Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amul ની છાશ અને દહીંનો ઉપયોગ કરવાથી કચ્છમાં 600 લોકોને ફૂડ પોઇઝનિંગ 

અહેવાલ---કૌશિક છાયા, કચ્છ જે બ્રાન્ડનો લોકોને વિશ્વાસ છે તે અમૂલ (Amul) બ્રાન્ડની છાશ લોકોના જીવ સામે ખતરારુપ બની છે. કચ્છ (Kutchh)માં અમૂલ છાશ પીનારા અનેક લોકો દવાખાને પહોંચતા અમૂલની વિશ્વસનિયતા સામે સવાલ ઉભો થઇ રહ્યો છે.  કચ્છમાં અમૂલની છાશ અને...
amul ની છાશ અને દહીંનો ઉપયોગ કરવાથી કચ્છમાં 600 લોકોને ફૂડ પોઇઝનિંગ 
અહેવાલ---કૌશિક છાયા, કચ્છ
જે બ્રાન્ડનો લોકોને વિશ્વાસ છે તે અમૂલ (Amul) બ્રાન્ડની છાશ લોકોના જીવ સામે ખતરારુપ બની છે. કચ્છ (Kutchh)માં અમૂલ છાશ પીનારા અનેક લોકો દવાખાને પહોંચતા અમૂલની વિશ્વસનિયતા સામે સવાલ ઉભો થઇ રહ્યો છે.  કચ્છમાં અમૂલની છાશ અને દહીં થકી અંદાજે 600 લોકોને ડાયેરીયા થઇ જતાં તેમને સારવાર કરાવવામાં આવી રહી છે. આ ઘટનામાં અમૂલની ઘોર બેદરકારી બહાર આવી છે જેના કારણે અમૂલ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. અમૂલ જેવી બ્રાન્ડ છતાં આવું થવાથી લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.
અમૂલ સામે ઉભા થયા સવાલો 
અમૂલની છાશ અને દહીંનો ઉપયોગ કરવાથી 600થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં અણૂલ સામે લોકોના સવાલ જોવા મળી રહ્યા છે.  શું લોકોએ અમૂલની છાશ પીતા પહેલાં ચેતવું પડશે? અને  શું લોકોએ અમૂલની પ્રોડક્ટ વાપરતાં પહેલાં વિચારવું પડશે? તેવો સવાલ ઉભો થઇ રહ્યો છે. ઘટના બાદ  કચ્છ ફૂડ એન્ડ ડ્રગ્સે દહીંના 18 નમૂના લીધા છે.  ઇન્ચાર્જ DDO,અધિક કલેક્ટર મિતેષ પંડ્યાએ  માહિતી  આપી હતી કે છાશ અને દહીંના આવા પેકિંગનો એકાદ દિવસ ઉપયોગ ટાળો.  રાષ્ટ્રીય દલિત અધિકાર  પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. CM, ગૃહમંત્રી, પશ્ચિમ કચ્છ SP, DGPને ટવીટરથી રજૂઆત કરાઇ છે અને  બેદરકારી દાખવનાર સામે ફરિયાદ દાખલ કરવા માગ કરવામાં આવી છે. જો કે અમૂલ ડેરી હસ્તકની સરહદ ડેરીએ પાંગળો બચાવ કર્યો છે કે  દહીંના સેવનથી માત્ર 3થી 4 લોકો બીમાર પડ્યાંના બણગાં ફૂંક્યા છે.
દહીં અને છાશ થકી જ અંદાજીત 600 લોકોને ડાયેરિયા
આજે દેશ વિદેશમાં અમૂલ બ્રાન્ડના દૂધ ઉત્પાદનોનો લાખો લોકો ઉપયોગ કરી રહ્યા છે પણ અમૂલ તેની શાખ ગુમાવી રહી છે. અમૂલની છાશ અને દહી લોકો માટે જાણે કે જીવલેણ બની રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ કચ્છમાં અમૂલ છાશ પીનારા અનેક લોકો દવાખાને પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. અહીં દહીં અને છાશ થકી જ અંદાજીત 600 લોકોને ડાયેરિયા થયા છે. મળતી માહિતી અનુસાર, મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડી હોવાના કારણે ગાંધીધામ તાલુકામાં છાશ, દહીં સપ્લાય કરાયેલી દૂધની બનાવટને પરત ખેંચી લેવાઈ છે. વળી ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા દુકાનોમાં ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાયું છે.
બજારમાંથી માલ પરત ખેંચાયો
આરોગ્ય વિભાગે જૂની છાશ, દૂધ રાખનાર સામે કાર્યવાહી કરશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. દૂધની બનાવટોમાં મોટાપાયે ફૂડ પોઈઝનિંગની આશંકા હોય છે. જણાવી દઇએ કે, છેલ્લા બે દિવસમાં ઝાડાના મોટા પ્રમાણમાં કેસ સામે આવતા દૂધની બનાવટ બનાવનાર કંપનીએ બજારમાંથી માલ પણ પરત ખેંચી લીધો છે.
 તૈયાર દૂધ-દહીં અને છાશ પીવાના કારણે લોકોને ઝાડા થયા
સુત્રોના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગની ટીમે ભુજની ક્ચ્છ જિલ્લા પંચાયતની કેન્ટીનનું ચેકિંગ કર્યું હતું. જ્યા તપાસતા સામે આવ્યું કે તૈયાર દૂધ-દહીં અને છાશ પીવાના કારણે લોકોને ઝાડા થયા છે. ક્ચ્છ સરહદ ડેરીના જવાબદારોનું હજુ પણ મૌન જોવા મળી રહ્યું છે. આ અંગે ખુદ જિલ્લા રોગચાળા અધિકારી જિતેશ ખોરાસિયાએ સમર્થન આપ્યું હતું. તેમણે પણ દરેક દુકાનોમાં જ્યાં અમૂલનું વેચાણ થાય છે તે જગ્યાએ ચેકિંગ કર્યું હતું. બીજી તરફ ઇચાર્જ ડી.ડી.ઓ મિતેશ પંડ્યાએ પણ એક દિવસ અમૂલની છાસ, દહીં કચ્છમાં ન પીવા માટે જણાવ્યું હતું.
નમૂના લેવાયા 
હાલમાં કચ્છના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જિલ્લામાંથી 18 નમૂના જુદા જુદા સ્થળોએથી લઈને વડોદરા સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. સમગ્ર મામલે ક્ચ્છ સરહદ ડેરીના ચેરમેન વલમજી હૂંબલ મૌન સેવી રહ્યા છે તેમજ ટેલિફોનિક સંપર્ક પણ થઈ શક્યો નથી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાજયના પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ ટ્વીટ કરીને અમૂલના જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી છે. તેમણે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપીને રજૂઆત કરી છે.
શું અમૂલ જેવી બ્રાન્ડમાં પણ આ હદે ચાલે છે લોલમલોલ?
શું અમૂલના દહીં-છાશ ખરીદતાં પહેલાં પણ વિચારવું પડશે? તેવો સવાલ ઉભો થયો છે. અમૂલ જેવી બ્રાન્ડમાં પણ આ હદે લોલમલોલ ચાલે છે તે પણ આ ઘટનાથી બહાર આવ્યું છે. કોની બેદરકારીથી સમગ્ર ઘટના બની છે તેની ઉંડી તપાસ થવી જરુરી છે.
Advertisement
Tags :
Advertisement

.