Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji : ઘાટીમાં લકઝરી બસ પહાડ સાથે અથડાતા 40 શ્રદ્ધાળુઓને ઇજા 

ઇનપુટ--શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ પીઠ અંબાજીમાં હાલ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે રવિવારે બપોરે અંબાજી હડાદ માર્ગ પર ઘાટીમાં ખાનગી લક્ઝરી બસ પલટી જતાં 40 કરતા વધુ મુસાફરોને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને અંબાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાના પગલે...
ambaji   ઘાટીમાં લકઝરી બસ પહાડ સાથે અથડાતા 40 શ્રદ્ધાળુઓને ઇજા 
ઇનપુટ--શક્તિસિંહ રાજપૂત, અંબાજી
શક્તિ પીઠ અંબાજીમાં હાલ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે રવિવારે બપોરે અંબાજી હડાદ માર્ગ પર ઘાટીમાં ખાનગી લક્ઝરી બસ પલટી જતાં 40 કરતા વધુ મુસાફરોને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને અંબાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાના પગલે સ્થાનિક વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું છે. 9 દર્દી ગંભીર જણાતા 3 એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
બસ ધડાકા સાથે પહાડ સાથે અથડાયા બાદ પલટી ગઇ
રવિવારે બપોરે બનેલા આ બનાવ મુજબ અંબાજી હડાદ માર્ગ ઉપર ઘાટીમાં અચાનક ખાનગી  લકઝરી બસ પલટી ગઇ હતી. બસ ધડાકા સાથે પહાડ સાથે અથડાયા બાદ પલટી ગઇ હોવાનું બહાર આવ્યું છે. ઘટનામાં 40 કરતા વધુ ભક્તોને ઇજા પહોંચી છે.
કણજરી ગામના ભક્તો દર્શન કરીને પરત જતાં હતા  
મળતી માહિતી મુજબ કણજરી ગામના ભક્તો દર્શન કરીને પરત જતાં હતા  ત્યારે આ બનાવ બન્યો હતો. લકઝરી પહાડ સાથે અથડાતા બસનો ઉપરનો ભાગ અલગ થઇ ગયો હતો.  40 ઇજાગ્રસ્ત મુસાફરોમાં મહિલાઓ, બાળકો અને પુરુષો સામેલ છે જેમને 108 એમ્બ્યુલન્સ અને પોલીસની જીપોમાં અને ખાનગી કારોમાં અંબાજી આદ્ય શક્તિ હોસ્પિટલમાં ખસેડાયા છે. મુસાફરોને નાની મોટી ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. હાલ પોલીસ અને વહિવટી તંત્ર ત્યાં પહોંચ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.