Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : આર્ટિસ્ટ દ્વારા કિંગ કોહલીનું ડાયમંડથી પોટ્રેટ  તૈયાર કરાયું

અહેવાલ--આનંદ પટણી, સુરત સુરત શહેરના એક આર્ટિસ્ટ દ્વારા ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીનું ડાયમંડથી પોટ્રેટ બનાવવામાં આવ્યું છે. આશરે 4 હજાર ડાયમંડથી આ પોટ્રેટ તૈયાર કરાયું છે. ત્રણ કલરના અમેરિકન ડાયમંડથી આ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. ચાહકે હીરાજડિત...
surat   આર્ટિસ્ટ દ્વારા કિંગ કોહલીનું ડાયમંડથી પોટ્રેટ  તૈયાર કરાયું
અહેવાલ--આનંદ પટણી, સુરત
સુરત શહેરના એક આર્ટિસ્ટ દ્વારા ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીનું ડાયમંડથી પોટ્રેટ બનાવવામાં આવ્યું છે. આશરે 4 હજાર ડાયમંડથી આ પોટ્રેટ તૈયાર કરાયું છે. ત્રણ કલરના અમેરિકન ડાયમંડથી આ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે.
ચાહકે હીરાજડિત પોટ્રેટ તૈયાર કર્યું
ક્રિકેટ જગતમાં વિરાટ કોહલી એક એવું નામ છે જે સચિન તેંડુલકર બાદ સૌથી વધુ સન્માન સાથે લેવાય છે. વિરાટ કોહલી એક એવા ક્રિકેટર છે જે ઝનૂન સાથે ક્રિકેટ રમે છે. વિરાટ કોહલી ક્રિકેટના મેદાન ઉપર હંમેશા અગ્રેસિવ જોવા મળે છે. વિરાટ કોહલીનો આ અગ્રેસીવ સ્વભાવ જ તેમના ચાહકોને ખૂબ પસંદ આવે છે. વિરાટ કોહલીના સમગ્ર દેશ અને વિદેશમાં અનેક ચાહકો છે. સુરતમાં પણ તેમના અનેક ચાહકો છે. પરંતુ વિપુલ જેપિવાલા તેમના અનોખા ચાહક છે. વિપુલભાઈ એ વિરાટ કોહલીને ભેટ આપવા માટે તેમનું હીરાજડિત પોટ્રેટ તૈયાર કર્યું છે.
પાકિસ્તાન સામે ધૂંઆધાર સદી મારી હતી
હાલમાં જ એશિયા કપ રમાઈ રહ્યો છે. એશિયાકપ માં સૌથી વધુ હાઈ વોલ્ટેજ ગેમ પાકિસ્તાન સામે વિરાટ કોહલીએ તેમની વનડે કરિયરની 47મી સદી ફટકારી હતી. કોહલી દ્વારા 47મી સદી ફટકારતાં સાથે જ વિપુલ ભાઈ દ્વારા તૈયાર કરાયેલા આ પોટ્રેટનો વિડિયો બનાવી તેમણે વિરાટ કોહલીને શુભેચ્છા આપી હતી. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વિરાટ અન્ય ચાહકોએ આ વીડિયોને ખૂબ બિરદાવ્યો હતો. વાયુવેગે વાયરલ થયેલા આ વિડિયો થી વિપુલ ભાઈને પણ ખુશી મળી હતી કે તેમના દ્વારા તૈયાર કરાયેલું પોટ્રેટ લોકોને પસંદ આવ્યું છે.
 4 હજાર જેટલા ડાયમંડનો ઉપયોગ
વિપુલભાઈ દ્વારા આ પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોટ્રેટ બનાવતા આશરે 2 મહિના જેટલો સમય લાગ્યો છે. આ ચિત્રમાં આશરે 4 હજાર જેટલા ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પોટ્રેટમાં ત્રણ અલગ અલગ શેડના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પોટ્રેટમાં અમેરિકન ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક અમેરિકન ડાયમંડ ની કિંમત આશરે 7થી 8 રૂપિયા જેટલી થાય છે.  જો કે આ પોટ્રેટ અંગે વિપુલભાઈ કહે છે કે આ પોટ્રેટ મે મારી ભાવના સાથે બનાવ્યું છે જેથી આ ચિત્રની કિંમત આંકવી મુશ્કેલ છે.
વિરાટ કોહલીને મળીને આપવાની ઈચ્છા
આ ચિત્રને વિપુલભાઈ જાતે વિરાટ કોહલીને મળીને આપવા માટે ઈચ્છા રાખે છે. વિરાટ કોહલી સાથે જ્યાં પણ મુલાકાત થશે ત્યાં તેમને આ ચિત્ર ભેટ આપવા માંગે છે. આગામી 14મી ઓકટોબરના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં વર્લ્ડ કપની મેચ રમાવવાની છે ત્યારે પણ જો વિરાટ કોહલીને મળી શકાય તો ત્યારે તેમને તેઓ ભેટ આપવા ઈચ્છે છે.
Advertisement
Tags :
Advertisement

.