Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ મહાકાય વૃક્ષને નવા પાન આવે એટલે જાણ થાય કે વરસાદ હવે નજીકમાં છે..!

અહેવાલ---ડિકેશ સોલંકી, વડોદરા વડોદરા શહેર નજીક આવેલા ગણપતપુરા ગામમાં આવેલા એક વૃક્ષને પાંદડા આવવા લાગે એટલે 15થી 20 દિવસમાં વરસાદ આવવાની શરૂઆત થાય છે. આ વૃક્ષ  900 વર્ષ જૂનું હોવાનું ગામલોકો કહે છે અને તેનું નામ બાઓબાબ છે.આ વૃક્ષ 2...
આ મહાકાય વૃક્ષને નવા પાન આવે એટલે જાણ થાય કે વરસાદ હવે નજીકમાં છે
અહેવાલ---ડિકેશ સોલંકી, વડોદરા
વડોદરા શહેર નજીક આવેલા ગણપતપુરા ગામમાં આવેલા એક વૃક્ષને પાંદડા આવવા લાગે એટલે 15થી 20 દિવસમાં વરસાદ આવવાની શરૂઆત થાય છે. આ વૃક્ષ  900 વર્ષ જૂનું હોવાનું ગામલોકો કહે છે અને તેનું નામ બાઓબાબ છે.આ વૃક્ષ 2 હજાર વર્ષનું આયુષ્ય ધરાવે છે. આ વૃક્ષ ડેડ રેટ ટ્રી અને મંડી બ્રેડ ટ્રી તરીકે પણ ઓળખાય છે. વન વિભાગ દ્વારા આ વૃક્ષને વર્ષ 2014-15માં હેરીટેજ ટ્રી(મહાવૃક્ષ)નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ મહાકાય વૃક્ષની કિંમત 7 કરોડથી વધુ થાય છે.
 વૃક્ષને વરસાદ પહેલા નવા પાન આવવાની શરુઆત થઇ જાય છે
ગણપતપુરા ગામમાં આવેલા આ મહાકાય વૃક્ષને પાંદડા આવવા લાગે એટલે ગામના લોકોને જાણ થઇ જાય છે કે હવે વરસાદ નજીકમાં છે. અન્ય વૃક્ષોમાં તો વરસાદના દિવસોમાં નવા પાન આવે છે પણ આ વૃક્ષને વરસાદ પહેલા નવા પાન આવવાની શરુઆત થઇ જાય છે. ગુજરાતમાં આ વૃક્ષને રૂખડો અને ઘેલુ ઝાડના નામથી ઓળખે છે. વરસાદના 3થી 4 મહિનામાં એનું આખુ વર્ષ પૂર્ણ થઇ જાય છે. એટલે કે, એના પાન આવે ફૂલ આવે, ફળ લાગે.. અને વરસાદની સિઝન પૂર્ણ થાય એટલે એના પાન 15થી 20 દિવસમાં ખરવા લાગે છે. બાકીના 8થી 9 મહિનામાં આ વૃક્ષમાં માત્ર ડાળખીઓ જ દેખાય છે.
વૃક્ષનું વૈજ્ઞાનિક નામ એડિન સોનિયા ડીજીટાટા
બાઓબાબ નામના આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ એડિન સોનિયા ડીજીટાટા છે. એક ફ્રેન્ચ ડોક્ટર એડેનશને આ વૃક્ષને શોધી કાઢ્યું હતું અને ફ્રેન્ચમાં ડીજીટાટા એટલે આપણા પંજાની આંગળીઓ.આ વૃક્ષના પાન પણ આપણા પંજાની આંગળીઓ જેવા લાગે છે. આ વૃક્ષનું મૂળ સાઉથ આફ્રિકા છે. ગુજરાતમાં ઉમરગામથી આગળ આ વૃક્ષો જોવા મળે છે. આની મૂળ 7 જાતો છે, એમાંથી એક જાત આપણે ત્યાં વિકસેલી છે. આ વૃક્ષના થડના ઘેરાવા પરથી ખબર પડે કે, આ વૃક્ષ કેટલા વર્ષનું છે. આ વર્ષ 950 વર્ષ જૂનું છે. છેલ્લી 5 પેઢીથી તો ગામ લોકો આ ઝાડને જોતા આવ્યા હોવાની વાત લોકો કરે છે અને તેના સાક્ષી પણ છે.
ફળનું સરબત બનાવીને પીવાથી એમાંથી વીટામીન સી મળે છે
  આજુબાજુના ગામડાના લોકો અહીં આ ઝાડને જોવા માટે આવે છે અને સાથે સાથે ઝાડના દર્શન પણ કરે છે. અહીં અલખધણી રામદેવપીર મહારાજનું મંદિર પણ છે, જેથી દર્શન માટે લોકો દૂર-દૂરથી આવે છે. અહીં દર બીજે 4થી 5 હજાર ભક્તો દર્શન માટે અહીં પહોંચે છે. અહીં અનેક લોકો પિકનીક માટે પણ આવે છે.   અને આ વૃક્ષ જે લોકોને કોઢ  ડાઘા પડતા હોય છે તે આ વૃક્ષનું છાલનું મલમ બનાવીને લગાવે છે તો તેમના એ સફેદ ડાઘા પણ દૂર થાય છે. આ ઝાડના ફળનું સરબત બનાવીને પીવાથી એમાંથી વીટામીન સી મળે છે.
થડમાં પાણી સ્ટોર કરે છે
આ વૃક્ષ એના થડમાં પાણી સ્ટોર કરે છે, જેથી એની છાલ છે એ ભૂખરા રંગની છે અને ચાંદની રાતમાં એ એવી રીતે ચમકે છે, કે આ ઝાડની ડાળીઓ ભૂતના વિખરાયેલા વાળ હોય એવા દેખાય છે. જેથી એને ઘોસ્ટ(ભૂતીયું) ઝાડ પણ કહેવામાં આવે છે. આ વૃક્ષ મેલ અને ફિમેલ એમ બે પ્રકારના છે. ગણપતપુરા પાસે આવેલુ વૃક્ષ ફિમેલ છે કે, કારણ કે, તેમાં ફળ આવે છે. જ્યારે મેલ વૃક્ષ ફળ નથી આપતુ. આ વૃક્ષ અંદરથી પોલુ હોય છે અને તેમાં તે પાણીનો સંગ્રહ કરે છે અને પાણીને શોષવા માટે એના મૂળીયા 150થી 200 ફૂટ સુધી જઇ શકે છે. પાદરા પાસે ગણપતપુરામાં જે બાઓબાબ વૃક્ષ છે, તેનાથી 150 ફૂટ એક કૂવો છે, તેમાં પણ તેના મૂળીયા નીકળેલા દેખાય છે.
વૃક્ષના બીજ ગમે એટલા જૂના થાય તો પણ તે ઉપયોગમાં લઇ શકાય
 વડોદરાની આસપાસ બેથી 3 વૃક્ષો વધારે પાણી ભરાવાના કારણે પડી ગયા છે. આ વૃક્ષ પથરાળી અને ટેકરાવાળી જમીનમાં વધારે લાંબો સમય ટકી શકે છે. જ્યાં પાણીનો ભરાવો ન થાય. આ વૃક્ષના બીજ ગમે એટલા જૂના થાય તો પણ તે ઉપયોગમાં લઇ શકાય છે. તમે રેતી અને માટીનું મિશ્રણ કરી કુંડામાં એેને રોપો અને પાણી આપો તો 4થી 6 મહિનામાં  એમાંથી છોડ ઉગી નીકળે છે.
Advertisement
Tags :
Advertisement

.