Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેગુઆરના માલિક ક્રિશના પિતા હિંમાશુ સામે પણ 400 કરોડની ઠગાઇની CBI તપાસ 

અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. દરમિયાન તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો...
જેગુઆરના માલિક ક્રિશના પિતા હિંમાશુ સામે પણ 400 કરોડની ઠગાઇની cbi તપાસ 
અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. દરમિયાન તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે તથ્ય પટેલ જે જેગુઆર કાર ચલાવતો હતો તે કાર ક્રિશ વરિયા નામની વ્યક્તિના નામે છે અને ક્રિશ વરિયાના પિતા હિમાંશુ વરિયા સામે 400 કરોડની ઠગાઇની CBI તપાસ થઇ છે.  આ સમગ્ર અકસ્માતમાં ગુનાહિત ટોળકી સંડોવાયેલો છે.
જેગુઆર કારનું રજીસ્ટ્રેશન ક્રિશ વરિયાના નામે
આ જેગુઆર કારનું રજીસ્ટ્રેશન ક્રિશ વરિયાના નામે હોવાનું બહાર આવ્યું છે. Gj01wk0093 કાર નંબરના માલિક ક્રિશ વરિયા હોવાનું સામે આવ્યું છે. ક્રિશ વરિયાના પિતા હિમાંશુ વરિયા છે અને હિમાંશુ વરિયા સામે પણ CBIએ તપાસ કરી છે.  હિમાંશુ વરિયા સામે 400 કરોડની CBI એ  તપાસ કરી  છે. કરોડો રુપિયાની ઠગાઇના કેસમાં હિમાંશુ વરિયા સામે તપાસ કરાઇ હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે.
હિમાંશુ વરિયા પ્રજ્ઞેશનો ભાગીદાર ?
હિમાંશુ વરિયાએ બેંકમાંથી ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ લઈને ઉચાપત કરી હોવાનો ફરિયાદમાં  આક્ષેપ કરાયેલો છે. મહત્વની વાત છે કે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશે પણ કહ્યું હતું કે મારા ભાગીદારના નામની ગાડી છે  ત્યારે ભાગીદારનો પણ પ્રજ્ઞેશની જેમ ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.