2 હજારની નોટ ચલણમાંથી બહાર થશે, સૌથી મોટો સવાલ - 30 સપ્ટેમ્બર પછી શું થશે?
RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. જો કે, રૂ. 2000 ના મૂલ્યની બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. મળતી માહિતી મુજબ, RBIએ આ નિર્ણય ક્લીન નોટ પોલિસી અંતર્ગત લીધો છે. આરબીઆઈએ કહ્યું છે કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી કાયદેસર રીતે માન્ય રહેશે.
RBIએ 2016માં જારી કર્યું હતું
RBI એ RBI એક્ટ 1934ની કલમ 24(1) હેઠળ નવેમ્બર 2016માં આ નોટો જારી કરી હતી. આ નોટો નોટબંધી બાદ રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવી હતી. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે તે સમયે 500 અને 1000 રૂપિયાની નોટો જેને ચલણમાંથી હટાવી દેવામાં આવી હતી, તેની બજાર અને અર્થવ્યવસ્થા પર પડતી અસરને ઓછી કરી શકાય. જ્યારે અન્ય મૂલ્યોની બેંક નોટો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ, ત્યારે બે હજાર રૂપિયાને ચલણમાં લાવવાનો હેતુ પૂરો થયો. આરબીઆઈએ કહ્યું કે એકવાર 2000 રૂપિયાની બેંક નોટ રજૂ કરવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થઈ ગયા પછી 2018-19માં 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. તે સમય સુધીમાં અન્ય મૂલ્યોની બેંક નોટો પૂરતી માત્રામાં ઉપલબ્ધ થઈ ગઈ હતી. આરબીઆઈએ એ પણ નિર્દેશ કર્યો છે કે માર્ચ 2017 પહેલા રૂ. 2000 મૂલ્યની 89 ટકા નોટ જારી કરવામાં આવી હતી.
બેંકોમાં નોટ બદલવાની પ્રક્રિયા 23 મેથી શરૂ થશે.
લોકો તેમના બેંક ખાતામાં રૂ. 2,000ની નોટ જમા કરાવી શકશે અથવા કોઈપણ બેંક શાખામાં જઈને અન્ય મૂલ્યોની નોટો સાથે બદલી શકશે. લોકોએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે એક સાથે વધુમાં વધુ 20,000 રૂપિયાની નોટો બદલી શકાય છે. આ પ્રક્રિયા 23 મેથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર 2023ના રોજ સમાપ્ત થશે.
30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે
સૂત્રોએ જણાવ્યું કે 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડર રહેશે. આરબીઆઈને આશા છે કે લોકો બેંકોમાં નોટો એક્સચેન્જ કરવા માટે 4 મહિના પૂરતો સમય છે. ચલણમાં રહેલી રૂ. 2000ની મોટાભાગની નોટો 30 સપ્ટેમ્બરની નિર્ધારિત સમયમર્યાદામાં બેંકોને પરત કરવામાં આવશે. આ આરબીઆઈની નિયમિત કવાયત છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી.
આ પણ વાંચો - રૂ.2000 ની નોટ પાછી ખેંચવાના નિર્ણય બાદ MEMES નો થયો વરસાદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - રવિ પટેલ