Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rohtang : 56 વર્ષ પહેલા ક્રેશ થયેલા વિમાનના 4 મુસાફરના અવશેષ મળ્યા...

ભારતીય વાયુસેનાનું AN-12 વિમાન 56 વર્ષ પહેલા હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસમાં ક્રેશ થયું હતું અકસ્માતનો ભોગ બનેલા વધુ ચાર લોકોના મૃતદેહ હવે મળી આવ્યા છે 56 વર્ષ બાદ અકસ્માતનો ભોગ બનેલા 4 લોકોના અવશેષો મળ્યા ભારતીય સેનાના ત્રિરંગા પર્વત...
rohtang   56 વર્ષ પહેલા ક્રેશ થયેલા વિમાનના 4 મુસાફરના અવશેષ મળ્યા
  • ભારતીય વાયુસેનાનું AN-12 વિમાન 56 વર્ષ પહેલા હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસમાં ક્રેશ થયું હતું
  • અકસ્માતનો ભોગ બનેલા વધુ ચાર લોકોના મૃતદેહ હવે મળી આવ્યા છે
  • 56 વર્ષ બાદ અકસ્માતનો ભોગ બનેલા 4 લોકોના અવશેષો મળ્યા
  • ભારતીય સેનાના ત્રિરંગા પર્વત બચાવ અને ડોગરા સ્કાઉટ્સની સંયુક્ત ટીમને સફળતા

Rohtang : ભારતીય વાયુસેનાનું AN-12 વિમાન 56 વર્ષ પહેલા હિમાચલ પ્રદેશના રોહતાંગ (Rohtang )પાસમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતનો ભોગ બનેલા વધુ ચાર લોકોના મૃતદેહ હવે મળી આવ્યા છે. 7 ફેબ્રુઆરી, 1968ના રોજ, 102 લોકોને લઈને એક ટ્વીન એન્જિન ટ્રાન્સપોર્ટ પ્લેન ચંદીગઢથી લેહ જઈ રહ્યું હતું. આ દરમિયાન તે ગુમ થઈ ગયું હતું. ત્યારથી આ પ્લેનમાં સવાર લોકોને શોધવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. સેનાના અધિકારીઓનું કહેવું છે કે સર્ચ ઓપરેશન ચલાવી રહેલી ભારતીય સેનાના ત્રિરંગા પર્વત બચાવ અને ડોગરા સ્કાઉટ્સની સંયુક્ત ટીમને આ મૃતદેહો મળ્યા છે.

Advertisement

બરફીલા વિસ્તારમાં દટાયેલા મૃતદેહોના અવશેષો

"એક અસાધારણ ઘટનાક્રમમાં, 1968 માં રોહતાંગ પાસ પર દુર્ઘટનાગ્રસ્ત થયેલા AN-12 વિમાનમાંથી કર્મચારીઓના અવશેષો પુનઃપ્રાપ્ત કરવા માટે ચાલુ શોધ અને બચાવ અભિયાનમાં નોંધપાત્ર સફળતા મળી છે, તેમ એક એક અધિકારીએ જણાવ્યું હતું. 2003માં, અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગના ક્લાઇમ્બર્સે પ્લેનનો કાટમાળ શોધી કાઢ્યો હતો. ત્યારબાદ, વર્ષોથી આર્મી અને ખાસ કરીને ડોગરા સ્કાઉટ્સે ઘણી વખત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડોગરા સ્કાઉટ્સે 2005, 2006, 2013 અને 2019માં સર્ચ ઓપરેશન કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો---Indian Armyનો ગુસ્સો, 2ની સામે 5ને ઢાળી દીધા....

2019 સુધી માત્ર પાંચ જ મૃતદેહ મળ્યા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સ્થળની દૂરસ્થતા અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે, 2019 સુધીમાં, 'ચંદ્ર ભાગા પર્વત અભિયાન' દ્વારા હવે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા છે, જેનાથી પરિવારોને ઘણી જરૂરી રાહત મળી છે મૃતકોના પરિવાર અને રાષ્ટ્રને એક નવી આશા મળી છે. અધિકારીઓએ જણાવ્યું કે ચારમાંથી ત્રણ શબના અવશેષો મલખાન સિંહ, કોન્સ્ટેબલ નારાયણ સિંહ અને કારીગર થોમસ ચરણના હતા. બાકીના અવશેષોમાંથી મળી આવેલા દસ્તાવેજો પરથી વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. જો કે, અધિકારીઓએ જણાવ્યું હતું કે તેના નજીકના સંબંધીઓની વિગતો મેળવી લેવામાં આવી છે.

Advertisement

સત્તાવાર દસ્તાવેજો દ્વારા ઓળખ

થોમસ કેરળના પથાનમથિટ્ટા જિલ્લાના એલાંથૂરનો રહેવાસી હતો. તેના સૌથી નજીકના સંબંધી તેની માતા અલીમાને આ અંગે જાણ કરવામાં આવી છે. સત્તાવાર રેકોર્ડમાંથી મેળવેલા દસ્તાવેજોની મદદથી મલખાન સિંહની ઓળખની પુષ્ટિ કરવામાં આવી હતી. આર્મી મેડિકલ કોર્પ્સમાં ફરજ બજાવતા સિપાહી સિંહની ઓળખ સત્તાવાર દસ્તાવેજો દ્વારા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સિંહ ઉત્તરાખંડના ગઢવાલના ચમોલી તહસીલના કોલપાડી ગામનો રહેવાસી હતો.

આ પણ વાંચો---indian Army: દુશ્મન દેશોને દેખાડી સ્વદેશી તાકાત! ત્રણ સેનાનાં ઉપપ્રમુખોએ તેજસમાં ભરી ઉડાન

Tags :
Advertisement

.