Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC World Cup 2023 : ભારતના અર્થતંત્રને થશે 22000 કરોડનો ફાયદો..

ભારત (India)માં આગામી 46 દિવસ સુધી ક્રિકેટનો ક્રેઝ રહેશે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ (ICC World Cup 2023) ની શરૂઆત આજથી થઇ ગઇ છે અને આ લખાય છે ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટોડિયમ ખાતે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ શરુ...
icc world cup 2023   ભારતના અર્થતંત્રને થશે 22000 કરોડનો ફાયદો
Advertisement

ભારત (India)માં આગામી 46 દિવસ સુધી ક્રિકેટનો ક્રેઝ રહેશે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ (ICC World Cup 2023) ની શરૂઆત આજથી થઇ ગઇ છે અને આ લખાય છે ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટોડિયમ ખાતે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ શરુ થઇ ગઇ છે. આ વખતે ભારતમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ યોજાઇ રહ્યો છે જેથી ભારતમાં વર્લ્ડ કપનું આયોજન દેશની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો કરશે. જાહેર ક્ષેત્રની દિગ્ગજ બેંક ઓફ બરોડાએ ICC ક્રિકેટ વર્લ્ડ કપ પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્લ્ડ કપના કારણે ભારતના જીડીપીને 22,000 કરોડ રૂપિયા અથવા 2.65 બિલિયન ડોલરનો બૂસ્ટર ડોઝ મળી શકે છે.

વર્લ્ડ કપ સાથે તહેવારોની મોસમનો લાભ

Advertisement

વિશ્વ કપની મેચ જોવા માટે વિશ્વભરમાંથી લોકો ભારત આવશે, આવી સ્થિતિમાં લોકો ટિકિટના વેચાણ પર ભારે ખર્ચ કરશે. આ સિવાય એવિએશન ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીને આનો ફાયદો થશે. હોસ્પિટાલિટી સેક્ટરમાં હોટેલ્સ, ફૂડ ઈન્ડસ્ટ્રી અને ડિલિવરી સર્વિસના બિઝનેસમાં જોરદાર તેજી આવવાની શક્યતા છે. આ સિવાય વેપારી વસ્તુઓની ખરીદીમાં મોટો વધારો થઈ શકે છે. ક્રિકેટ વર્લ્ડ કપની સાથે સાથે તહેવારોની સિઝન પણ છે, તેથી રિટેલ માંગમાં જોરદાર વધારો જોવા મળી શકે છે.

Advertisement

ટિકિટના વેચાણ પર 2200 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ

બેંક ઓફ બરોડાએ તેના રિપોર્ટમાં દરેક ક્ષેત્રની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને વર્લ્ડ કપમાંથી આવનારી આવકનો ડેટા તૈયાર કર્યો છે. મેચની ટિકિટના વેચાણ પર લોકો 1600 થી 2200 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ સિવાય ટીવી ઓટીટી પર ટૂર્નામેન્ટ જોનારા દર્શકોની સંખ્યા 2019 વર્લ્ડ કપના 552 મિલિયનથી વધુ હોવાની અપેક્ષા છે. પ્રાયોજક ટીવી અધિકારો પાછળ ઓછામાં ઓછા રૂ. 10500 થી 12000 કરોડનો ખર્ચ થવાની ધારણા છે. જેમાં ડિજિટલ અને ટીવી માધ્યમના અધિકૃત પ્રસારણ અધિકારો તેમજ ઇવેન્ટ દરમિયાન જાહેરાત માટે મોટા પ્રાયોજકો દ્વારા કરવામાં આવેલ ખર્ચનો સમાવેશ થાય છે.

હોટેલ ફૂડ ઉદ્યોગને ફાયદો થશે

વર્લ્ડ કપ દરમિયાન ટીમો દેશના એક ખૂણેથી બીજા ખૂણે જશે, જેના માટે 150 થી 250 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે, જેમાં હોટલમાં રહેવાનો ખર્ચ પણ સામેલ છે. ટીમો ઉપરાંત અમ્પાયર અને કોમેન્ટેટર્સનો પણ સમાવેશ કરવામાં આવશે. વર્લ્ડ કપ વિદેશી પ્રવાસીઓને પણ આકર્ષિત કરશે. જો દરેક મેચ માટે 1000 પ્રવાસીઓની સંખ્યા ઉમેરવામાં આવે તો આ પ્રવાસીઓ હોટેલ, ભોજન, મુસાફરી અને ખરીદી પર 450 થી 600 કરોડ રૂપિયા ખર્ચ કરશે. સ્થાનિક પ્રવાસીઓ વિશ્વ કપની મેચ જોવા માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં મુસાફરી કરીને ભોજન અને હોટલનો ખર્ચ પણ કરશે. જેના પર 150 થી 250 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. મેચ જોવા માટે લોકો પોતપોતાના શહેરોમાં જશે, જેના પર લોકો ખાવા-પીવા અને ઈંધણ પર 300 થી 500 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

જીડીપી વધશે

એવો અંદાજ છે કે વર્લ્ડ કપ દરમિયાન ઇવેન્ટ મેનેજમેન્ટ, ગીગ વર્કર્સ અને સિક્યોરિટી પર 750 થી 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સમયગાળા દરમિયાન, લોકો રમતગમત સંબંધિત વસ્તુઓ અને અન્ય વેપારી વસ્તુઓની ખરીદી પર 100 થી 200 કરોડ રૂપિયા ખર્ચ કરશે. રેસ્ટોરાં, કાફેમાં મેચની સ્ક્રીનિંગ અને ઘરે બેસીને એપ દ્વારા ફૂડ ઓર્ડર કરવાથી સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન 4000 થી 5000 કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ શકે છે. જો આપણે આ તમામ ખર્ચને જોડીએ તો ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન કુલ ખર્ચ 18,000 થી 22,000 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. જેનો ફાયદો નાણાકીય વર્ષ 2023-24માં જીડીપીમાં મજબૂત વૃદ્ધિના રૂપમાં જોવા મળશે. આ ઇવેન્ટ દરમિયાન, સરકાર ટિકિટ વેચાણ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ ડિલિવરી પર GST કલેક્શન દ્વારા ટેક્સની આવકના સ્વરૂપમાં પણ મોટી આવક મેળવશે.

વર્લ્ડ કપ અર્થતંત્રને ટોનિક આપશે

બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રીઓ જ્હાન્વી પ્રભાકર અને અદિતિ ગુપ્તાએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 5 ઓક્ટોબરથી દેશ ક્રિકેટ ફીવરની ઝપેટમાં આવી જશે. ભારતમાં ચોથી વખત ICC ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. 46 દિવસ સુધી દેશના અલગ-અલગ કેન્દ્રો પર 10 દેશો વચ્ચે કુલ 48 મેચો રમાશે. રિપોર્ટ અનુસાર દેશના 10 સ્થળોએ સ્ટેડિયમમાં ઓછામાં ઓછા 25 લાખ લોકો 48 મેચ લાઈવ નિહાળશે. જ્યારે વિશ્વભરના લાખો લોકો તેમના ઘરે બેસીને મેચનો આનંદ માણશે. આ સ્તરની ટુર્નામેન્ટના આયોજનથી અર્થતંત્રને સીધો ફાયદો થાય છે.

આ પણ વાંચો---WORLD CUP 2023: આજથી ICC ODI વર્લ્ડ કપનો પ્રારંભ,જાણો આ ટૂર્નામેન્ટની દરેક માહતી

Tags :
Advertisement

.

×