Georgiaની હાઇસ્કૂલમાં સગીરે કર્યું અંધાધૂંધ ફાયરિંગ..4ના મોત
- અમેરિકાના ગન કલ્ચરે મચાવ્યો હાહાકાર
- સગીરે જ્યોર્જિયાના બેરો કાઉન્ટીમાં અપાલાચી હાઈસ્કૂલમાં ગોળીબાર કર્યો
- ઘટનામાં 4 લોકોના મોત
- ફાયરિંગમાં લગભગ 30 લોકો ઘાયલ
Georgia : અમેરિકાનું ગન કલ્ચર ખતરનાક રીતે સમાજમાં પ્રસરી રહ્યું છે. યુથ હવે ગન કલ્ચર તરફ ખેંચાઇ ગયું છે અને તેના કારણે અમેરિકાની સરકાર અને લોકો માટે મુશ્કેલી ઉભી થઇ છે. એક સગીરે જ્યોર્જિયા (Georgia)ના બેરો કાઉન્ટીમાં અપાલાચી હાઈસ્કૂલમાં ગોળીબાર કર્યો છે. સીએનએનના અહેવાલ મુજબ, આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે ફાયરિંગમાં લગભગ 30 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાલ તમામ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે ઘટનાસ્થળેથી એક હુમલાખોરની ધરપકડ કરી
અહેવાલ મુજબ, આ ઘટના ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 8 વાગ્યે બની હતી. આ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. દરમિયાન ફાયરિંગની ઘટનામાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ પોલીસે ઘટનાસ્થળેથી એક હુમલાખોરની ધરપકડ કરી છે. આરોપી શાળાનો વિદ્યાર્થી હોઈ શકે છે. જો કે હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી.
આ પણ વાંચો---સિંગાપોરમાં PM Modi નો જોવા મળ્યો અનોખો અંદાજ, જુઓ Video
તમામ શાળાઓ બંધ કરાવાઇ
અમેરિકન મીડિયા અનુસાર, જ્યોર્જિયાના બેરો કાઉન્ટીમાં આવેલી અપલાચી હાઈસ્કૂલમાં વાલીઓને સંદેશો મોકલવામાં આવ્યો હતો કે ગોળીબારના અહેવાલોને પગલે જિલ્લાની તમામ શાળાઓ હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. માહિતી મળી છે કે આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે, જ્યારે એક વ્યક્તિને એર એમ્બ્યુલન્સ દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે. આ ઉપરાંત વધારાના હેલિકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે. વાસ્તવમાં, આ શાળા રાજ્યની રાજધાની એટલાન્ટાના ઉત્તરપૂર્વમાં લગભગ 45 માઇલ (70 કિલોમીટર) દૂર વિન્ડર શહેરમાં સ્થિત છે.
ગવર્નરે અપીલ કરી- શાળામાં હાજર લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરો.
જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે રાજ્યની એજન્સીઓને તાત્કાલિક રાહત આપવા જણાવ્યું છે. પોસ્ટ કરતાં તેમણે કહ્યું, "હું જ્યોર્જિયાના તમામ રહેવાસીઓને વિનંતી કરું છું કે તેઓ શાળામાં હાજર લોકોની સલામતી માટે પ્રાર્થનામાં મારા પરિવાર સાથે જોડાય." હાલમાં, અમે યથાસ્થિતિનો સામનો કરવા માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
જ્યોર્જિયા સ્કૂલ શૂટિંગ રિપોર્ટ જો બિડેનને આપવામાં આવ્યો
આ ઘટના અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને જાણ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું કે હોમલેન્ડ સિક્યોરિટી એડવાઇઝર લિઝ શેરવુડ-રેન્ડલે રાષ્ટ્રપતિને ઘટના અંગે જાણકારી આપી છે. વ્હાઇટ હાઉસે કહ્યું, “અમને વધુ માહિતી મળતાં વહીવટીતંત્ર ફેડરલ, રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો---Kim Jong: આને કહેવાય તાનાશાહ...એક સાથે 30 અધિકારીને આપી ફાંસી....