Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઇંગ્લૈંડ સામેની ટેસ્ટ શ્રેણીમાં વિરાટના સ્થાનને લઈ આવી મોટી અપડેટ

ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે હાલ ભારતમાં ટેસ્ટ શ્રેણી ચાલ છે. જેમાં હૈદરાબાદની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લૈંડનો વિજય થયો હતો જ્યારે દ્વિતીય ટેસ્ટમાં ભારતે બાજી મારી હતી. હજી આ સિરીઝમાં ત્રણ મેચ બાકી છે.  ત્યારે આ ત્રીજી ટેસ્ટ પહેલા ભારતને મોટો ઝટકો...
07:02 PM Feb 08, 2024 IST | Harsh Bhatt

ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે હાલ ભારતમાં ટેસ્ટ શ્રેણી ચાલ છે. જેમાં હૈદરાબાદની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લૈંડનો વિજય થયો હતો જ્યારે દ્વિતીય ટેસ્ટમાં ભારતે બાજી મારી હતી. હજી આ સિરીઝમાં ત્રણ મેચ બાકી છે.  ત્યારે આ ત્રીજી ટેસ્ટ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી આ ટેસ્ટમાં પણ ગેરહાજર રહે તેવી સંભાવનાઓ છે.

પ્રાપ્ત અહેવાલો અનુસા અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે, વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટનો ભાગ બની શકે છે. પરંતુ હવે એવી ખબરો સામે આવી રહી છે કે, વિરાટ કોહલી આખી શ્રેણીમાંથી બહાર રહી શકે છે. 9 ફેબ્રુઆરીએ છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે, વિરાટ કોહલીએ હજુ સુધી બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયાને જાણ કરી નથી કે તે શ્રેણીની બાકીની કેટલી મેચ રમવા માટે ઉપલબ્ધ છે.

સંપૂર્ણ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે વિરાટ કોહલી 

બાબત એમ છે કે વિરાટ કોહલીએ અંગત કારણોને ટાંકીને તેમણે સિરીઝની શરૂઆત પહેલા જ ઇંગ્લૈંડ સામેની પ્રથમ બે ટેસ્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ પછી અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિરાટ કોહલી ત્રીજી અને ચોથી ટેસ્ટમાંથી પણ બહાર રહેશે. હવે સામે આવેલી માહિતી મુજબ વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં પણ વાપસી નહીં કરે.

વિરાટ પોતાની વાપસીનો નિર્ણય જાતે લેશે

પ્રાપ્ત અહેવાલો મુજબ BCCI એ જણાવ્યું છે કે, વિરાટ કોહલી નક્કી કરશે કે તે ક્યારે ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માંગે છે. વિરાટ કોહલીએ હજુ સુધી તેની ઉપલબ્ધતા અંગે બીસીસીઆઈને જાણ કરી નથી. વિરાટ કોહલી જ્યારે પણ ઉપલબ્ધ થશે ત્યારે તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવશે.

વિરાટની ગેરહાજરી ભારત માટે નુકશાનકારક 

ભારતમાં જ્યારે ઇંગ્લૈંડ જેવી મજબૂત ટીમ સામે ટેસ્ટ શ્રેણી રમાતી હોય ત્યારે વિરાટ કોહલીનું ન રમવું એ ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે. વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. વિરાટના હાલના દેખાવ વિશે વાત કરીએ તો તેને ગયા વર્ષના ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. વધુમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયામાં એવો કોઈ ખેલાડી નથી જેને 100 ટેસ્ટ રમવાનો અનુભવ હોય. વિરાટના આ નિર્ણય બાદ હવે ભારત કેવી રીતે ઇંગ્લૈંડ સામે લડત આપશે એ જોવું રહ્યું.

આ પણ વાંચો -- IPL 2024 : Dhoni ના બેટ પર આ સ્ટીકરને જોઇ તમે પણ કહેશો કે દોસ્ત હોય તો આવો જ

Tags :
BCCIIND vs ENGJasprit BumrahJay Shahrohit sharmaTest SeriesVirat KohliWorld CupWTCWTC 2025
Next Article