Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jammu and Kashmir : કુલગામમાં આતંકીઓ સાથે અથડામણ, સેનાના 3 જવાન શહીદ 

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના કુલગામમાં શુક્રવારે આતંકવાદીઓ (terrorist) સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ (army jawans) થયા હતા. સેનાની વધારાની ટુકડી સ્થળ પર મોકલવામાં આવી છે. સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કુલગામ જિલ્લાના હાલાન...
07:43 AM Aug 05, 2023 IST | Vipul Pandya
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના કુલગામમાં શુક્રવારે આતંકવાદીઓ (terrorist) સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ (army jawans) થયા હતા. સેનાની વધારાની ટુકડી સ્થળ પર મોકલવામાં આવી છે. સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટર
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું
તેમણે કહ્યું કે આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આ દરમિયાન સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. આતંકવાદીઓ સાથે ગોળીબારમાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તે શહીદ થયા હતા.
હાલાનના ઊંચા શિખરો પર આતંકવાદીઓની હાજરી
તે જ સમયે, શ્રીનગર સ્થિત સેનાના ચિનાર કોર્પ્સે એક ટ્વિટમાં કહ્યું કે કુલગામમાં ઓપરેશન હાલન દરમિયાન સેનાના ત્રણ જવાન શહીદ થયા છે. ચિનાર કોર્પ્સે ટ્વિટ કર્યું – “ઓપરેશન હાલન, કુલગામ. 4 ઓગસ્ટ, 2023 ના રોજ, સુરક્ષા દળો દ્વારા કુલગામમાં હાલાનના ઊંચા શિખરો પર આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી પર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ સાથે ગોળીબારમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા અને બાદમાં શહીદ થયા હતા. સર્ચ ઓપરેશન ચાલુ છે." વિસ્તારમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી છે અને સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો----રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમે લગાવેલી રોક પર પૂર્ણેશ મોદીએ આપી આ પ્રતિક્રિયા
Tags :
army jawansJammu and Kashmirterrorist
Next Article