Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Agarbatti : વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા પહોંચી

Agarbatti : અયોધ્યામાં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અયોધ્યાના આંતર-રાજ્ય બસ સ્ટેન્ડ પર આજે ગુજરાતના વડોદરાથી આવેલી 108 ફૂટ ઉંચી અગરબત્તી (Agarbatti) પ્રગટાવવામાં આવી હતી. તેને બનાવવામાં લગભગ 4 મહિનાનો સમય લાગ્યો હતો....
agarbatti   વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા પહોંચી
Advertisement

Agarbatti : અયોધ્યામાં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અયોધ્યાના આંતર-રાજ્ય બસ સ્ટેન્ડ પર આજે ગુજરાતના વડોદરાથી આવેલી 108 ફૂટ ઉંચી અગરબત્તી (Agarbatti) પ્રગટાવવામાં આવી હતી. તેને બનાવવામાં લગભગ 4 મહિનાનો સમય લાગ્યો હતો. અગરબત્તી (Agarbatti)ને નૃત્ય ગોપાલ દાસ મહારાજના હાથે પ્રગટાવવામાં આવી હતી. આ અગરબત્તીને લઇને રામ ભક્તો 1લી જાન્યુઆરીએ વડોદરાથી નીકળ્યા હતા.

Advertisement

Advertisement

અયોધ્યામાં દેશમાં ખુણે ખુણેથી ભેટ સોગાદો પહોંચી

અયોધ્યા સહિત ભારતના ખૂણે-ખૂણેથી લોકો ભગવાન શ્રી રામની ભક્તિમાં ડૂબેલા છે અને રામના નામનો જાપ કરી રહ્યા છે. દરમિયાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા અનેક પ્રકારની ભેટ અયોધ્યા પહોંચી રહી છે. અયોધ્યા પહોંચેલી ભેટોમાં રામજીના સાસરી જનકપુરી તરફથી પણ ઘણી ભેટ આવી છે. આ ઉપરાંત આઠ ધાતુઓથી બનેલી ઘંટડી, સોનાનો ઢોળ ચડાવેલ ચંપલ, કબાટ, ડ્રમ અને 108 મીટર લાંબી અગરબત્તી ભારતના અન્ય રાજ્યોમાંથી આવી છે.

Advertisement

તેને બનાવવામાં 6 મહિનાનો સમય લાગ્યો

રામ મંદિરના ઉદ્ઘાટન માટે અયોધ્યા પહોંચેલી આ 108 મીટર લાંબી અગરબત્તી આજે પ્રગટાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ 108 મીટર લાંબી અગરબત્તી ગુજરાતના વડોદરાથી આવી છે. તેને બનાવવામાં 6 મહિનાનો સમય લાગ્યો હતો. આ અગરબત્તી લઇને 1 જાન્યુઆરીએ 26 લોકો અયોધ્યા જવા રવાના થયા હતા. અગરબત્તી અયોધ્યા પહોંચ્યા પછી, શ્રી રામભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસજી મહારાજની હાજરીમાં 'જય શ્રી રામ' ના નારાઓ વચ્ચે તેને પ્રગટાવવામાં આવી હતી.

108 મીટર લાંબી અગરબત્તી

ગુજરાતના વડોદરામાં બનેલી 108 મીટર લાંબી અગરબત્તી અયોધ્યા પહોંચી છે અને તેને પ્રગટાવવામાં આવી છે. આ અગરબત્તીની પહોળાઈ 3.5 ફૂટ છે. 1470 કિલો ગાયનું છાણ, 420 કિલો જડીબુટ્ટીઓ, 376 કિલો ગુગળ, 376 કિલો નારિયેળના છીપ અને 190 કિલો ઘી ભેળવીને અગરબત્તી તૈયાર કરવામાં આવી છે. તેની સુગંધ ખૂબ જ સારી છે, જે ઘણા કિલોમીટર સુધી ફેલાશે. આ સાથે તમને જણાવી દઈએ કે આ અગરબત્તીને પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અગરબત્તી દોઢ મહિના સુધી સળગતી રહેશે.

ત્રણ ચાર મહિના તનતોડ મહેનત કરી

વિહાભાઇ ભરવાડે કહ્યું કે 108 ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ ગોળાઇ વાળી અગરબત્તી ગોપાલક માલધારી સમાજ તરફથી પ્રભુને અર્પણ કરી પ્રજ્વલિત કરી છે. અમે કમિટી બનાવીને ત્રણ ચાર મહિના તનતોડ મહેનત કરી આખું આયોજન કરીને અગરબત્તીને સફળતાપૂર્વક અયોધ્યા લઇને આવ્યા છીએ. અમે 1 જાન્યુઆરીએ નિકળ્યા હતા અને 11 જાન્યુઆરીએ પહોંચ્યા હતા.

અહેવાલ--દેવનાથ પાંડે

Tags :
Advertisement

Trending News

.

×