Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

26 January: ક્યા રાખવામાં આવ્યું છે હસ્તલિખિત સંવિધાન? ગણતંત્ર દિવસ સંબંધિત 10 તથ્યો

26 January: ભારત આજે 26 જાન્યુઆરી 2024 સે પોતાનો 75મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે. સરળ ભાષામાં વાત કરીએ 26 જાન્યુઆરી 1950માં ભારતનું સંવિધાન તૈયાર થયું અને ભારત ગણતંત્ર બન્યું હતું.26 જાન્યુઆરીની ઉજવણી વિશે વાત કરીએ તો, શરૂઆતમાં વડા પ્રધાન...
08:28 AM Jan 26, 2024 IST | VIMAL PRAJAPATI
26 January What handwritten constitution has been kept? 10 facts related to Republic Day

26 January: ભારત આજે 26 જાન્યુઆરી 2024 સે પોતાનો 75મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે. સરળ ભાષામાં વાત કરીએ 26 જાન્યુઆરી 1950માં ભારતનું સંવિધાન તૈયાર થયું અને ભારત ગણતંત્ર બન્યું હતું.26 જાન્યુઆરીની ઉજવણી વિશે વાત કરીએ તો, શરૂઆતમાં વડા પ્રધાન અમર જવાન જ્યોતિ (ઇન્ડિયા ગેટ) પર પુષ્પો અર્પણ કરીને બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે. આ પછી ભારતના રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે, એરફોર્સ, આર્મી અને નેવીના જવાનો સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ થયેલા સૈનિકોને 21 તોપોની સલામી આપે છે.આ પછી રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને વીર ચક્ર, પરમવીર ચક્ર, અશોક ચક્ર, મહાવીર ચક્ર અને કીર્તિ ચક્ર વગાડવામાં આવે છે. અન્ય પુરસ્કારોના વિજેતાઓને પુરસ્કારો આપવામાં આવે છે.

26 જાન્યુઆરીના ઈતિહાસ સાથે જોડાયેલા તથ્યો

  1. સૌ જાણીએ છીએ કે, આ દિવસે ભારતનું સંવિધાન લાગું કરવામાં આવ્યું હતું. તમારી જાણકારી માટે કે, ગણતંત્ર ભારતના સંવિધાનનું આમુખ એક મુસદ્દા સમિતિએ તૈયારી કર્યો હતો. જેનું નેતૃત્વ ડો.બીઆર આંબેડકરે કહ્યું હતું.
  2. ભારતીય સંવિધાન દુનિયાનું સૌથી લાંબુ હસ્ત લેખિત સંવિધાન છે.
  3. ગણતંત્ર દિવસ ઉજવવા માટેનો મુખ્ય હેતું ભારતીય સંવિધાનનું સન્માન કરવાનો છે અને આપણા દેશના સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે દેશને આઝાદ કરવાવા માટે પોતાના જીવનું પણ બલિદાન આપી દીધું હતું.
  4. સ્વતંત્ર ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 26 જાન્યુઆરી 1950 માં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યા બાદ ભારતમાં ગણતંત્ર દિવસને રાષ્ટ્રીય રજાની જાહેરતા કરવામાં આવી હતી.
  5. પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે વર્ષ 1930 માં, 'ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ' એ બ્રિટિશ શાસનથી સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરી હતી.
  6. દર વર્ષે કોઈ અન્ય દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનને ગણતંત્ર દિવસે મુખ્ય મહેમાન તરીકે આમંત્રીત કરવામાં આવે છે.
  7. સૌથી મહત્વની વાત એ છે કે, ભારતમાં પહેલા ગણતંત્રના દિવસે મુખ્ય મહેમાન તરીકે ઈન્ડિનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો આવ્યા હતા.
  8. 29 જાન્યુઆરીના રોજ વિજય ચોક ખાતે 'બીટિંગ રીટ્રીટ સેરેમની' સાથે કાર્યક્રમનું સમાપન થાય છે. આ સાથે ચાર દિવસીય ગણતંત્ર દિવસની ઉજવણીનો અંત આવ્યો.
  9. હિંદી અને અંગ્રેજીમાં હાથથી લખેલી સંવિધાનની મૂળ નકલો હિલીયમ ગેસથી ભરેલા 'કેસ'માં ભારતની સંસદની લાઇબ્રેરીમાં રાખવામાં આવી છે. મૂળ ભાગમાં 22 ભાગ, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિ છે.
  10. દર વર્ષે ગણતંત્રના દિવસે સમારોહના અંતમાં એક ઇસાઈ ભજન ‘અબાઈટ વિદ મી’ વગાડવામાં આવે છે. કહેવાય છે કે ભાજન ગાંધીજીનું પ્રિય ભજન હતું.

આ પણ વાંચો: પ્રજાસત્તા દિવસ વિવિધ સુરક્ષા દળના અઘિકારીઓને મળશે પુરસ્કાર

Tags :
26 JANUARY GANTANTRA DIWAS75th republic dayGallantry Awards Republic DayRepublic DayREPUBLIC DAY 2024Republic Day celebrationsRepublic Day Celebrations 2024Republic Day Full ParadeRepublic Day India
Next Article