Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : કુરિયરના નામે 60 લાખની છેતરપિંડી

ગાંધીનગરમાં કુરિયરના નામે 60 લાખની છેતરપિંડી કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહીને પડાવી લીધા 60 લાખ મહિલાએ મોકલેલા કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહ્યું કસ્ટમમાં ચેકિંગ દરમિયાન ડ્રગ્સ મળ્યાનું કહી રૂપિયા પડાવ્યા ગાંધીનગર સાયબર પોલીસે આરોપીની કરી ધરપકડ બિહારના પટનાથી આરોપીની કરાઈ ધરપકડ...
10:49 AM Aug 19, 2024 IST | Vipul Pandya
fraud with a woman pc google

Gandhinagar : રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં કુરિયરના નામે મહિલા સાથે 60 લાખની છેતરપિંડી કરાઇ હોવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. મહિલાએ મોકલેલા કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહીને રુપિયા પડાવ્યા હતા. ગાંધીનગર સાયબર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

કુરિયરથી રેકોર્ડેડ વોઇસ કોલ મોબાઈલમાં આવ્યો

મળેલી માહિતી મુજબ ગાંધીનગરની મહિલાને કુરિયરથી રેકોર્ડેડ વોઇસ કોલ મોબાઈલમાં આવ્યો હતો. જેમાં એક્ઝીક્યુટીવ અર્જુન નેગી નામની વ્યક્તિએ તાઈવાન ખાતે મોકલવામાં આવેલ પેકેટ કસ્ટમમાં અટવાયેલ છે. તેમાંથી પાસપોર્ટ, ક્રેડીટ કાર્ડ તેમજ નાર્કોટીક્સ મળી આવ્યું હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો----VADODARA : દબાણખોરની ધમકી, "અરજી પાછી ખેંચી લે, નહી તો ગામ છોડાવી દઇશ"

મહિલાને કસ્ટમમાં ચેકિંગ દરમિયાન ડ્રગ્સ મળ્યાનું કહ્યું

મહિલાને કસ્ટમમાં ચેકિંગ દરમિયાન ડ્રગ્સ મળ્યાનું કહ્યું હતું. મહિલાએ કોઈ પેકેટ તાઈવાન મોકલ્યું નહીં હોવાનો ખુલાસો કરી પોલીસ સ્ટેશને જઈને ફરીયાદ કરવાની તૈયારી દર્શાવી હતી. જેથી ફોન કરનારે મુંબઈ ક્રાઈમમાં ઓનલાઈન ફરીયાદ લખાવવાનું કહી ઇન્સ્પેક્ટર સાથે વાત કરાવી હતી. જેથી મહિલાએ વોટ્સઅપ થકી આધાર કાર્ડ મોકલી આપ્યું હતું. ત્યાર બાદ કેસની વિગત આપી ફાયનાન્સીયલ વેરીફીકેશન ના બહાને મહિલાના બધા જ બેંક ખાતાની તેમજ ઇન્વેસ્ટમેન્ટની વિગતો મેળવી લીધી હતી.

વેશપલટો કરી પટનાથી આરોપીને પકડ્યો

મહિલાની ફરિયાદના આધારે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે સુરતથી એક આરોપીને ઝડપી લીધા બાદ તેની પાસેથી બિહારના પટનામાં વધુ આરોપી હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસ પટના પહોંચી હતી અને વેશ પલટો કરીને ગેંગના 2 મુખ્ય માસ્ટર માઇન્ડ ગણાતા પૈકી 1 આરોપીને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો----પાલનપુરમાં ત્રણ વિદ્યાર્થીનીઓની જાહેરમાં છેડતીથી ખડભડાટ!

Tags :
cyber criminalsFraudGandhinagarGandhinagar cyber crime
Next Article