Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દારુનો ખેલ...! પીપલોદના પોલીસ કર્મીઓએ જ દારુની 23 પેટીની ચોરી કરી

અહેવાલઃ ઇરફાન મકરાણી, દેવગઢ બારીયા  ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ! ડ્રાય સ્ટેટ હોવા છતાં ગુજરાતમાં દારૂનું વેચાણ અને સેવન ખુલ્લેઆમ 40 હજાર લોકો કાયદેસર રીતે આલ્કોહોલના સેવનનું પરમિટ 40 હજારમાંથી અંદાજીત 13 ટકા અમદાવાદીઓ કરે છે સેવન છેલ્લા બે વર્ષમાં પોલીસે...
દારુનો ખેલ     પીપલોદના પોલીસ કર્મીઓએ જ દારુની 23 પેટીની ચોરી કરી
અહેવાલઃ ઇરફાન મકરાણી, દેવગઢ બારીયા 
  • ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ!
  • ડ્રાય સ્ટેટ હોવા છતાં ગુજરાતમાં દારૂનું વેચાણ અને સેવન ખુલ્લેઆમ
  • 40 હજાર લોકો કાયદેસર રીતે આલ્કોહોલના સેવનનું પરમિટ
  • 40 હજારમાંથી અંદાજીત 13 ટકા અમદાવાદીઓ કરે છે સેવન
  • છેલ્લા બે વર્ષમાં પોલીસે 212 કરોડની કિંમતનો દારૂ કર્યો જપ્ત
  • IMFLના સંદર્ભમાં અમદાવાદ જિલ્લો આલ્કોહોલ સેવનમાં ટોચ પર
  • સૌથી વધુ 28.32 કરોડનો દારૂ અમદાવાદથી કરાયો છે જપ્ત
  • સુરતથી 21.24 કરોડ અને વડોદરાથી 14.61 કરોડનો દારૂ જપ્ત
જેને માથે દારુ પકડવાની જવાબદારી છે અને ગુજરાતમાં નશાબંધીનો અમલ કરાવવાની જવાબદારી છે તેવા પોલીસ કર્મીઓ જ દારુની ચોરી કરે તો ? આવું ખરેખર થયું છે. દેવગઢબારીયા તાલુકાના પીપલોદ પોલીસ મથકના કોન્સ્ટેબલ,જીઆરડી,ટ્રાફિક જવાન સહિતના સ્ટાફે પોલીસે ઝડપેલા દારુમાંથી દારુની 23 પેટીઓની ચોરી કરી હતી. આખરે સમગ્ર મામલાનો ભાંડો ફુટતાં તમામ સામે જિલ્લા પોલીસ વડાએ કડકકાર્યવાહી કરી છે.
45 લાખનો દારુ પકડાયો હતો
દેવગઢબારીયા તાલુકાના પીપલોદ પોલીસ મથકની હદના અસાયડી ગામે એક કન્ટેનરમાંથી 45 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ ત્રણ દિવસ પહેલા ઝડપાયો હતો. જે મુદ્દામાલ પીપલોદ પોલીસ મથકે કમ્પાઉન્ડ માં લાવવામાં આવ્યો હતો.કમ્પાઉન્ડમાં પડેલી વિદેશી દારૂની પેટીઓમાંથી 23 જેટલી પેટીઓ પીપલોદ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શૈલેષ પટેલ તથાઅન્ય તેર જેટલાં માણસોએ પોલીસ સ્ટાફ ની નજર ચૂકવી કમ્પાઉન્ડ દીવાલ વટાવી બહાર મુકી દીધી હતી, અને મુદ્દામાલની દારૂની બાકીની તમામ પેટીઓ મુદામાલ તરીકે રૂમમાં મૂકીને રૂમને તાળુ મારી દીધું હતું.
જિલ્લા પોલીસ વડાને શંકા ગઇ 
આ મુદ્દામાલમાં દારૂની અમુક પેટીઓ ક્યાંક ગાયબ થઈ ગઈ હોવાનું દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાને ધ્યાનમાં આવતા તેમણે પીપલોદ પોલીસ મથકે પહોંચી મુદ્દામાલની પેટીઓની ખરાઈ કરી હતી. જેમાં ખરેખર દારૂ ની પેટીઓ ઓછી મળી આવી હતી. આ બાબતે કડકાઈ પૂર્વક પૂછપરછ કરતા દારૂની પેટીઓ કમ્પાઉન્ડ દીવાલ વટાવી અને બહાર કાઢી લીધી હોવાની વિગતો મળતા તરતજ દારૂની પેટીઓ લઈ જનાર માણસો ઉપર કાયદેસર ની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસ કોન્સ્ટેબલ, જીઆરડી જવાન, ટીઆરબી જવાન સહિત કુલ 15 વ્યક્તિઓ સામેલ
ઘટનાની જાણ દાહોદ જિલ્લા પોલીસ વડાને થતાં પોલીસ વડા દ્વારા તપાસના આદેશો આપતાં આ વિદેશી દારૂની પેટીઓની ચોરીની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ, જીઆરડી જવાન, ટીઆરબી જવાન સહિત કુલ 15 વ્યક્તિઓ સામેલ હોવાનો પર્દાફાશ થયો છે.. પોલીસે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
કોન્સ્ટેબલ,જીઆરડી,ટ્રાફિક જવાન સહિતના સ્ટાફનુ કરતૂત
જેમાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ગોપાળભાઈ, સતીષભાઈ ગણપતભાઈ પટેલ (રહે. રેબારી, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ), પ્રકાશકુમાર મહેશભાઈ કોળી (રહે. ધબુકા જામદરા, તા.સીંગવડ, જિ.દાહોદ), નંદુ ઉર્ફે રવિન્દ્રકુમાર પ્રતાપભાઈ પટેલ (રહે. પંચેલા, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ), વિપુલકુમાર વિનોદભાઈ સોલંકી (રહે. સાલીયા, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ), જયેશકુમાર ગજુભાઈ સોલંકી (રહે. સાલીયા, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ), દિલીપકુમાર મણીલાલ બારીયા (રહે. ધબુકા જામદરા, તા. સીંગવડ, જિ.દાહોદ), ધર્મેન્દ્રકુમાર જશવંતસિંહ બારીયા (રહે. સાલીયા, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ), રાજેન્દ્રકુમાર ચંન્દ્રસીંહ પટેલ (રહે. પીપલોદ, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ), અર્જુનભાઈ નરવતભાઈ પટેલ (રહે. અંતેલા, દેવગઢ બારીઆ, જિ.દાહોદ), એક અજાણ્યો રીક્ષાવાળો, એક બલ્યુ કલરની સ્વીફ્ટ ગાડીવાળો, પીપલોદ બજારમાં દુકાનમાં શોપીંગ સેન્ટરમાં નોકરી કરનાર, જીતેન્દ્રભાઈ ફુલસીંહ સોલંકી (રહે. પીપલોદ, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) અને અરવીંદભાઈ બળવંતભાઈ સોલંકી (રહે. પીપલોદ, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) એ એકબીજાના મેળાપીપણામાં આ વિદેશી દારૂની ચોરી કરી હતી. પોલીસે સતીષકુમાર ગણપતભાઈ પટેલ તથા પ્રકાશકુમાર મહેશભાઈ કોળીના રહેણાંક મકાનમાંથી કુલ 24 નંગ. વિદેશી દારૂની બોટલો જેની કુલ કિંમત રૂા.12,000 નો પ્રોહી જથ્થો કબજે કરી તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડાને વીડિયો મળ્યો
પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા પોલીસ વડાને એક વીડિયો મળ્યો હતો જેના આધારે તેમને શંકા ગઇ હતી. આ વીડિયોમાં પોલીસનો યુનિફોર્મ પહેરેલો શખ્સ પણ જોવા મળ્યો હતો. જેમાં એક શખ્સ દારુના બોક્સ બાઇક પર લઇ જતો જોવા મળ્યો હતો. જેથી તેમણે તપાસ કરાવી હતી. તેમણે પોલીસ સ્ટેશનમાં આવીને ઝડપાયેલા દારુનો જથ્થો ચેક કરતાં દારુની 23 પેટી ગાયબ જણાઇ હતી અને 10 બોટલ પણ ન હતી. જેથી તેમણે પોલીસ સ્ટેશનના સીસીટીવી અને પાસે આવેલા પેટ્રોલ પંપના સીસી ટીવી ચકાસ્યા હતા. અને ત્યારબાદ ભાંડો ફુટ્યો હતો.
છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 212 કરોડનો દારુ પકડાયો
ગુજરાતમાં આમ તો દારુબંધી છે પણ એકલા અમદાવાદમાં જ મેડિકલ ગ્રાઉન્ડ પર દારુની પરમિટ લેનારાઓની સંખ્યા 40 હજાર છે. ભલે દારુબંધી હોય પણ ગુજરાતમાં દર વર્ષે કરોડોનો દારુ ઠલવાતો રહે છે. છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 212 કરોડનો દારુ પકડાયો છે.
Advertisement
Tags :
Advertisement

.