Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાવનગરના હિરાના ધંધાર્થીએ ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યુ

અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ  ગઢડાના કાળુભાર ડેમમાં ભાવનગરના હિરાના ધંધાર્થીએ ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યુ, હિરાના ધંધામાં ખોટ જવાથી દેવુ થતાં ઉઘરાણીના ત્રાસથી કર્યો આપઘાત. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગઢાળી ગામે આવેલા કાળુભાર ડેમમાં મૂળ સણોસરાના અને હાલ ભાવનગર પોપટભાઈની...
03:40 PM Oct 28, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ 
ગઢડાના કાળુભાર ડેમમાં ભાવનગરના હિરાના ધંધાર્થીએ ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યુ, હિરાના ધંધામાં ખોટ જવાથી દેવુ થતાં ઉઘરાણીના ત્રાસથી કર્યો આપઘાત. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગઢાળી ગામે આવેલા કાળુભાર ડેમમાં મૂળ સણોસરાના અને હાલ ભાવનગર પોપટભાઈની વાડીમાં રહેતા રહેતા હિરાના વેપારીએ પોતાની માથે દેવું વધી જતાં ગઈકાલે સાંજના સમયે કાળુભાર ડેમમાં ઝંપલાવીને મોતને વહાલુ કર્યું હતું.
આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર રહેતા લશ્કરભાઈ નાગજીભાઈ મકવાણા નામના વ્યક્તિએ પોતાના ઘરે ફોન દ્વારા જાણ કરીને ગત મોડી સાંજે કાળુભાર ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા ગઢડા નગરપાલિકાનાં ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આજે બીજા દિવસે સવારે મૃતદેહ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે ગઢડાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ગઢડાના કાળુભાર ડેમમાં ભાવનગરના હિરાના વેપારીએ આપઘાત કરેલ જે ઘટનાને લઈને ગઢડા પોલીસ હોસ્પિટલ ખાતે પહોચી હતી અને મૃતકના પુત્રનુ નિવેદન લઈને ગઢડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ આપધાત મુદ્દે મૃતકના પુત્ર કિશનભાઇ મકવાણાએ પોતાના પિતાના અકાળે મોત અને આપધાતના પગલા માટે હિરાના ધંધામાં ખોટ જવાથી દેણુ થઈ જવાનુ અને ભાવનગરના કેટલાક લોકો પૈસા બાબતે સતત ઉઘરાણી કરી ધાકધમકી આપતાં હોવાનુ નિવેદન આપી પોતાના પિતાના મોત માટે જવાબદારો સામે પગલા લેવા અને ન્યાય આપવા માટે માંગણી કરી હતી, તેમ મૃતકના પુત્ર કિશનભાઈ મકવાણાએ મીડીયાને માહિતી આપી હતી.
આ પણ વાંચો -- ANAND : કાયદાના રક્ષકે જ કાયદો નેવે મૂક્યો; હનીટ્રેપ ગોઠવી, અમદાવાદના વેપારી સામે રચ્યો કારસો..

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BhavnagarGujaratpolicesuicide story
Next Article