Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : 2 યુવકને ક્રિકેટ મેચની ટિકિટનો સોદો કરવો ભારે પડ્યો, વાંચો અહેવાલ

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદમાં આગામી 14મી તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવાની છે. આ મેચને લઇને પોલીસ તંત્ર ખડેપગે છે અને તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી ટિકિટના...
ahmedabad   2 યુવકને ક્રિકેટ મેચની ટિકિટનો સોદો કરવો ભારે પડ્યો  વાંચો અહેવાલ

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ

Advertisement

અમદાવાદમાં આગામી 14મી તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવાની છે. આ મેચને લઇને પોલીસ તંત્ર ખડેપગે છે અને તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી ટિકિટના પર્દાફાશ બાદ હવે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં લબરમૂછિયાઓને ક્રિકેટ મેચની ટિકિટનો સોદો કરવો ભારે પડ્યો છે. બે મિત્રો ટિકિટનો વહીવટ કરવા જતા અન્ય શખ્સોએ અપહરણ કરીને માર માર્યો હતો અને ખંડણી માગી હતી. આ સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસે એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

બંને યુવાનોનો ધમકી આપીને વિડિયો બનાવ્યો

Advertisement

ક્રિકેટ મેચની ટિકિટનો સોદો કરવો 2 મિત્રોને ભારે પડ્યો છે. બંને મિત્રો ટિકિટનો વહીવટ કરવા માટે ગયા હતા અને ત્યાં તેમનું અપહરણ થયું. અપહરણ થયા બાદ બંને યુવાનોનો ધમકી આપીને વિડિયો બનાવ્યો જેમાં બોલાવાયું કે "અમે બોગસ ટિકિટ વેચીએ છીએ અને અત્યાર સુધીમાં 13 લાખનું ફ્રોડ કર્યું છે. વિડિયો ઉતાર્યા બાદ અપહરણ કર્તાએ 5 લાખ રૂપિયાની માંગણી કરી અને 24 હજાર રૂપિયા પડાવી લીધા હતા. અને સમગ્ર મામલે સેટેલાઈટ પોલિસે 1 સગીર સહિત 4 આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

બનાવટી ટિકિટો વેચવાના કૌભાંડની તપાસ

બીજી બાજુ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મેચની બનાવટી 108 ટિકિટો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે વધુ 40 ટિકિટો વેચાણ કરેલી કબ્જે કરી છે અને પાંચમા આરોપી પાસેથી 4 ટિકિટ કબ્જે કરી એમ કુલ 152 ટિકિટો કબ્જે કરાઇ છે. બનાવટી ટિકિટો વેચવાના કૌભાંડમાં હજી કોણ કોણ સંડોવાયેલ છે, તે અંગે પૂછપરછ કરવા પકડાયેલા ચારે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે ચારેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.

કેવી રીતે ઓળખશો ટિકિટ અસલી છે કે નકલી?

  • અસલી ટિકિટમાં ચાર સિક્યુરિટી ફિચર્સ છે, જે જાણવા ખૂબ જ જરૂરી છે. જેના પરથી ખ્યાલ આવી શકે કે ટિકિટ અસલી છે કે નકલી. આ ચાર સિક્યુરિટી ફિચર્સ આરોપી ડુપ્લીકેટ ટિકિટમાં નાંખી શક્યા નહોતા.
  • બારકોડ: ટિકિટના આગળના ભાગમાં નીચે બારકોડ આપવામાં આવ્યો છે. આરોપીઓએ નકલી ટિકિટમાં બારકોડ તો મૂક્યો છે, પરંતુ તે નકલી છે. સ્ટેડિયમમાં એન્ટ્રી સમયે સ્કેન કરવામાં આવે ત્યારે તે સ્કેન થઇ શકે નહીં.
  • વોઇડ ફીચર્સ: ટિકિટના પાછળ સૌથી નીચે વોઇડ ફિચર્સ અપાયું છે. આછા સિલ્વર રંગની સ્ટ્રીપમાં સિક્યુરિટી ફિચર્સ દેખાય છે.
  • કલર બાર: અસલી ટિકિટના ઉપરના ભાગમાં કલર બાર છે. ટિકિટને લાઇટના અજવાળામાં જોતાં તેમાં અલગ કલર દેખાય છે.
  • મેક્રો લેન્સ: ટિકિટની પાછળના ભાગમાં નીચે તરફ કેટલાક નિયમો લખવામાં આવ્યા છે. જે માત્ર મેગ્નિફાઇલ ગ્લાસ દ્વારા જ વાંચી શકાય તેટલા નાના અક્ષર છે. જે ડુપ્લિકેટ ટિકિટમાં નથી.

આ પણ વાંચો----GONDAL : એવું તે શું થયું કે નાયબ કલેક્ટર ખુલ્લા પગે દોડ્યા..વાંચો આ અહેવાલ

Tags :
Advertisement

.