Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mass Suicide : રાજકોટમાં સોની પરિવારના 9 સભ્યોએ કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં સોની પરિવારના એક સાથે 9 લોકોએ કર્યો આપધાતનો પ્રયાસ તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા મુંબઇના મારવાડી વેપારીઓ પોણા 3 કરોડના બાકી પૈસા આપતા ન હતા જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી..  ...
mass suicide   રાજકોટમાં સોની પરિવારના 9 સભ્યોએ કર્યો આપઘાતનો પ્રયાસ
  • રાજકોટમાં સોની પરિવારના એક સાથે 9 લોકોએ કર્યો આપધાતનો પ્રયાસ
  • તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા
  • મુંબઇના મારવાડી વેપારીઓ પોણા 3 કરોડના બાકી પૈસા આપતા ન હતા
  • જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી..

Advertisement

Mass Suicide : રાજકોટમાંથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. મળેલી માહિતી મુજબ રાજકોટમાં રહેતા સોની પરિવારના 9 સભ્યોએ સામુહિક આપઘાત (Mass Suicide) નો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે. સોની પરિવારના 9 સભ્યોને તત્કાળ સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સોની પરિવારના 9 સભ્યોએ સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટમાં કેવડાવાડી વિસ્તારમાં રહેતા સોની પરિવારના 9 સભ્યોએ સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. મળેલી માહિતી મુજબ સોની પરિવારે ઉધઇ મારવાની ઝેરી દવા પી લઇને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવા ગટગટાવ્યા બાદ સોની પરિવારના 9 સભ્યોની હાલત કથળી હતી.

Advertisement

આ પણ વાંચો----Rajkot ની Gondal રોડ પર આવેલી Madhuvan School માં વિવાદમાં ફસાઈ

Advertisement

તત્કાળ સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

દવા પીનારા તમામ 9 લોકોને તત્કાળ સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પ્રાથમિક માહિતી મુજબ પોણા 3 કરોડનું પેમેન્ટ અટકાવાતા સોની પરિવારના સભ્યોએ એક સાથે સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.

પોલીસે શરુ કરી તપાસ

ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ઉંડી તપાસ કરી રહી છે. સોની પરિવારને 2 કરોડનું લેણુ હોવાની વાત સામે આવી રહી છે. જો કે પોલીસ સમગ્ર ઘટનાને અનુલક્ષીને વિવિધ લોકોના નિવેદનો લઇને ઉંડી તપાસ શરુ કરી છે.

મુંબઇના મારવાડી વેપારી પોણા 3 કરોડ આપતા ન હતા

પરિવારના સભ્યે જણાવ્યું કે અમે સોની વેપારી છીએ. અમે ઓર્ડર લઇને કામમ કરીએ છીએ. અમે બહારના વેપારીનું કામ કરીએ છીએ. અમે મુંબઇના 4 વેપારીઓને 22 કેરેટ ના દાગીના આપ્યા હતા પણ 11 મહિના ઉપર થયા પણ પોણા ત્રણ કરોડનું પેમેન્ટ તેઓ આપતા નથી. તે લોકો ધમકી પણ આપતા હતા અને વાયદા કરતા હતા. મુંબઇના મારવાડી વેપારી વિજય કૈલાસજી રાવલ, પ્રશાંત , મહેન્દ્ર સહિત 4 શખ્સોના નામ લખાવ્યા છે. આ લોકોએ ઉધઇ મારવાની દવા પીધી હતી.

આ પણ વાંચો---Rajkot: પારડી હાઈવે પર કનૈયા હોટલમાં યુવક પર આવારા તત્વોએ કર્યો છરી વડે હુમલો, ઘટના CCTV માં કેદ

Tags :
Advertisement

.