Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

USA બાદ ભારત પહોચ્યું કાળમુખા કોરોનાનું ખતરનાક નવું વેરિયન્ટ, આ રાજ્યમાં પહેલો કેસ આવતા ચિંતા વધી!

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો. ભારત સહિત વિશ્વના લગભગ તમામ દેશોમાં કોરોના મહામારીના કારણે હજારોની સંખ્યામાં લોકોના મોત નીપજ્યા હતા. કોરોના મહામારીએ હાલ પણ માનવજાતનો પીછો છોડ્યો નથી, તેવું લાગી રહ્યું છે. કારણ કે, સમય સમય પર...
usa બાદ ભારત પહોચ્યું કાળમુખા કોરોનાનું ખતરનાક નવું વેરિયન્ટ  આ રાજ્યમાં પહેલો કેસ આવતા ચિંતા વધી

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો. ભારત સહિત વિશ્વના લગભગ તમામ દેશોમાં કોરોના મહામારીના કારણે હજારોની સંખ્યામાં લોકોના મોત નીપજ્યા હતા. કોરોના મહામારીએ હાલ પણ માનવજાતનો પીછો છોડ્યો નથી, તેવું લાગી રહ્યું છે. કારણ કે, સમય સમય પર આ કોવિડ-19 વાયરસના નવા નવા વેરિયન્ટ સામે આવતા હોય છે. ત્યારે હવે કોવિડના નવા સબવેરિયન્ટ્સમાંનું એક JN.1 એ અમેરિકા બાદ ભારતમાં પ્રવેશ કર્યો છે. અમેરિકાની ચિંતા વધારનારા આ સબવેરિયન્ટનો એક કેસ ભારતના કેરળમાં સામે આવ્યો છે.

Advertisement

શિયાળાની ઋતુમાં નવા કેસમાં વધારો થવાની ભીતિ

જણાવી દઈએ કે, યુએસ અન્ય નવા કોવિડ વેરિઅન્ટ, HV.1 સામે સંઘર્ષ કરી રહ્યું છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, શિયાળાની ઋતુમાં નવા કેસમાં વધારો થઈ શકે છે. કોવિડ-19ના નવા સબવેરિયન્ટ્સમાંનું એક JN.1 એ કોવિડના જ વેરિયન્ટ પિરોલા અથવા BA 2.86નું વંશજ છે. ભારતના કેરળ રાજ્યમાં આ વેરિયન્ટનો એક કેસ સામે આવ્યો છે, જેણે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની ચિંતા વધારી છે. આ અંગે ચિંતા વ્યક્ત કરતા નિષ્ણાતોએ કહ્યું છે કે, રાજ્યમાં પહેલાથી જ વધી રહેલા કેસોમાં આ નવો પ્રકાર વધારો કરી શકે છે.

Advertisement

ભારતમાં કોવિડ-19ના 938 કેસ

કેરળમાં ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા આ નવા સબવેરિયન્ટની પુષ્ટિ કરવામાં આવી છે. નેશનલ ઇન્ડિયાન મેડિકલ એસોસિએશન (IMA) કોવિડ ટાસ્ક ફોર્સના વાઇસ પ્રેસિડેન્ટ ડો. રાજીવ જયદેવને જણાવ્યું કે, JN.1 એ ભારતમાં ખાસ કરીને કેરળમાં તાજેતરમાં કોવિડ-19ના વધતા મામલાઓ માટેનું એક પ્રમુખ કારણ બની શકે છે. જણાવી દઈએ કે, હાલમાં ભારતમાં કોવિડ-19ના કેસની સંખ્યા 938 છે, જેમાંથી 768 કેસ કેરળમાં છે.

Advertisement

આ પણ વાંચો - સંસદમાં ઘૂસણખોરી મામલે વધુ એક શખ્સની એન્ટ્રી! માસ્ટરમાઇન્ડ લલિતની મદદ કરનારો આ શખ્સ આવ્યો સામે

Tags :
Advertisement

.