ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat માં ખતરનાક વાઇરસના દેખા! નામ છે ચાંદીપુરા; અત્યાર સુધી 5 બાળકોના મોત

Gujarat: ગુજરાત (Gujarat)માં અત્યારે એક નવા વાઇરસે દેખા દીધા છે. મળતી વિગતો પ્રમાણે અરવલ્લી અને સાબરકાંઠામાં ચાંદીપુરા (Chandipura) વાઇરસ (Virus)ની ભારે અસર જોવા મળી છે. નોંધનીય છે કે, અત્યારે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે ભારે કહેર વર્તાવ્યો છે. સામાન્ય માહિતી પ્રમાણે...
11:07 PM Jul 14, 2024 IST | VIMAL PRAJAPATI
Dangerous Virus Chandipura in Gujarat

Gujarat: ગુજરાત (Gujarat)માં અત્યારે એક નવા વાઇરસે દેખા દીધા છે. મળતી વિગતો પ્રમાણે અરવલ્લી અને સાબરકાંઠામાં ચાંદીપુરા (Chandipura) વાઇરસ (Virus)ની ભારે અસર જોવા મળી છે. નોંધનીય છે કે, અત્યારે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે ભારે કહેર વર્તાવ્યો છે. સામાન્ય માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો હિંમતનગર સિવિલમાંથી એક શંકાસ્પદ વાઇરસ મળી આવ્યો છે. મૂળ રીતે આ વાઇરસ (Virus)નું નામ ચાંદીપુરા નામ રાખવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ વાઇરસથી 5 બાળકોના મોત થયા છે.

ચાંદીપુરા વેસિક્યુલોવાયરસ જીવન ચક્ર

હિંમતનગર સિવિલમાંથી એક શંકાસ્પદ વાઇરસ મળી આવ્યો

વિગતે વાત કરવામાં આવે તો, સાબરકાંઠાના ઉદરપુરના બલેચા ગામમાં હિમાંશુ ખરાડીના નામના બાળકનું મોત થયું છે. આ સાથે અરવલ્લી જિલ્લાના ખાનપુરમાં બે વર્ષના કુણામ અસાકીનું મોત થયું છે, જ્યારે બિલાડો તાલુકાના મોટા કંથારીયામાં કિંજન નીનામાનું આ વાઇરસના કરાણે મોત થયું છે. આ સાથે ખેડબ્રહ્મા તાલુકાના કોદરીયામાં પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. નોંધનીય છે કે, અત્યારે આરોગ્ય તંત્ર પણ આ વાઇરસને લઈને હરકતમાં આવી ગયું છે. આ સાથે સાથે બાળકો વાળા વિસ્તારોમાં તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે સાથે દવાનો છંટકાવ પણ શરૂ કરવામાં આવ્યો છે.

ચાંદીપુરા વાઇરસના કુલ આઠ જેટલા કેસો સામે આવ્યા

હવે આ વાઇરસના લક્ષણોની વાત કરવામાં આવે તો આ વાઇરસની ચપેટમાં આવતા બાળકને તાવ આવે છે અને ત્યાર બાદ તે બેભાન અવસ્થામાં જતો જતું રહે છે. અત્યાર સુધીમાં આ ચાંદીપુરા વાઇરસ (Chandipura Virus) ના કુલ આઠ જેટલા કેસો સામે આવ્યા છે. જેમાંથી પાંચ જેટલા બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, આ વાઇરસને લઈને અત્યારે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને જે વિસ્તારોમાં બાળકો છે ત્યા તપાસ અને દવાનો છંટકાવ શરૂની કામગારી પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat First નું Mega Operation! ભરૂચના અંકલેશ્વર પંથકમાં નવી નકોર સાયકલોને ભંગારમાં ખપાવાઈ

આ પણ વાંચો: Gandhinagar: કોબા ખાતે વ્યાખ્યાનનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂરીશ્વરજીના લીધા આશીર્વાદ

આ પણ વાંચો: વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ, Bhuj ના તત્કાલિન નાયબ કલેક્ટરની બહુચરાજીથી ધરપકડ

Tags :
Chandipura vesiculovirusChandipura VirusChandipura Virus in GujaratChandipura Virus UpdateDangerous Virus Chandipura in GujaratGujarati NewsLatets Gujarati NewsVimal Prajapati
Next Article