Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

FAKE : ચારે બાજું નકલી જ નકલી..તો સાચું શું..?

FAKE : રાજ્યમાં નકલી (FAKE) ચીજોની ભરમાર જોવા મળી રહી છે. ભુતકાળમાં નકલી (FAKE) ટોલનાકું અને નકલી પત્ર, નકલી સરકારી કચેરી, નકલી પોલીસ અધિકારી પકડાયા છે ત્યારે હવે રાજ્યમાં ભૂતિયા ન્યાયાધીશના નામે નકલી વોરંટ (fake warrant) જારી કરાયું હોવાનો ચોંકાવનારો...
06:00 PM Jan 08, 2024 IST | Vipul Pandya
fake warrant

FAKE : રાજ્યમાં નકલી (FAKE) ચીજોની ભરમાર જોવા મળી રહી છે. ભુતકાળમાં નકલી (FAKE) ટોલનાકું અને નકલી પત્ર, નકલી સરકારી કચેરી, નકલી પોલીસ અધિકારી પકડાયા છે ત્યારે હવે રાજ્યમાં ભૂતિયા ન્યાયાધીશના નામે નકલી વોરંટ (fake warrant) જારી કરાયું હોવાનો ચોંકાવનારો બનાવ અમદાવાદમાં બહાર આવ્યો છે. બીજી તરફ ભુતકાળમાં મોરબી પાસે નકલી ટોલનાકું પકડાયા બાદ જૂનાગઢના ગાદોઈ ગામ પાસે નકલી ટોલનાકું (fake toll plaza)હોવાનું પણ બહાર આવ્યું છે.

નરોડાના વ્યક્તિને બદઇરાદે કોઇ શખ્સે ખોટું વોરંટ જારી કર્યું

રાજ્યમાં નકલી ચીજો વારંવાર પકડાય છે. અમદાવાદમાં નકલી વોરંટનો કિસ્સો બહાર આવ્યો છે. ભૂતિયા ન્યાયાધીશના નામે આ વોરંટ જાહેર કરાયું છે. મળેલી માહિતી મુજબ નરોડાના વ્યક્તિને બદઇરાદે કોઇ શખ્સે ખોટું વોરંટ જારી કર્યું છે. ન્યાયાધીશ એચ.એ.ચૌહાણના નામે આ વોરંટ મોકલવામાં આવ્યું હતું. નરોડામાં રહેતા કમલેશ નામના વ્યક્તિને આ બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું હતું. મજુર કાયદાઓ અને હેલ્થ સેફ્ટી એક્ટના ભંગ મુજબ આ વોરંટ જારી કરાયું હતું. આ મામલે પીડિતના વકીલે પોલીસ કમિશનર સહિત હાઇકોર્ટમાં અરજી કરી છે. પૈસા પડાવાના ઇરાદે આ વોરંટ અપાયું હોવાની શક્યતા છે. પીડિત કોર્ટ પહોંચતા આવા કોઈ ન્યાયધીશ ન હોવાનું ખુલ્યું હતું.

ગામના કેટલાક લોકો વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવી વાહનોને જવા દે છે

બીજી તરફ તાજેતરમાં એક નકલી ટોલનાકું પકડાયા બાદ ફરી એક વાર નકલી ટોલનાકું ઝડપાયું છે. જૂનાગઢના ગાદોઈ ગામ પાસે નકલી ટોલનાકું ઝડપાયું છે. ગાદોઈ ગામ ટોલનાકાના મેનેજરે આક્ષેપો કરતા જણાવ્યુ કે ગામના કેટલાક લોકો વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવી વાહનોને જવા દે છે. આરોપ લગાવાયો છે તે ગામના કેટલાક લોકો વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવે છે અને અગાઉ અમુક શખ્સોએ હથિયારો રાખી કર્યો હતો રસ્તો બંધ કર્યો હતો. નકલી ટોલનાકા મુદ્દે થોડા દિવસ જ ફરિયાદ નોંધાઇ છે. જો કે ગાદોઈ ગામના સરપંચના પતિએ ટોલ મેનેજરના આક્ષેપોને નકાર્યા હતા.

આ પણ વાંચો----NIA : આતંકવાદીઓના નિશાને ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત શહેર

Tags :
Ahmedabadfakefake toll plazafake warrantGujarat
Next Article