Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bahucharaji : માતાજીને પહેરાવાયો 300 કરોડનો નવલખો હાર..!

અહેવાલ----મુકેશ જોશી, મહેસાણા બહુચરાજી માતાજીનો અનોખો નવલખો હાર નવલખો હાર હાલમાં બન્યો અમુલ્ય કરોડોની કિંમતનો છે નવલખો હાર પોલીસની સુરક્ષા વચ્ચે વર્ષમાં એક જ વાર બહાર કઢાય છે હાર માનાજીરાવ ગાયકવાડે ૧૮૩૯ માં માતાજીને હાર ભેટ ધર્યો હતો એ વખતે...
bahucharaji   માતાજીને પહેરાવાયો 300 કરોડનો નવલખો હાર

અહેવાલ----મુકેશ જોશી, મહેસાણા

Advertisement

  • બહુચરાજી માતાજીનો અનોખો નવલખો હાર
  • નવલખો હાર હાલમાં બન્યો અમુલ્ય
  • કરોડોની કિંમતનો છે નવલખો હાર
  • પોલીસની સુરક્ષા વચ્ચે વર્ષમાં એક જ વાર બહાર કઢાય છે હાર
  • માનાજીરાવ ગાયકવાડે ૧૮૩૯ માં માતાજીને હાર ભેટ ધર્યો હતો
  • એ વખતે નવલખો હાર અત્યારે બન્યો અમુલ્ય
  • અત્યારે અંદાજીત કિંમત ૩૦૦ કરોડથી વધુ કિંમત છે હારની

આજે દશેરાના દિવસે બહુચરાજી મંદિરે થી મા બાલા બહુચરની અનોખી પાલખી યાત્રા નીકળી હતી. અને આ પાલખી યાત્રાની ખાસિયત એ હોય છે કે, માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. એટલું જ નહિ વર્ષમાં આજના દિવસે જ માતાજીને ગાયકવાડ સમયનો નવલખો હાર પહેરાવવામાં આવે છે જેની અંદાજીત કિંમત 300 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.

Advertisement

દશેરાએ માતાજીને આ હાર પહેરાવાની પરંપરા

બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર છેલ્લા ત્રણસો વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યુ છે. આ મંદિરમાં માતાજીને નિત નવા આભૂષણ પહેરાવાની ગાયકવાડ સમયથી પ્રલાણી ચાલી આવે છે. પરંતુ આ તમામ આભૂષણોમાં જો કોઇ સૌથી ઉપર હોય તો તે નવલખો હાર છે. આ હાર માતાજીને વર્ષો પૂર્વે માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે. ત્યારથી આ મંદિરમાં દર દશેરાએ માતાજીને આ હાર પહેરાવાની પરંપરા ચાલી આવે છે. પાંચેક વર્ષ અગાઉ ઝવેરીઓએ આંકેલી અંદાજીત કિંમત મુજબ આ હાર રૂપિયા ૩૦૦ કરોડથી વધુનું બજાર મૂલ્ય ધરાવે છે. આ હાર સલામતીના કારણોસર વર્ષ દરમિયાન માતાજીના અલંકારોમાંથી બાકાત રહે છે. પરંતુ દશેરાના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ હાર માતાજીને પહેરાવાની વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ મંદિરે યથાવત રાખી છે.

Advertisement

માનાજીરાવ ગાયકવાડે પાઠાનો રોગ મટી જતાં માતાજીને નવલખો હાર ભેટ આપ્યો

ત્રણસો વર્ષ પૂર્વે માનાજીરાવ ગાયકવાડે પાઠાનો રોગ મટી જતાં માતાજીને નવલખો હાર ભેટ આપ્યો હતો. આ હારનું તે વખતે મૂલ્ય નવ લાખ રૂપિયા હતુ. આ કારણોસર તે હારને નવલખો હાર નામ અપાયુ હતુ. પણ સમય જતાં આ હારનું મૂલ્ય વધતુ ચાલ્યુ અને આજે તેની બજાર કિંમત રૂપિયા ૩૦૦ કરોડને આંબી ગઇ છે. આ હારની વિશેષતા એ છે કે, પ્રથમ નજરે જોવામાં આવે તો હાર સામાન્ય લાગે છે. પરંતુ લીલા, વાદળી અને સફેદ રંગના નીલમથી તૈયાર થયેલો આ હાર જ્યારે નજીક જઇને જોવામાં આવે ત્યારે તે કઇક અલગ જ લાગે છે. હારમાં જડાયેલા નીલમ પૈકી પ્રત્યેક નીલમનું મૂલ્ય કરોડોમાં છે. આ કારણે આ હારને આખુ વર્ષ મંદિર સલામત સ્થળે રાખે છે. અને દશેરાના દિવસે જ મંદિરના ત્રણ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ હારને માતાજીના શણગારમાં લેવાય છે. જો કે, આવનાર લોકો આ હાર જોઇને અચંબિત થઇ જાય છે. અને જયારે માતાજીની પાલખી યાત્રા નીકળે છે ત્યારે માતાજીને અપાતું ગાર્ડ ઓફ ઓનરનો સમય એ અનોખી ક્ષણ બની જાય છે.

ગુજરાતના મંદિરોમાં સૌથી મોંઘી ભેટ

આમ તો દેવ દેવીના ચરણે ભેટ ધરાવવાની પ્રલાણી વર્ષોથી ચાલી આવે છે. પરંતુ સમગ્ર ગુજરાતના મંદિરોમાં સૌથી મોંઘી ભેટ પ્રાપ્ત કરનાર આ એક માત્ર મંદિર છે. અને આ જ કારણે બેચરાજી મંદિરની કુલ સંપત્તિ કરોડોને આંબી ગઇ છે.

આ પણ વાંચો---PALANPUR : નિર્માણાધીન બ્રિજ ધરાશાયી મામલે 11 સામે પોલીસમાં ફરિયાદ

Tags :
Advertisement

.