Earthquake : યુરોપના આ પ્રખ્યાત દેશમાં ભૂકંપના તીવ્ર આંચકા, 5 મિનિટમાં બે વાર ધરતી ધ્રૂજી
- યુરોપના પ્રખ્યાત દેશ ગ્રીસની ધરતી ધ્રૂજી
- 5 મિનિટમાં આવ્યા બે ભૂકંપના આંચકા
- પહેલા 5.2 અને બાદમાં 4.2 નાં આવ્યા આંચકા
યુરોપ (Europe)ના પ્રખ્યાત દેશ ગ્રીસની ધરતી રવિવારે આવેલા તીવ્ર ભૂકંપ (Earthquake)ના આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. ઉત્તરી ગ્રીસમાં રવિવારે સાંજે 5.2 ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) અનુભવાયો હતો. ડરામણી વાત એ હતી કે પહેલા ભૂકંપ (Earthquake)ના લગભગ 4 મિનિટ બાદ બીજો જોરદાર આંચકો આવ્યો. બીજા ભૂકંપ (Earthquake)ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. એક પછી એક બે ભૂકંપના આંચકાઓએ લોકોના મનમાં ડર ભરી દીધો છે.
ગ્રીસના આ વિસ્તારમાં ભૂકંપ આવ્યો...
એથેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓડાયનેમિક્સે માહિતી આપી છે કે રવિવારે ભૂકંપ ગ્રીસના બીજા સૌથી મોટા શહેર થેસ્સાલોનિકીથી લગભગ 40 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં ચાલકીડિકી દ્વીપકલ્પના કિનારે આવ્યો હતો. ભૂકંપનો પહેલો આંચકો સ્થાનિક સમય અનુસાર સાંજે 7:03 કલાકે આવ્યો હતો. તે જ સમયે, લગભગ 4 મિનિટ પછી બીજો આંચકો આવ્યો. ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં 15.9 કિલોમીટરની ઉંડાઈએ હતું.
#BREAKING: 5.7 Magnitude Earthquake Strikes Greece
Location: Néa #Kallikrátia , Greece 🇬🇷
Details: A 5.7 magnitude earthquake has hit the region.
*Stay Safe!*#earthquake #quake #sismo #temblor pic.twitter.com/RsZjCY1QAa
— Weather monitor (@Weathermonitors) November 3, 2024
આ પણ વાંચો : China એ પણ સ્વીકાર્યુ, રામાયણ કાલ્પનિક નથી..
શનિવારે પણ ભૂકંપ આવ્યો હતો...
ચાલકીડિકી પેનિનસુલા વિસ્તારની પોલીસ અને ફાયર વિભાગે માહિતી આપી છે કે આ વિસ્તારમાં આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ નુકસાન થયું નથી. ઉત્તર ગ્રીસના મોટા ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તમને જણાવી દઈએ કે આ જ વિસ્તારમાં શનિવારે 3.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે.
આ પણ વાંચો : Canada માં ખાલિસ્તાનીઓનો આતંક, હિન્દુ મંદિર પર હુમલો, ભક્તોને પણ માર મારવામાં આવ્યો
ભૂકંપ શા માટે થાય છે?
હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે.
આ પણ વાંચો : Pakistan માં વાહન ખાડામાં પડતાં 7 લોકોનાં મોત, ખૈબર પખ્તુનખ્વા હુમલામાં 16 સૈનિકો ઘાયલ