Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવાળી ટાણે ભેળસેળ કરનારા તત્વો પર નજર, 6 કરોડનો અખાદ્ય જથ્થો જપ્ત

દિવાળીના તહેવારો હવે નજીક છે ત્યારે ભેળસેળ કરનારા તત્વો પણ સક્રિય બની ગયા છે. દિવાળી ટાણે ભેળસેળ રોકવા માટે તંત્ર પણ સક્રિય બન્યું છે. છેલ્લા 1 મહિનામાં વિવિધ દુકાનોમાંથી 1700થી વધુ નમૂના લેવામાં આવ્યા છે. જો કે ખાટલે મોટી ખોડ...
દિવાળી ટાણે ભેળસેળ કરનારા તત્વો પર નજર  6 કરોડનો અખાદ્ય જથ્થો જપ્ત

દિવાળીના તહેવારો હવે નજીક છે ત્યારે ભેળસેળ કરનારા તત્વો પણ સક્રિય બની ગયા છે. દિવાળી ટાણે ભેળસેળ રોકવા માટે તંત્ર પણ સક્રિય બન્યું છે. છેલ્લા 1 મહિનામાં વિવિધ દુકાનોમાંથી 1700થી વધુ નમૂના લેવામાં આવ્યા છે. જો કે ખાટલે મોટી ખોડ એ છે કે તમામ નમૂનાનો લેબ રિપોર્ટ આવવામાં મોડું થતું હોય છે અને જ્યારે રિપોર્ટ આવે ત્યારે જે તે ખાદ્ય ચીજોનો લોકોએ ઉપયોગ પણ કરી દીધો હોય છે જેથી ઝડપથી રિપોર્ટ મળે તો જ તંત્રની કાર્યવાહીનો લોકોને લાભ મળશે.

Advertisement

1 મહિનામાં 1700થી વધુ નમૂના લેવાયા

દિવાળી ટાણે ભેળસેળ રોકવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી શરુ કરાઇ છે. રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સક્રિય બન્યું છે અને છેલ્લા 1 મહિનામાં 1700થી વધુ નમૂના લેવાયા છે.

Advertisement

1 મહિનામાં 6 કરોડનો અખાદ્ય જથ્થો ઝડપ્યો

રાજ્યમાં અલગ અલગ સ્થળે 800 મેટ્રિક ટન અખાદ્ય જથ્થો નાશ કરાયો છે. જ્યારે 1 મહિનામાં 6 કરોડનો અખાદ્ય જથ્થો ઝડપ્યો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર ડો.એચ.જી.કોશિયાએ કહ્યું કે લેબનો રિપોર્ટ જલ્દી આવે તેવા પ્રયાસ થઇ રહ્યા છે અને રાજકોટની લેબમાં ક્ષમતામાં વધારો કરાઈ રહ્યો છે.

Advertisement

સુરતમાં પણ ખાદ્ય પદાર્થોની ચકાસણી માટે નવી લેબ બનશે

શંકાસ્પદ અને બિન આરોગ્યપ્રદ કહી શકાય તેનો અખાદ્ય 800 મેટ્રિક જથ્થો જપ્ત તથા નાશ કરાયો છે.
જપ્ત થયેલા જથ્થાની કિંમત અંદાજે રૂપિયા 6 કરોડ છે. રાજકોટ લેબ ઉપરાંત સુરતમાં પણ ખાદ્ય પદાર્થોની ચકાસણી માટે નવી લેબ બનશે તેમ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર કોશિયાએ જણાવ્યું છે.

આ પણ વાંચો----HIGH COURT OF GUJARAT : ભળતા નામના કારણે એડવોકેટ છે પરેશાન !

Tags :
Advertisement

.