Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chhattisgarh New CM: 3 વાર સાંસદ, 4 વાર વિધાયક, જાણો છત્તીસગઢના નવા સીએમનો સંપૂર્ણ ઈતિહાસ

શું રાજનૈતિક ઈતિહાસ ધરાવે છે છત્તીસગઢના નવા સીએમ ? વિષ્ણુદેવ સાય છત્તીસગઢના કુંકુરી વિસ્તારમાં કાંસાબેલની નજીક આવેલા બગિયા ગામના રહેવાસી છે. તેઓ મૂળભૂત રીતે ખેડૂત છે. જો કે છત્તીસગઢ રાજ્યમાં આદિવાસી સમુદાયની વસ્તી 32 ટકા હિસ્સો ધરાવે છે. તેઓ પણ...
05:40 PM Dec 10, 2023 IST | Aviraj Bagda

શું રાજનૈતિક ઈતિહાસ ધરાવે છે છત્તીસગઢના નવા સીએમ ?

વિષ્ણુદેવ સાય છત્તીસગઢના કુંકુરી વિસ્તારમાં કાંસાબેલની નજીક આવેલા બગિયા ગામના રહેવાસી છે. તેઓ મૂળભૂત રીતે ખેડૂત છે. જો કે છત્તીસગઢ રાજ્યમાં આદિવાસી સમુદાયની વસ્તી 32 ટકા હિસ્સો ધરાવે છે. તેઓ પણ આ સમુદાયનું પ્રતિનિધિત્વ પણ કરે છે. તેમની ગણના રમણ સિંહના નજીકના લોકોમાં થાય છે.

તો વિષ્ણુદેવ સાયએ 1989 માં તેમના ગામ બગીયામાંથી પંચ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી, તેઓ 1990 માં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. ત્યાર બાદ પછી ટપકારાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને તેઓ 1990 થી 1998 સુધી મધ્ય પ્રદેશ વિધાનસભાના સભ્ય રહ્યા. તે ઉપરાંત તેઓ 1999માં રાયગઢ લોકસભા મતવિસ્તારમાંથી 13મી લોકસભા માટે સાંસદ તરીકે ચૂંટાયા હતા. એટલું જ ભાજપે તેમને 2006માં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ બનાવ્યા હતાં.

વિષ્ણુદેવ સાય અને પીએમ મોદી વચ્ચે ખાસ સંબંધ

વિષ્ણુદેવ સાય પીએમ મોદી સાથે કેન્દ્રીય કેબિનેટમાં કામ કરી ચૂક્યા છે. તે સહિત તેઓ ત્રણ વખત સાંસદ, ચાર વખત ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં છત્તીસગઢની આદિવાસી સીટો પર ભાજપને બમ્પર જીત મળી છે. છત્તીસગઢમાં એસટી માટે અનામત તરીકે 29 બેઠકોમાંથી ભાજપને 17 બેઠકો પર જીત મળી છે. જો આપણે 2018ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપ આદિવાસીઓ માટે અનામત માત્ર ત્રણ બેઠકો જીતી શક્યું હતું. આ વખતે ભાજપે આદિવાસી પ્રભુત્વ ધરાવતા સુરગુજા વિભાગની તમામ 14 બેઠકો જીતી લીધી છે. 2018ના વર્ષમાં કોંગ્રેસને પણ આ તમામ સીટો પર બમ્પર જીત મળી હતી.

વિષ્ણુદેવ સાય 2020માં પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા. તેઓ સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમની ગણતરી પીએમ નરેન્દ્ર મોદીની નજીક રહેતાં નેતાઓમાં થાય છે. વિષ્ણુદેવ સાયની આ મજબૂત પ્રોફાઇલના કારણે પાર્ટીએ તેમને છત્તીસગઢમાં સીએમ રદ તરીકે નિયુક્ત કર્યા છે.

આ પણ વાંચો: તમને કેટલા પૈસા મળ્યા? લાડલી બેહના યોજનાનો 7મો હપ્તો જાહેર

Tags :
#bjpgovt#chhatiisgarhbjp#chhatisgarhcmBJPCM
Next Article