કેસમાં શહેઝાદીને ફાંસીની સજા મળી
શહેઝાદીના માતા-પિતાના જણાવ્યા અનુસાર ફૈઝ દંપતીનું બાળક દુબઈમાં બીમાર હતું. ઈન્જેક્શન આપ્યા બાદ તેનું મોત થયું હતું. આ પછી દંપતીએ શહજાદી પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. દુબઈની કોર્ટે ચાર મહિના પહેલા બાળકની હત્યા કરવા બદલ શહેઝાદીને ફાંસીની સજા સંભળાવી છે.
બાંદામાં આરોપીઓ સામે કેસ નોંધાયો
દરમિયાન, માતાપિતાએ બાંદામાં આરોપીઓ વિરુદ્ધ માનવ તસ્કરી અને છેતરપિંડીની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. માતા-પિતા સ્પષ્ટ કહે છે કે તેમની પુત્રી નિર્દોષ છે. તેને ફસાવી દેવામાં આવી છે. તેમણે પીએમ મોદી અને સીએમ યોગીને પણ અપીલ કરી છે.
આ પણ વાંચો--- PM MODI એ બ્રુનેઈમાં જે મસ્જિદની મુલાકાત લીધી તે.....