Vande Bharat Express : અદ્યતન સુવિધા અને ટેકનોલોજી સાથે આરામદાયક મુસાફરીનો અનુભવ..!
ભારત સરકારનું નવું સોપાન એટલે વંદે ભારત એક્સપ્રેસ ( Vande Bharat Express) અમદાવાદ અને જોધપુર વચ્ચે શરૂ થઈ વંદે ભારત એક્સપ્રેસ.આધુનિક સુવિધાઓ સાથે વંદે ભારત એક્સપ્રેસ યાત્રિકો માટે શરૂ કરવામાં આવી.જેમાં યાત્રિકો અદ્યતન સુવિધા અને ટેકનોલોજી (technology.) સાથે આરામદાયક...
05:36 PM Jul 22, 2023 IST
|
Vipul Pandya
ભારત સરકારનું નવું સોપાન એટલે વંદે ભારત એક્સપ્રેસ ( Vande Bharat Express) અમદાવાદ અને જોધપુર વચ્ચે શરૂ થઈ વંદે ભારત એક્સપ્રેસ.આધુનિક સુવિધાઓ સાથે વંદે ભારત એક્સપ્રેસ યાત્રિકો માટે શરૂ કરવામાં આવી.જેમાં યાત્રિકો અદ્યતન સુવિધા અને ટેકનોલોજી (technology.) સાથે આરામદાયક મુસાફરી કરી શકશે..રિકલયનિંગ અને સ્લીડિંગ દરવાજા અને રીડિંગ લાઇટ્સ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે..સુરક્ષા વ્યવસ્થા માટે CCTV કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે...એક સમય હતો જ્યારે બોલિવૂડની ફિલ્મોમાં વિદેશની ધરતી પર અત્યાધુનિક ટ્રેનો જ્યારે દોડતી ત્યારે વિચાર આવતો હતો કે ભારતમાં આ સુવિધા ક્યારે મળશે ?, કદાચ તે જ વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આવ્યો હશે, અને તેથી જ તો આ સુવિધાનો લાભ આજે દેશવાસીઓને આત્મનિર્ભર ટ્રેન વંદેભારત તરીકે મળી રહ્યો છે.
સ્પિડની સાથે ટ્રેન એકદમ સ્મુથ ચાલે છે
૩૬૦ ડિગ્રી ફરતી ચેર અદ્યતન ટોઈલેટ અને પુશ બટનથી ડાઈરેક્ટ ટ્રેનના પાઈલટ સાથે પણ વાત કરી શકય વધુમા ચાર્જીગ માટે તમામ સીટો પર ચાર્જર પણ આ ટ્રેનની અંદર મુકવામા આવ્યા છે તો મુસાફરી કરતા મુસાફરો વંદેભારત ટ્રેનના વખાણ કરતા રોકાતા નથી. મુસાફરોનુ કહેવુ છે સ્પિડની સાથે ટ્રેન એકદમ સ્મુથ ચાલે છે. જોધપુર અને અમદાવાદ વચ્ચેનું અંતર આ ટ્રેન થકી ઘણુ ઓછુ થઈ જાય છે તો વળી સમયની પણ ઘણી બચત થઈ જાય સાથે મુસાફરો વડાપ્રધાનનો આભાર એટલા માટે માની રહ્યા છે કેમ કે સ્વદેશમાં જ બનતી ટ્રેન કે જે વિમાન જેવી અનુભુતી આપે છે અને તેની અંદરની સુવિધાઓ લોકોએ ભુતકાળમા કલ્પનાપણ નહોતી કરી તે પ્રકારની સુવિધા આ ટ્રેનની અંદર કરવામાં આવી છે
પશ્ચિમ રેલવેના પીઆરઓ જીતેન્દ્ર કુમાર જયંતે કહ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નો કન્સેપ્ટ છે કે આધુનિક ભારતમાં ટ્રેન આધુનિક હોવી જોઇએ.જે અત્યાર સુધી ટ્રેનો ભારતમાં ચાલતી હતી કે એક્સપ્રેસ કે શતાબ્દી જેવી હાઇસ્પીડ ટ્રેનો હતી અને તેની સ્પીડ 140 કિમીની હતી. હવે વંદેભારત ટ્રેન બનાવાઇ છે જેની હાઇસ્પીડ 160 કિમી પ્રતિ કલાક છે. ગુજરાતને આવી બીજી ટ્રેન મળી છે. ગાંધીનગર મુંબઇની પહેલી ટ્રેન હતી. હવે સેકન્ડ સેમી હાઇસ્પીડ ટ્રેન અમદાવાદથી જોધપુર ચલાવાઇ છે જે ઓછા સમયમાં પહોંચાડશે.
ટ્રેનની મુસાફરી કરી રહેલા પ્રકાશભાઇએ કહ્યું કે ખુબ જ સારુ ફીલ થયું છે. આવું ફીલ ક્યારેય થયું નથી. હું તો માનું છું કે નરેન્દ્રભાઇ જ વડાપ્રધાન રહેવા જોઇએ.બીજાની જરુર નથી.
તો સવિતાબહેન નામના મુસાફરે કહ્યું કે નવું ઇનોવેશન લાગે છે. ખુબ સારી સુવિધા છે. બેસવાની પણ સારી સુવિઘા છે.
નીલમચંદ નામના મુસાફરે કહ્યું કે ખુબ સારુ લાગે છે. ભારતમાં આ શક્ય બનશે તે અમે વિચારી પણ શકતા નથી.
મુસાફર મોહિત શર્માએ કહ્યું કે હું જોધપુર જઇ રહ્યો છું. મારો ખુબ સારો અનુભવ છે. નવી ટ્રેન છે અને આધુનિક સાધનો છે. પુરી સુરક્ષા સાથે ટ્રેન બનાવાઇ છે.
ટ્રેનની સફર
સાબરમતીથી મહેસાણા સુધી અમે સફર કરી. વંદે ભારત ટ્રેનમાં દરવાજા લોક દબાવતા ખુલી જાય છે. આવી કલ્પના પણ કરી ના શકાય કે આવી પણ ટ્રેન હોઇ શકે. અહીં ચેઇન પુલિંગ નથી પણ પુશ ટુ ટોક છે જેનાથી કેબિનમાં બેઠેલા પાયલોટ સાથે વાત કરી શકાય. કોચીસમાં ઠેર ઠેર સીસી ટીવી મુકવામાં આવ્યા છે. ફાયર કીટ્સ પણ તમામ કંપાર્ટમેન્ટમાં ફર્સ્ટ એઇડ કિટ્સ પણ છે. ટ્રેનમાં તમને ખાણીપીણીની ચીજો પણ મળી રહે છે. ઠેર ઠેર મોનિટર પણ રાખવામાં આવ્યા છે.
એલઇડી સ્ક્રીન ગોઠવવામાં આવી છે
ટ્રેનમાં બેસ્યા બાદ પેટનું પાણી પણ હલતું નથી. કાચની આખી વિન્ડો સીટ છે અને કર્ટનની પણ વ્યવસ્થા છે. આ સાથે લેપટોપ કે ખાણીપીણી માટે ટેબલની પણ વ્યવસ્થા કરાઇ છે. ટ્રેનમાં ઠેર ઠેર આગળના સ્ટેશનની માહિતી મળે તે માટે એલઇડી સ્ક્રીન ગોઠવવામાં આવી છે. કેન્ટીનની પણ આધુનિક સુવિધા કરવામાં આવી છે. ઓછા બજેટમાં ફ્લાઇટ જેવી મુસાફરીનો અનુભવ કરી શકાય છે. સ્પીડ સાથે સ્મૂથનેસ પણ જોવા મળે છે જેથી પ્રવાસ આનંદદાયક બની જાય છે. કોચીસના દરવાજા સેન્સરથી બંધ થઇ જાય છે.
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કલ્પેશ ગોહેલે કહ્યું કે ખુબ સારુ લાગે છે. પહેલીવાર હું સફર કરી રહ્યો છું અને ફોરેનની ટ્રેનમાં બેઠો હોવાનું ફીલ થાય છે. આ મોદીરાજ અને ભાજના રાજમાં જ શક્ય છે.
તો જ્યોતિ ચતુર્વેદીએ કહ્યું કે ટ્રેન સારી છે.હું આવી ટ્રેનમાં પહેલીવાર બેઠી છું અને ટ્રેનના ફીચર્સ સારા છે.
બીજી તરફ મુસાફર વિશ્વજીતસિંહ ચંપાવતે કહ્યું કે અમે સાબરમતીથી જોધપુર જઇ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ધરાવતી ટ્રેનની શ્રેણીમાં આ ટ્રેન આવે છે. જ્યારે પણ અગાઉ આવી સફર કરતા હતા ત્યારે ખુબ અસુવિધા હતી પણ હવે ફ્લાઇટ જેવો અનુભવ થયો છે. સુવિધા પણ સારી છે. હવે માત્ર 6 કલાકમાં સફર થઇ શકશે.
બીજી તરફ ઘનશ્યામભાઇએ કહ્યું કે મે આવી ટ્રેન પહેલીવાર જોઇ છે. ખુબ સારી સુવિધા મળી છે અને ફ્લાઇટ જેવી સુવિધા છે, આનાથી વધુ શું જોઇએ.
અન્ય મુસાફર સુનિતાબહેને કહ્યું કે હાઇસ્પીડ ટ્રેનથી ઓછા સમયમાં પહોંચી શકાશે અને સુરક્ષા સારી છે, વોશરુમ ક્લીન છે અને હવે એક દિવસમાં જ પહોંચી શકાશે.
મુસાફર કુલદીપ માથુરે કહ્યું કે ફાસ્ટ ટ્રેન સુવિધા સારી છે અને ખાસ તો મેડીકલ ઇમરજન્સીમાં જલ્દી અમદાવાદ પહોંચવું હોય તો તે માટે આ ટ્રેન જરુરી છે અને તેથી ભારત સરકારનો હું આભાર માનું છું.
મુસાફર નેહા ભાટીએ કહ્યું કે ટ્રેનમાં સારી સિસ્ટમ છે અને ભારતમાં જ આ ટ્રેન બની છે તે સારી છે. આ આપણા માટે ખુબ સારુ છે.
અન્ય મુસાફર પ્રિયાએ કહ્યું કે ટ્રેનમાં કન્ફર્ટેબલ સીટ છે અને સારી સર્વિસ છે..થેંક્યુ મોદીજી..અહી સીસી ટીવી પણ લાગેલા છે તેથી સુરક્ષાનો અનુભવ થાય છે.
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ડો.કે.પી.ઠાકરે કહ્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે સંપુર્ણ સ્વદેશી વંદેભારત ટ્રેન અને સારી સુવિધાવાળી આ ટ્રેન મળી છે. ઘણા વર્ષો પછી લાગે છે કે મોદીનું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે.
આ સાથે સોનલ ઠાકરે કહ્યું કે આ ટ્રેનમાં બેઠા પછી પ્લેન જેવી ફિલીંગ આવે છે અને ખુબ સારી સુવિધા છે અને ઝડપથી અમને પહોંચાડી દેશે.
બીજી તરફ મુસાફર શિવાની અરોરાએ કહ્યું કે ભારતની જનતા આ ટ્રેનને આવી જ ચોખ્ખી રાખે તે જરુરી છે અને ટ્રેનમાં ખુબ સારી સુવિધા છે અને તેથી જ લાગે છે કે મોદી હે તો મુમકીન હે...અહી સીસી ટીવી લાગેલા છે તેથી સુરક્ષાનો અનુભવ થાય છે. અન્ય ટ્રેનોની જેમ ડરવું નહી પડે....
રાવત પરિહારે કહ્યું કે ટ્રેનમાં ખુબ જ સારી સુવિધા છે. જો કે ટ્રેનની ટિકીટની પ્રાઇઝ વધારે છે જેથી મધ્યમ વર્ગના લોકોને મોંઘી પડશે. પ્રાઇઝમાં 30 ટકાનો ઘટાડો કરવો જોઇએ બાકી ટ્રેનમાં સુવિધા સારી છે.
ટ્રેનમાં બેઠેલા મૃત્યંજય નામના યુવકે કહ્યું કે મારો ખુબ જ સારો અનુભવ છે કારણ કે હું ટ્રેનમાં બેઠા બેઠા ઓફિસનું કામ કરી રહ્યો છું.
આ તરફ સમીરભાઇએ કહ્યું કે મોદીરાજમાં બધુ સફળ છે જે લોકો કહેતા હતા કે મોદી સપના દેખાડે છે પણ આજે આ સપના સાકાર થયા છે. ખુબ સારી સુવિધા છે. મોદી છે ત્યાં સુધી મુમકીન છે.
વિજયસિંહે કહ્યું કે સારી ટ્રેન છે અને વધુ સુવિધા મળશે. સ્ટાફ પણ સારો છે
ભોલાભાઇ ચૌધરીએ કહ્યું કે હું મોદીનો આભાર માનું છું. દેશમાં મોદી રહેશે ત્યાં સુધી ભારત આગળ વધશે.
મુસાફર મોહીત જોશીએ કહ્યું કે ઉત્તર ગુજરાતના છેવાડાના ગામના લોકોને આ ટ્રેનનો લાભ મળી રહ્યો છે તે ખુબ સારુ છે.
દિવ્યાંશ નામના મુસાફરે કહ્યું કે ફેસિલીટી સારી છે અને લોકોમાં પણ ક્રેઝ છે. ભારત હવે વિકસીત દેશમાં નામ નોંધાવશે
રાજુભાઇએ પણ કહ્યું કે ટ્રેનમાં સારી સુવિધા છે.
અમને આશા છે કે આ ટ્રેન તમને ગમી હશે. ટ્રેનમાં ઓટોમેટિક દરવાજો ખુલે છે. ટ્રેનમાં ચેર પણ 360 ડિગ્રી ફરે છે અને મુસાફરો પણ વખાણ કરી રહ્યા છે.
Next Article