Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તુર્કી બાદ ફિજીમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ભયનો માહોલ

તુર્કિમાં તબાહી મચાવ્યા બાદ હવે ફિજીમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે. ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે લોકો ભયભીત થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે...
12:41 PM Apr 18, 2023 IST | Viral Joshi

તુર્કિમાં તબાહી મચાવ્યા બાદ હવે ફિજીમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે. ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે લોકો ભયભીત થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે ફિજી દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો એક દેશ છે, જે 300 થી વધુ ટાપુઓનો દ્વીપસમૂહ છે.

એનસીએસ અનુસાર, ભૂકંપ સવારે 10:01 વાગીને 43 સેકન્ડે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનની અંદર 569 કિલોમીટર ઊંડે હતું. NCSએ એક ટ્વીટમાં કહ્યું કે ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

અગાઉ, ગુરુવારે ફિજીમાં રિક્ટર સ્કેલ પર 4.3 માપનો ભૂકંપ આવ્યો હતો, યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ પહેલા તુર્કી અને સીરિયામાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાય છે. જેમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા છે.

Tags :
earthquakefijiGujaratworld
Next Article