Jammu and Kashmir ના ડોડામાં 3 આતંકવાદીઓ ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ...
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના ડોડા (Doda) જિલ્લાના જંગલ વિસ્તારમાં બુધવારે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. પોલીસ અધિકારીઓએ આ માહિતી આપી. આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. હજુ ઓપરેશન ચાલુ છે. ADGP જમ્મુએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'ડોડા (Doda) જિલ્લાના ગંડોહ, ભદરવાહ સેક્ટરમાં ચાલી રહેલા સંયુક્ત ઓપરેશનમાં વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. વહેલી સવારે એક આતંકી માર્યો ગયો. આ સાથે જ દિવસ દરમિયાન શરૂ થયેલા એન્કાઉન્ટરમાં કુલ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.
આતંકવાદને ખતમ કરવાનો ઉદ્દેશ્ય...
અધિકારીઓએ જણાવ્યું કે, પહાડી જિલ્લામાં 11 અને 12 જૂનના રોજ થયેલા બે આતંકવાદી હુમલા બાદ પોલીસ, આર્મી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા સઘન શોધ અને ઘેરાબંધી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન ગંડોહ વિસ્તારના બાજડ ગામમાં સવારે 9.50 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. 11 જૂને, છત્તરગલ્લામાં સંયુક્ત ચેકપોસ્ટ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં છ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા, જ્યારે બીજા દિવસે ગંડોહ વિસ્તારમાં કોટા ટોપ પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.
डोडा | डोडा जिले के गंदोह, भद्रवाह सेक्टर में चल रहे संयुक्त अभियान में दो और आतंकवादियों को मार गिराया गया है। उनके कब्जे से हथियार और गोला-बारूद बरामद किया गया है: एडीजीपी जम्मू
— ANI_HindiNews (@AHindinews) June 26, 2024
આતંકવાદીઓ પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ...
બે આતંકવાદી હુમલા બાદથી સુરક્ષા દળોએ ઘાટીમાં આતંકવાદ વિરોધી કામગીરી તેજ કરી છે. ઘૂસણખોરી બાદ જિલ્લામાં સક્રિય હોવાનું કહેવાતા તે ચાર આતંકવાદીઓ પર 5-5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા...
અધિકારીએ કહ્યું કે પોલીસે સુરક્ષા દળોની મદદથી સિનુ પંચાયત ગામમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું, પરંતુ માટીના મકાનમાં છુપાયેલા આતંકવાદીઓ તરફથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો. એક આતંકવાદી બહાર આવ્યો અને તેણે સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું. ત્યારબાદ સુરક્ષા દળોએ કરેલી જવાબી કાર્યવાહીમાં તે માર્યો ગયો. આ પછી વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા અહેવાલ મળ્યા ત્યાં સુધી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ હતો. તેમણે કહ્યું કે સેનાનું એક હેલિકોપ્ટર પણ સર્વેલન્સ માટે આ વિસ્તારની આસપાસ ફરતું જોવા મળ્યું હતું. આ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું કે રાજૌરી જિલ્લાના ચિંગુસ વિસ્તારના પિંડ ગામમાંથી એક ચાઈનીઝ હેન્ડગ્રેનેડ મળી આવ્યો છે. તેમણે કહ્યું કે સુરક્ષા દળોની પેટ્રોલિંગ ટીમે મંગળવારે સાંજે આ ગ્રેનેડ કબજે કર્યો હતો.
આ પણ વાંચો : Delhi Liquor Policy Case : Arvind Kejriwal ને મોટો ફટકો, 3 દિવસની CBI કસ્ટડીમાં મોકલાયા…
આ પણ વાંચો : શું ખરેખર Rahul Gandhi અને Akhilesh Yadav વચ્ચે મતભેદ છે?, ગૃહમાં જોવા મળ્યા એવા દ્રશ્યો કે…
આ પણ વાંચો : Arvind kejriwal ને લઈને સુનીતા કેજરીવાલે આપ્યું કંઇક આવું નિવેદન, જાણો શું કહ્યું…