Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Noida: 'ક્યા રેટ લેગી...' કહીને મહિલા પત્રકારની છેડતી...!

નોઈડામાં ફરી એકવાર રસ્તા પર છેડતીની ચોંકાવનારી ઘટના ખાનગી ચેનલમાં કામ કરતી મહિલા પત્રકારની છેડતી બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ હાથ બતાવીને પૂછ્યું કે 'ક્યા રેટ લેગી...'. Noida: નોઈડા (Noida) માં ફરી એકવાર રસ્તા પર છેડતીની ચોંકાવનારી ઘટના સામે આવી...
noida   ક્યા રેટ લેગી     કહીને મહિલા પત્રકારની છેડતી
  • નોઈડામાં ફરી એકવાર રસ્તા પર છેડતીની ચોંકાવનારી ઘટના
  • ખાનગી ચેનલમાં કામ કરતી મહિલા પત્રકારની છેડતી
  • બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ હાથ બતાવીને પૂછ્યું કે 'ક્યા રેટ લેગી...'.

Noida: નોઈડા (Noida) માં ફરી એકવાર રસ્તા પર છેડતીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સૌથી વ્યસ્ત અને 24 કલાક ધમધમતા સેક્ટર 18માં બાઇક સવાર યુવકો દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતી મહિલા પત્રકારની છેડતી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા દ્વારા ઘટનાનું વર્ણન કરતા મહિલા પત્રકારે કહ્યું કે ગયા રવિવારે પણ સેક્ટર 18માં તેની સાથે આવી જ ઘટના બની હતી. આ સિવાય રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર એક છોકરાએ તેનો ફોન નંબર પણ માંગ્યો હતો. નોઈડા પોલીસે સેક્ટર 18માં છેડતીના આરોપીની શોધ શરૂ કરી છે.

Advertisement

પાછળ બેઠેલા વ્યક્તિએ હાથ બતાવીને પૂછ્યું કે 'ક્યા રેટ લેગી...'.

સોશિયલ મીડિયા પર તેની સાથે બનેલી ઘટનાનું વર્ણન કરતાં એક ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકારે લખ્યું, 'હું નોઈડા સેક્ટર 18માં DLF મોલ પાસે કેબની રાહ જોઈ રહી હતી એટલામાં એક બાઈક પસાર થઈ અને પાછળ બેઠેલા વ્યક્તિએ હાથ બતાવીને પૂછ્યું કે 'ક્યા રેટ લેગી...'. ત્યાર પછી જતો રહ્યો હતો અને સદનસીબે હું સુરક્ષિત ઘરે આવી ગઇ હતી.

આ  પણ વાંચો----Kolkata: પ્રાઈવેટ પાર્ટમાં 150 મિલીગ્રામ વીર્ય ? ગેંગરેપની આશંકા

Advertisement

સેક્ટર 18માં જ અઠવાડિયામાં બીજી વખત તેની છેડતી

પત્રકારે એમ પણ કહ્યું છે કે સેક્ટર 18માં જ અઠવાડિયામાં બીજી વખત તેની છેડતી કરવામાં આવી હતી. રવિવારના દિવસે પણ એક છોકરાએ રસ્તાની વચ્ચે ધોળા દિવસે તેને અટકાવી હતી. પીડિતાએ કહ્યું, 'ગયા રવિવારે દિવસ દરમિયાન હું સેક્ટર 18 મેટ્રો સ્ટેશન તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક એક વ્યક્તિ આવ્યો અને મને હેલો કહ્યું. મને આશ્ચર્ય ન થયું, પછી મેં વિચાર્યું કે તે મારા દર્શકોમાંનો એક હોવો જોઈએ. પણ હું ખોટી હતી. તેણે કહ્યું . મેં તમને જતા જોયા, તમે મને બહુ ગમ્યા... તેથી મેં વિચાર્યું કે ચાલો અટકીએ અને વાત કરીએ. કોણ જાણે કોઇ ચાન્સ મળી જાય.. પત્રકારે કહ્યું કે તે ચુપચાપ ત્યાંથી નીકળી ગઇ અને તેણે તેના મિત્રને ફોન કર્યો અને મેટ્રો સ્ટેશન પહોંચે ત્યાં સુધી વાત કરવાનું કહ્યું.

તે એક મહિનામાં ત્રણ વખત છેડતીનો શિકાર બની

પત્રકારે કહ્યું કે તે એક મહિનામાં ત્રણ વખત છેડતીનો શિકાર બની છે. નોઈડા ઉપરાંત દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પાસે પણ એક અજાણી વ્યક્તિ આવી અને ફોન નંબર માંગ્યો હતો..પત્રકારે ગુરુવારે સવારે કહ્યું કે એસીપી પ્રવીણ સિંહે તેમને ફોન કર્યો હતો અને શક્ય તમામ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. પીડિતાએ કહ્યું કે આ કાયદો અને વ્યવસ્થા કરતાં વધુ સાંસ્કૃતિક મુદ્દો છે, પરંતુ નોઈડા પોલીસે આ કેસને પોતાના હાથમાં લઈ લીધો છે.

Advertisement

આ પણ વાંચો----kolkata Doctor Case : મહિલા ડૉક્ટર હત્યા મામલે બોલિવૂડ સ્ટાર્સમાં પણ રોષ, મમતા બેનર્જીને કહ્યું...

Tags :
Advertisement

.