Chhota Udepur : વિદ્યાર્થિનીઓ સાથે ચાલુ વાનમાં છેડતી કરનારા વધુ 3 પકડાયા
છોટા ઉદેપુર (Chhota Udepur) જિલ્લાના નસવાડીમાં (Naswadi) એક શરમજનક ઘટના બની હતી, જેમાં શાળાએથી ઘરે આવતી વિદ્યાર્થિનીઓ સાથે ખાનગી પીકઅપ વાનમાં છેડતી કરવામાં આવી હતી. આજીજી કરવા છતાં પીકઅપ વાનના ડ્રાઇવરે વાન ઊભી રાખી નહોતી. આથી પોતાની આબરું બચાવવા વિદ્યાર્થિનીઓ ચાલુ પીકઅપ વાનમાંથી કૂદી પડી હતી, જેથી તેમને ઇજા પહોંચી હતી. આ મામલે પોલીસે વધુ 3 આરોપીને ઝડપી લીધા છે. અત્યાર સુધી આ બનાવમાં 5 આરોપી પકડાયા છે.
હર્ષ સંઘવીએ કડક સુચના આપી હતી
નસવાડીમાં વિદ્યાર્થિનીઓની છેડતીના કેસથી રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલો સામે આવતા વિદ્યાર્થિનીઓના પરિવારજનો અને જિલ્લાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Minister of State for Home Harsh Sanghvi) પણ આ મામલે ગંભીર નોંધી લીધી હતી અને પોલીસને કડક હાથે કામ લેવા સૂચના આપી હતી. ગૃહ મંત્રીની સૂચના બાદ પોલીસ હરકતાં આવી હતી અને વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી.
3 આરોપીની ધરપકડ
પકડાયેલા આરોપીઓમાં અશ્વિનભાઈ હસમુખભાઈ ભીલ, અર્જુન ભાઈ જાફર ભાઈ ભીલની અગાઉ ધરપકડ કરાઇ હતી. તપાસ દરમિયાન વધુ ચાર આરોપીના નામ સામે આવ્યા હતા. બીજા ત્રણ આરોપીઓ ભાવનગર ખાતે થી પોલીસ દ્વારા ઝબ્બે કરાયા છે. જેમાં સુરેશ કાળુ ભીલ, સુનિલ કોયજી ભીલ અને શૈલેષ રમેશ ભીલનો સમાવેશ થાય છે. પોલીસ પરેશ નામના શખ્સની હાલ શોધખોળ કરી રહી છે.
વિદ્યાર્થિનીઓ સાથે ચાલુ વાનમાં છેડતી
ઉલ્લેખનિય છે કે નસવાડીમાં કેટલીક વિદ્યાર્થિનીઓ શાળાએથી ઘરે જવા માટે એક ખાનગી પીકઅપ વાનમાં બેઠી હતી. ત્યારે કેટલાક નરાધમોએ વિદ્યાર્થિનીઓ સાથે ચાલુ વાનમાં છેડતી કરી હતી. જો કે, વિદ્યાર્થિનીઓએ ડ્રાઇવરને વાન ઊભી રાખવા ઘણી આજીજી કરી પરંતુ ડ્રાઈવરે પીકઅપ વાન ઊભી ન રાખી વધુ સ્પીડથી ગાડી ભગાવી હતી. આથી આબરૂં બચાવવા અને નરાધમોના ડરથી વિદ્યાર્થિનીઓ ચાલુ પીકઅપ વાનમાંથી કૂદી હતી.ચાલુ વાનમાંથી કૂદી જતા વિદ્યાર્થિનીઓને ઇજાઓ થઈ હતી. વિદ્યાર્થિનીઓના કૂદી પડ્યા બાદ પીકઅપ વાનનો અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો---OLD PENSION SCHEME : શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનું મોટું નિવેદન, કહ્યું- ભાજપ સરકાર જ લાવશે OPS
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ