ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kolkata doctor Murder Case: એક મોટું અને ઊંડું કાવતરું...!

આરજી કાર હોસ્પિટલની ઘટના પાછળ એક મોટું અને ઊંડું કાવતરું CBIની તપાસના 6 દિવસમાં પણ તાલીમાર્થી ડોક્ટરની હત્યાનો ભેદ ઉકેલાયો નથી દરરોજ નવા નવા ખુલાસા થતાં હત્યાનું રહસ્ય વધુ જટિલ બન્યું સંદીપ ઘોષ અને સંજય રોય વચ્ચે કોઈ સંબંધ...
08:09 AM Aug 20, 2024 IST | Vipul Pandya
Kolkata doctor Murder Case

Kolkata doctor Murder Case : કોલકાતાની આરજી કાર મેડિકલ હોસ્પિટલમાં ટ્રેઇની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા (Kolkata doctor Murder Case) નું રહસ્ય જટિલ બની રહ્યું છે. સીબીઆઈ આરોપી સંજય રોય પાસેથી સતત રહસ્યો ઉગલાવી રહી છે. કોલકાતાના ડોક્ટર કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થતા હત્યાના રહસ્યને વધુ જટિલ બનાવી દીધું છે. જો કે CBIની તપાસના 6 દિવસમાં પણ તાલીમાર્થી ડોક્ટરની હત્યાનો ભેદ ઉકેલાયો નથી. સીબીઆઈના સૂત્રોનું માનીએ તો છેલ્લા 6 દિવસની તપાસ અને પૂછપરછ દરમિયાન આરજી કાર હોસ્પિટલની ઘટના પાછળ એક મોટું અને ઊંડું કાવતરું દેખાઈ રહ્યું છે. દરમિયાન સીબીઆઈને આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોનું માનીએ તો સીબીઆઈ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાવી શકે છે.

સીબીઆઈએ બે વખત 3ડી લેસર સ્કેનિંગ પણ કર્યું

સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઈમ સીન સુરક્ષિત રાખવામાં આવ્યો ન હતો. આ ઘટનામાં હોસ્પિટલની અત્યાર સુધીની સૌથી મોટી બેદરકારી છે. સેમિનાર હોલ પર અનેક ફૂટપ્રિન્ટ્સ મળી આવ્યા છે કારણ કે ઘટના બાદ સેમિનાર હોલની નજીક રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે CBIની અલગ-અલગ ટીમો 10થી વધુ વખત હોસ્પિટલનું નિરીક્ષણ કરવા અને સેમિનાર હોલમાંથી પુરાવા એકત્ર કરવા આવી છે. એટલું જ નહીં સીબીઆઈએ બે વખત 3ડી લેસર સ્કેનિંગ પણ કર્યું છે. અને આ જ કારણ છે કે મનોવૈજ્ઞાનિક ટેસ્ટ બાદ મુખ્ય આરોપીનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો----Kolkata Rape-Murder Case માં આરોપીનો પોલિગ્રાફી ટેસ્ટ કરાશે, CBI ને મળી મંજૂરી

શંકાની સોય પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ પર પણ છે

સીબીઆઈના સૂત્રોનું માનવું છે કે શંકાની સોય પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ પર પણ છે. હવે સવાલ એ ઊભો થાય છે કે સીબીઆઈ પૂર્વ પ્રિન્સિપાલ પાસેથી શું જાણવા માંગે છે અને ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શું સત્ય છુપાવી રહ્યા છે, જેના કારણે છેલ્લા ચાર દિવસથી તેમની ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. શું સંદીપ ઘોષ અને સંજય રોય વચ્ચે કોઈ સંબંધ છે? અત્રે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આરજી કાર હોસ્પિટલે અગાઉ તાલીમાર્થી ડોક્ટરની હત્યાને આત્મહત્યા ગણાવી હતી. હવે તાલીમાર્થી તબીબ સાથે શું થયું તેનું સત્ય પોલીગ્રાફ ટેસ્ટ દ્વારા બહાર આવશે. સીબીઆઈને આશા છે કે આનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

સંજયનો પોલીગ્રાફ ટેસ્ટ થશે

દરમિયાન, કોલકાતાની કોર્ટે સોમવારે સીબીઆઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના આરોપી સંજય રોયનો 'પોલીગ્રાફ ટેસ્ટ' કરાવવાની મંજૂરી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે CBIએ હજુ સુધી આ ટેસ્ટની તારીખ નક્કી કરી નથી. તેણે કહ્યું કે નિયમો મુજબ, આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવો પડે છે જે તેને પૂછશે કે શું તે 'પોલીગ્રાફ ટેસ્ટ' માટે સંમત છે.

ડૉક્ટરના માતા-પિતાને શંકા

તાલીમાર્થી તબીબના માતા-પિતા શરૂઆતથી જ કહી રહ્યા છે કે આ ઘટના પાછળ એકમાત્ર સંજય રોયનો હાથ નથી. તાલીમાર્થી તબીબના માતા-પિતાએ સીબીઆઈને જણાવ્યું છે કે આ ગુનામાં એક જ કોલેજના કેટલાક ઈન્ટર્ન અને ડોકટરો સંડોવાયેલા છે. માતા-પિતાએ સીબીઆઈને એવા લોકોના નામ પણ આપ્યા છે કે જેઓ સરકારી હોસ્પિટલમાં તેમની પુત્રીની હત્યા સાથે જોડાયેલા હોવાની શંકા છે. વાલીઓએ પણ સંદીપ ઘોષ અને હોસ્પિટલ પર સવાલો ઉઠાવ્યા છે. જો સીબીઆઈના સૂત્રોનું માનીએ તો, ઓછામાં ઓછા 30 નામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમને તપાસ એજન્સી પૂછપરછ માટે એક પછી એક બોલાવી રહી છે.

શું છે કોલકાતા ડૉક્ટર કાંડ?

કોલકાતા પોલીસના નાગરિક સ્વયંસેવક સંજય રોયની આરજી કાર હોસ્પિટલના સેમિનાર હોલમાં પીજી ટ્રેઇની ડૉક્ટરનો મૃતદેહ મળ્યાના એક દિવસ પછી 9 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે રોયને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જો કે, 14 ઓગસ્ટના રોજ કલકત્તા હાઈકોર્ટે સીબીઆઈને આ કેસની તપાસ કોલકાતા પોલીસ પાસેથી લેવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો---- હેવાન છે Kolkata Rape નો આરોપી સંજય, તેણે.....

Tags :
justiceformoumitadebnathKolkata doctor murderKolkata doctor murder caseKolkata's RG Car Hospital
Next Article