Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : બાપુનગરમાં ખુલ્લેઆમ આતંક મચાવતા પિન્ટુ રાવલ અને કુલદીપ ભદોરીયાએ કાન પકડ્યા..!

અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ ( Ahmedabad )ના બાપુનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આંતક મચાવનાર  અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી લીધી છે..બે અસામાજિક તત્વોની બાપુનગર પોલીસે ધરપકડ કરી શાન ઠેકાણે લાવી દીધી છે. બાપુનગર વિસ્તારમાં આંતક મચાવી લોકોમાં ભય ઊભો કરનાર...
ahmedabad   બાપુનગરમાં ખુલ્લેઆમ આતંક મચાવતા પિન્ટુ રાવલ અને કુલદીપ ભદોરીયાએ કાન પકડ્યા
અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ
અમદાવાદ ( Ahmedabad )ના બાપુનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આંતક મચાવનાર  અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી લીધી છે..બે અસામાજિક તત્વોની બાપુનગર પોલીસે ધરપકડ કરી શાન ઠેકાણે લાવી દીધી છે. બાપુનગર વિસ્તારમાં આંતક મચાવી લોકોમાં ભય ઊભો કરનાર કોણ છે આ સામાજિક તત્વો..? આવો જોઈએ આ રિપોર્ટમાં
પીન્ટુ રાવલ અને કુલદીપ ભદોરીયા નામના કુખ્યાત આરોપીઓનો આતંક 
અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોને પોલીસ કે કાયદા કાનુનની કોઈ પરવા જ ન હોય એવો ઘાટ સર્જાયો છે. પાછલા કેટલાક દિવસો દરમિયાન અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ અવારનવાર જોવા મળી રહે છે ત્યારે બાપુનગર વિસ્તારમાં પીન્ટુ રાવલ અને કુલદીપ ભદોરીયા નામના કુખ્યાત આરોપીઓના આતંક ના કારણે લોકો ત્રસ્ત બન્યા હતા અને ભય ના માહોલમાં રહેવા મજબૂર બન્યા હતા. પરંતુ સ્થાનિકોની ફરિયાદ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે બાપુનગર પોલીસે આરોપીઓને ઝડપી પાડી ઘૂંટણિયે કરી નાખ્યાં છે.
પીન્ટુ હત્યાના ગુનામાં સજા કાપી ચૂક્યો છે
બાપુનગર પોલીસ સ્ટેશન ના PI એસ. એન. પટેલે જણાવ્યુ હતું કે આરોપીઓની ક્રાઇમ કુંડળી પર નજર કરીએ તો આ બંને કુખ્યાત આરોપીઓ પર 10 થી વધારે હથિયારો વડે મારામારી , હત્યા ના પ્રયાસો અને પ્રોહિબિશનની ફરિયાદો નોંધાઈ ચૂકી છે..આરોપી પીન્ટુ હત્યાના ગુનામાં સજા કાપી ચૂક્યો છે...તેમ છતાં ખુલ્લેઆમ વિસ્તારના લોકોને બાનમાં લઈને આતંક મચાવવાનું યથાવત રાખ્યું અને જાહેરમાં તલવારો લઈને આંતક મચાવવો , હોટેલમાં જઈને પોલીસની હાજરીમાં માથાકૂટ કરતો અને જો કોઈ કંઈ પણ બોલે તેમના ઘર અને વાહનોને નુકશાન કરતો હોવાના સીસીટીવી અને વીડિયો સામે આવ્યા છે....
બંનેની ઊઠક બેઠક કરાવી 
જોકે હાલ તો બાપુનગર પોલીસે બંને આરોપીઓની તલવાર સાથે ધરપકડ કરી ઊઠક બેઠક કરાવી શાન ઠેકાણે લાવી દીધી છે...તેટલું જ નહિ  તેની સાથે સંડોવાયેલા આરોપીઓ ની શોધખોળ હાથ ધરી છે....પરંતુ શહેરમાં વધતા જતા અસામાજિક તત્વોનો આંતક પોલીસ માટે પડકાર રૂપ સાબિત થઈ રહ્યા છે તેમાં કોઈ નવાઈ નહિ....
Advertisement
Tags :
Advertisement

.