Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pakistan માં વાહન ખાડામાં પડતાં 7 લોકોનાં મોત, ખૈબર પખ્તુનખ્વા હુમલામાં 16 સૈનિકો ઘાયલ

Pakistan માં મોટી દુર્ઘટના વાહન ખાડામાં પડતા 7 લોકોના મોત બ્રેક ફેઈલ થતા વાહન પરથી કાબૂ ગુમાવ્યો ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાન (Pakistan)માં શનિવારે એક ઝડપી વાહન અચાનક સંતુલન ગુમાવીને ખાડામાં પડી ગયું. જેના કારણે તેમાં સવાર ઓછામાં ઓછા 7 લોકોના મોત...
pakistan માં વાહન ખાડામાં પડતાં 7 લોકોનાં મોત  ખૈબર પખ્તુનખ્વા હુમલામાં 16 સૈનિકો ઘાયલ
  1. Pakistan માં મોટી દુર્ઘટના
  2. વાહન ખાડામાં પડતા 7 લોકોના મોત
  3. બ્રેક ફેઈલ થતા વાહન પરથી કાબૂ ગુમાવ્યો

ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાન (Pakistan)માં શનિવારે એક ઝડપી વાહન અચાનક સંતુલન ગુમાવીને ખાડામાં પડી ગયું. જેના કારણે તેમાં સવાર ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હતા. જ્યારે છ અન્ય ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બુનેર જિલ્લામાં થયો હતો જ્યારે વાહનની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને તે કાબૂ બહાર જઈને ખાડામાં પડી ગઈ હતી. પોલીસ અને બચાવ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા.

Advertisement

બીજી તરફ, શનિવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં વધુ એક અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રાંતમાં કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ સુરક્ષાદળોના બે અલગ-અલગ કાફલા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે સુરક્ષા દળોમાં ખળભળાટ મચી ગયો હતો. બંદૂકધારીઓના આ હુમલામાં એક અધિકારી સહિત 16 જવાનો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : હિજાબ નહીં પહેરું... વિદ્યાર્થીનીએ ઉતાર્યા કપડાં, Iran ની યુનિવર્સિટીનો Video Viral

Advertisement

વઝિરિસ્તાનમાં હુમલો...

પાકિસ્તાની (Pakistan) અધિકારીઓએ જણાવ્યું કે, બંદૂકધારીઓએ દક્ષિણ વઝિરિસ્તાન જિલ્લાના સરવેકાઈ વિસ્તારમાં સુરક્ષા દળોના કાફલા પર હુમલો કર્યો, જેમાં 11 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા. ઘાયલોમાં કેપ્ટન રેન્કનો એક અધિકારી પણ સામેલ છે. અન્ય હુમલો લક્કી મારવત જિલ્લામાં દારા તુંગ ચેકપોસ્ટ નજીક થયો હતો જ્યારે કાફલો કરક જિલ્લામાંથી કાબુલ ખેલમાં પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ સાઇટ તરફ જઈ રહ્યો હતો. આ હુમલામાં પાંચ જવાનો ઘાયલ થયા હતા. આમ, બે અલગ-અલગ હુમલામાં કુલ 16 જવાનો ઘાયલ થયા છે. હુમલા બાદ બંદૂકધારીઓ ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : Pakistani અભિનેત્રી માટે પતિ બન્યો હેવાન....

Advertisement

Tags :
Advertisement

.